વેલ્સ ટીમના સ્ટાર ફૂટબોલર ગેરેથ બેલે પોતાના નિર્ણયથી ચાહકોને ચોંકાવી દીધા છે. 33 વર્ષીય આ સ્ટાર ખેલાડી ક્લબ અને ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. ગેરેથ બેલે તેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દીમાં રેકોર્ડ 41 ગોલ કર્યા બાદ નિવૃત્તિનો આ મોટો નિર્ણય લીધો છે.બેલની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 29 નવેમ્બરે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે હતી, જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બેલની આ 111મી આંતરરાષ્ટ્રીય મેચ હતી.
બેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો મારો નિર્ણય મારી કારકિર્દીમાં અત્યાર સુધીના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંનો એક છે.”
વેલ્સની ટીમના સ્ટાર ખેલાડી ગેરેથ બેલે કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય મંચ પરની મારી સફર એવી છે જેણે માત્ર મારું જીવન જ બદલ્યું નથી, પરંતુ હું કોણ છું તે નક્કી કર્યું છે.બેલે નિવૃત્તિની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક સંદેશ લખ્યો હતો. તેની ફૂટબોલ કારકિર્દીની કેટલીક ઐતિહાસિક ક્ષણોનો ફોટો શેર કરતાં તેણે લખ્યું: “સાવધાનીપૂર્વક વિચારણા કર્યા પછી, હું ક્લબ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી મારી તાત્કાલિક નિવૃત્તિ જાહેર કરું છું.
— Gareth Bale (@GarethBale11) January 9, 2023
બેલે કહ્યું કે તે ક્લબ ફૂટબોલમાંથી પણ નિવૃત્ત થઈ રહ્યો છે. તેણે 53 પ્રીમિયર લીગ ગોલ અને 81 લા લીગા ગોલ કર્યા. છેલ્લી સિઝનમાં, તેણે લોસ એન્જલસને મેજર લીગ સોકર ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. બેલે પાંચ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ, ત્રણ સ્પેનિશ લીગ ટાઇટલ, એક કોપા ડેલ રે અને એક લીગ કપ ટાઇટલ જીત્યા હતા.
— Gareth Bale (@GarethBale11) January 9, 2023
ગેરેથ બેલે તેની કારકિર્દીમાં અમેરિકન ફૂટબોલ ક્લબ લોસ એન્જલસ, સાઉથમ્પટન, ટોટનહામ અને રિયલ મેડ્રિડ માટે મેચ રમી છે. તેણે ગયા વર્ષે કતાર દ્વારા આયોજિત ફિફા વર્લ્ડ કપમાં તેની ટીમ માટે છેલ્લી મેચ રમી હતી. વેલ્સ ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. ત્રણમાંથી બે મેચમાં તેનો પરાજય થયો હતો. જ્યારે અમેરિકા સામેની મેચ ડ્રો રહી હતી. વર્લ્ડ કપમાં છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.