T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા ફ્લોરિડા પહોંચતાની સાથે જ પ્રેક્ટિસ મેચ રદ્દ, ચિંતામાં આવી ટીમ, જુઓ વીડિયો
કેનેડા સામે 15 જૂનના રોજ મેચ છે પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન બંધ કરવામાં આવ્યું છે. આટલું જ નહિ હવે તો કેનેડા સામેની મેચ રદ્દ થવાને લઈ ખતરો વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફ્લોરિડામાં છેલ્લા કેટલાક સમયથી હવામાન ખરાબ છે.
અમેરિકામાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ્દ કરવું પડ્યું છે. આટલું જ નહિ જો હવામાન સાફ નહિ હોય તો કેનેડા સામે રમાનારી ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ પણ રદ્દ કરવી પડી શકે છે. આવું એટલા માટે કારણ કે, ફ્લોરિડામાં હવામાન ખરાબ થયું છે. સતત વરસાદ હોવાથી જન-જીવન વ્યસ્ત છે. રસ્તાઓ પણ પાણીમાં ડુબેલા જોવા મળી રહ્યા છે. આવા હવામાનમાં કઈ રીતે પ્રેક્ટિસ થઈ શકે, તો જો ટીમનું પ્રેક્ટિસ સેશન પણ રદ્દ કરવું પડતુ હોય તો મેચ થવાની શક્યતા પણ ખુબ ઓછી જોવા મળી રહી છે.
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચ રદ્દ
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચ ફ્લોરિડામાં ખરાબ હવામાનને કારણે ઝપેટમાં આવ્યું છે. કેનેડા 15 જૂનથી રમાનારી મેચ પર અસર જોવા મળી શકે છે. ભારત અને કેનેડા વચ્ચેની મેચ ફ્લોરિડાના લોડરહિલમાં રમાશે. ટીમ ઈન્ડિયાને આનાથી કાંઈ નુકસાન તો થશે નહિ કારણ કે, પહેલાથી જ 3 મેચ જીતી ચુકી છે અને સુપર-8માં સ્થાન બનાવી લીધું છે.
New York ✅#TeamIndia arrive in Florida for their last group-stage match of the #T20WorldCup! pic.twitter.com/vstsaBbAQx
— BCCI (@BCCI) June 14, 2024
બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો ફ્લોરિડા પહોંચવાનો વીડિયો શેર કર્યો
અમેરિકા વિરુદ્ધ ન્યુયોર્કમાં જીત મેળવ્યા બાદ તરત જ ટીમ ઈન્ડિયા ફ્લોરિડા માટે નીકળી ગઈ હતી. ટીમ ઈન્ડિયાનો ફ્લોરિડા પહોંચવાનો વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો છે. ખરાબ હવામાનને કારણે ફ્લોરિડાની મેચ અન્ય કોઈ જગ્યાએ શિફટ કરવાની વાત ચાલી રહી છે પરંતુ મળતી જાણકારી અનુસાર આઈસીસીએ સ્પષ્ટ કરી દીધું કે, અચાનક આવું કરવું શક્ય નથી. ટુંકમાં ફ્લોરિડાની મેચ ત્યાં જ રમાશે.
આ પણ વાંચો : ENG vs OMAN: ઈંગ્લેન્ડની ટીમે મચાવી ધમાલ, માત્ર 19 બોલમાં ઓમાનને હરાવી ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી