AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની આખી ટીમ સામે જેલમાં જવાનું જોખમ, લાગ્યો દેશદ્રોહનો ગુનો

પાકિસ્તાનની ટીમ માટે ટી20 વર્લ્ડકપ 2024 ખુબ ખરાબ રહ્યો છે. બાબાર આઝમની ટીમને પહેલા અમેરિકા સામે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ ભારત સામે હાર થઈ હતી. આ ટીમ સુપર-8 માટે સંધર્ષ કરી રહી છે ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓ માટે એક મુસીબત આવી છે. જાણો શું છે આ મહા મુસીબત

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની આખી ટીમ સામે જેલમાં જવાનું જોખમ, લાગ્યો દેશદ્રોહનો ગુનો
| Updated on: Jun 14, 2024 | 3:46 PM
Share

પાકિસ્તાનની ટીમ સતત મુસીબતનો સામનો કરી રહી છે. ટી20 વર્લ્ડકપ પહેલા તેની અમેરિકા સામે શરમજનક હાર થઈ હતી. ત્યારબાદ પૂર્વ ક્રિકેટરથી લઈ ચાહકો પાકિસ્તાનની ટીમ પર ગુસ્સામાં છે. વરસાદની શકયતા વચ્ચે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની ચિંતા છે ત્યારે બાબર આઝમની ટીમ પર એક નવી મુસીબત સામે આવી છે. આખી ટીમ જેલ જઈ શકે છે. પાકિસ્તાનના એક વકીલે તમામ ખેલાડીઓ સહિત કોચ અને અન્ય સ્ટાફ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે.વકીલે આખી ટીમ પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જાણો શું છે આ મહા મુસીબત

પાકિસ્તાન ટીમ પર પ્રતિબંધની માંગ

પાકિસ્તાનમાં ગુજરાંવાલા શહેરના એક વકીલે બાબર આઝમ સહિત અન્ય ખેલાડીઓ વિરોધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જેમાં ટીમના ખેલાડીઓ અને કોચ સહિત અન્ય સ્ટાફના નામ પણ સામેલ છે. વકીલે આખી ટીમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનની ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ વકીલે અરજીમાં કહ્યું કે, તે અમેરિકા અને ભારત વિરુદ્ધ મળેલી હારથી દુખી છે.

આટલું જ નહિ કેપ્ટન બાબર આઝમની આખી ટીમ પર દેશના સમ્માનને દાવ પર લગાવી પૈસા કમાવવાનો પણ આરોપ લગાવ્યો છે.વકીલે આ મામલે તપાસ કરી રિપોર્ટ જમા કરવાની પણ માંગ કરી છે તેમજ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર પ્રતિબંધની પણ માંગ કરી છે.

અમેરિકા અને ભારત સામે મળી હાર

પાકિસ્તાનને ટી20 વર્લ્ડકપની શરુઆત અમેરિકા સામે કરી હતી. પોતાની પહેલી જ મેચમાં બાબરની ટીમને હાર મળી હતી. ટેકસસના ડલાસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 160 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને અમેરિકાની ટીમે 159 રન બનાવી ટાઈ કર્યો હતો. ત્યારબાદ મેચ સુપરઓવરમાં પહોંચી હતી અને જેમાં પાકિસ્તાનને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ન્યુયોર્કમાં હાઈવોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રનથી હાર આપી હતી. ત્યારબાદ પૂર્વ ક્રિકેટર સહિત પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો આખી ટીમ પર નારાજ છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા ફ્લોરિડા પહોંચતાની સાથે જ પ્રેક્ટિસ મેચ રદ્દ, ચિંતામાં આવી ટીમ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">