Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ
ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં રોમાંચક મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ મેડલ ચૂકી ગઈ હોવા છતાં, તેના શાનદાર પ્રદર્શનથી દેશના વડાપ્રધાન સહિત દરેક ભારતીયનું દિલ જીતી લીધું.
Women’s Hockey Team : ટોક્યો ઓલિમ્પિક 2020 માં રોમાંચક મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ મેડલ ચૂકી ગઈ છે, ભારતની પુત્રીઓ મેચમાં અંત સુધી લડતી રહી હતી. પરંતુ તેમની (Tokyo Olympics) જીત ન થઈ. ઓલિમ્પિક (Olympics)માં મેડલ વિના મહિલા હોકી ટીમનો પ્રવાસ પૂર્ણ થયો છે.
ગ્રેટ બ્રિટને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતને 4-3 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભલે ચાહકો અને ટીમ ઇચ્છતી હોય તેનો અદ્ભુત પ્રવાસ સમાપ્ત થયો નથી, પરંતુ પીએમ મોદીએ મહિલા હોકી ટીમને પ્રોત્સાહિત કરી છે.
પીએમ મોદી (PM MODI) એ લખ્યું કે, ટોક્યો 2020માં આપણી મહિલા હોકી ટીમ (Women Hockey Team) ના શાનદાર પ્રદર્શનને આપણે હંમેશા યાદ રાખીશું. તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. ટીમના દરેક સભ્ય હિંમત અને કુશળતાથી ભરેલા છે. ભારતને આ અદ્ભુત ટીમ પર ગર્વ છે.
We will always remember the great performance of our Women’s Hockey Team at #Tokyo2020. They gave their best throughout. Each and every member of the team is blessed with remarkable courage, skill and resilience. India is proud of this outstanding team.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
ભારતીય છોકરીઓને પ્રેરણા મળશે
પીએમ મોદી (PM Modi) એ એમ પણ લખ્યું કે, મહિલા હોકીમાં અમે ખુબ ઓછા માર્જીનથી મેડલ ચૂકી ગયા, પરંતુ આપણી ટીમ ન્યૂ ઇન્ડિયાની ભાવનાને દર્શાવે છે, જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ. ટોક્યો 2020 (Tokyo 2020) માં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન ભારતની યુવાન પુત્રીઓને હોકીને સ્વીકારવા અને તેમાં સફળતા મેળવવા માટે પ્રેરણા આપશે.
ઓડિશાના સીએમ પણ ટ્વિટ કર્યું
ભારતીય મહિલા હોકી ટીમને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ગ્રેટ બ્રિટન સામેની બહાદુરીની લડાઈ બદલ અભિનંદન. તમારી લડવાની ભાવના ચાલુ રાખો અને પ્રેરણા આપતા રહો. આપ સૌને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.