Tokyo Olympics 2020 live : ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, રવિ દહિયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય પહેલવાન
Tokyo Olympics 2020 live Updates : ભારતની પુરુષ હૉકી ટીમે ઇતિહાસ રસી દીધો છે. કાંસ્ય પદકની મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યુ છે. ભારતે 41 વર્ષ બાદ હૉકીમાં મેડલ જીત્યો છે.
Tokyo Olympics 2020 live : ટોક્યો ઓલિમ્પિકમાં -2020 (Tokyo Olympics-2020)માં આજનો દિવસ ભારત માટે મહત્વપૂર્ણ થવાનો છે. આજે ભારત કેટલાક પદક મેળવી શકે છે. રવિએ ફાઇનલમાં પહોંચી પદક પાક્કુ લીધુ છે. પરંતુ જોવાનુ રહેશે કે તેઓ સ્વર્ણ પદક જીતી શકે છે કે નહિ.
રેસલિંગના રેપચેજ મુકાબલામાં ભારતના અંશુ મલિકને હારનો સામનો કરવો પડ્યો, રુસ ઓલિમ્પિક સમિતિની Valeria Koblovaએ તેમને 1-5થી હરાવ્યા.ભારતની પુરુષ હૉકી ટીમે ઇતિહાસ રસી દીધો છે. કાંસ્ય પદકની મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યુ છે. ભારતે 41 વર્ષ બાદ હૉકીમાં મેડલ જીત્યો છે.
ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. તેમણે બેલારુસની વેનેસાએ પિન કરતા મ્હાત આપી છે. 20 કિમી રેસ પૂર્ણ થઈ, ઇટાલીના માસિમો સ્ટેનોએ ગોલ્ડ મેડલ જીત્યો. ભારતના સંદીપ કુમાર 53માં સ્થાને, રાહુલ 47 મા અને કેટી ઈરફાન 51મા ક્રમે રહ્યા હતા.
ટોક્યો ઓલિમ્પિકની રેસલિંગ મેટ પર ભારત રવિ દહિયા ફાઇનલમાં ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થયો છે.તેમણે ફાઈનલમાં 2 વખતના વર્લ્ડ ચૈમ્પિયન રશિયાના પહેલવાન જુરેવ ને 7-4થી હાર મળી છે. રવિ દહિયા સિલ્વર મેડલ લઈ ભારત પરત ફરશે.
ભારતનો દીપક પુનિયા પુરુષોની 86 કિલોની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને સાન મેરિનોના 24 વર્ષીય કુસ્તીબાજ માઇલ્સ અમીન દ્વારા હાર મળી હતી.
ભારતે અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિક -2020માં પાંચ મેડલ જીત્યા છે. તેના માટે, આ રમતોમાં પ્રથમ મેડલ મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ જીત્યો હતો. મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી મહિલા બોક્સર લવલીના બોરગોહેન અને મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ સાથે હતી. ત્યારબાદ પુરુષોની હોકી ટીમે બ્રોન્ઝ અને પુરુષોની કુસ્તી ખેલાડી રવિ દહિયાએ સિલ્વર જીત્યો છે.
LIVE NEWS & UPDATES
-
Tokyo Olympics 2020 live : ભારતનું આજનું પ્રદર્શન
ટોક્યો ઓલિમ્પિક -2020માં ભારતનું આજનું પ્રદર્શન નીચે મુજબ રહ્યું છે.
હોકી:
ભારતીય પુરુષ ટીમે બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં જર્મનીને 5-4થી હરાવીને 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીત્યો હતો.
આ રોમાંચક જીતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ, બે ગોલ કરનાર સિમરનજીત સિંહ (17 મી અને 34 મી), હાર્દિક સિંહ (27 મી), હરમનપ્રીત સિંહ (29 મી) અને રૂપિન્દર પાલ સિંહ (31 મી) પરંતુ છેલ્લી ઘડીએ પેનલ્ટીઓ બચાવનાર ગોલકીપર શ્રીજેશને પણ સામેલ છે.
કુસ્તી:
રવિ દહિયા ઐતિહાસિક ગોલ્ડ મેડલથી ચૂકી ગયો હતો અને તેને રશિયન ઓલિમ્પિક સમિતિના જાવર યુવુગેવ સામે હાર્યા મળ્યા બાદ પુરુષોની 57 કિલોગ્રામ શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
દીપક પૂનિયા 86 કિલોગ્રામ પ્લે-ઓફમાં સાન મેરિનોના માઇલ્સ નજમ અમીન સામે હારીને બ્રોન્ઝ મેડલ જીતવાની તક ગુમાવી હતી.
વિનેશ ફોગાટ મહિલાઓની 53 કિલો વર્ગની કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં બેલારુસની વેનેસા કલાદિંસ્કાયા દ્વારા સ્પર્ધામાંથી બહાર થઈ હતી. તેણીએ શરૂઆતના રાઉન્ડમાં સ્વીડનની સોફિયા મેગડાલેના મેટસનને 7-1થી હરાવી હતી, તેણે રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટને હરાવી હતી.
અંશુ મલિક રશિયાના રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વાલેરા કોબલોવા સામે રેપચેજ મુકાબલામાં 1-5થી ની હાર સાથે મેડલ રેસમાંથી બહાર નીકળી ગઈ હતી.
ગોલ્ફ:
અદિતિ અશોક બીજા રાઉન્ડમાં પાંચ અંડર 66 કાર્ડ સાથે બીજા સ્થાન પર છે. 23 વર્ષીય ગોલ્ફરે બીજા રાઉન્ડમાં તેનો કુલ સ્કોર-અંડર 133 છે.
દીક્ષા ડાગરે બીજા રાઉન્ડમાં 72 થી વધુ કાર્ડ રમ્યા. તે છ ઓવરમાં કુલ 148ના સ્કોર સાથે 53મા સ્થાને છે.
એથ્લેટિક્સ:
ભારતના સંદીપ કુમાર 20 કિમીની સ્પર્ધામાં 23મા સ્થાને જ્યારે અનુભવી કેટી ઈરફાન અને રાહુલ પણ અનુક્રમે 47મા અને 51મા સ્થાને રહ્યા હતા
-
Tokyo Olympics 2020 live : ભારતે અત્યારસુધીમાં 5 મેડલ જીત્યા છે
ભારતે અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિક -2020માં પાંચ મેડલ જીત્યા છે. તેના માટે, આ રમતોમાં પ્રથમ મેડલ મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ જીત્યો હતો. મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી મહિલા બોક્સર લવલીના બોરગોહેન અને મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ સાથે હતી. ત્યારબાદ પુરુષોની હોકી ટીમે બ્રોન્ઝ અને પુરુષોની કુસ્તી ખેલાડી રવિ દહિયાએ સિલ્વર જીત્યો છે.
-
-
Tokyo Olympics 2020 live : ઐતિહાસિક મેડલ પછી હોકી ટીમના કેપ્ટનનું નિવેદન
ભારતની પુરુષ હોકી ટીમે ચાર દાયકા પછી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે ટીમની સ્પોન્સર ઓડિશા સરકારનો આભાર માન્યો.
This dream won’t be possible without the encouragement & vision of Hon’ble Chief Minister of Odisha Shri Naveen Patnaik ji @CMO_Odisha @sports_odisha who has been supporting us throughout this journey – thank you so much sir from the team and I 🙏🏼 #OdishaCelebratesOlympicGlory pic.twitter.com/WkdNxPiGk2
— Manpreet Singh (@manpreetpawar07) August 5, 2021
-
Tokyo Olympics 2020 live : હોકી (પુરુષો) બેલ્જિયમે ગોલ્ડ મેડલ જીત્યો
બેલ્જિયમની પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક -2020માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
-
Tokyo Olympics 2020 live : ભારતે આજે 2 મેડલ જીત્યા
ભારતે આજના દિવસે બે મેડલ જીત્યા છે. 41 વર્ષ પછી જર્મનીને 5-4થી હરાવીને પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો. બીજી બાજુ 57 કિલો વજનની કેટેગરીની ફાઇનલમાં રવિ દહિયા હારી ગયા હતા અને તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
-
-
Tokyo Olympics 2020 live : દીપક પુનિયા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ રેસમાંથી બહાર થયો
-
Tokyo Olympics 2020 live :દીપક પૂનિયા 86 કિલો વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ માટે રીંગમાં ઉતર્યો
ભારતનો બીજો કુસ્તીબાજ હવે રિંગમાં ઉતર્યો છે . દીપક પૂનિયા 86 કિલો વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ માટે રમે છે.
-
Tokyo Olympics 2020 live : કુસ્તીમાં દિપક પુનિયાનો મુકાબલો શરુ
-
Tokyo Olympics 2020 live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને શુભકામના પાઠવી
Ravi Kumar Dahiya is a remarkable wrestler! His fighting spirit and tenacity are outstanding. Congratulations to him for winning the Silver Medal at #Tokyo2020. India takes great pride in his accomplishments.
— Narendra Modi (@narendramodi) August 5, 2021
-
Tokyo Olympics 2020 live : કુસ્તીમાં ભારતનો બીજો સિલ્વર મેડલ
ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા 57 કિલો વજન વર્ગની ફાઇનલમાં હારી ગયો છે. આ સાથે તે ટોક્યોમાંથી સિલ્વર મેડલ સાથે પરત ફરશે. આ ઓલિમ્પિકમાં ભારતનો આ બીજો સિલ્વર મેડલ છે. રવિ પહેલા મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો.
-
Tokyo Olympics 2020 live : કુસ્તીમાં રવિ દહિયાની હાર
ભારતનો કુસ્તીબાજ રવિ ફાઇનલ મેચ હારી ગયો છે રશિયાના કુસ્તીબાજ જાવુર યુગુયેવે તેને 7-4થી હરાવ્યો હતો. રવિ દહિયાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.
-
Tokyo Olympics 2020 live : રવિ પ્રથમ રાઉન્ડમાં પાછળ છે
રવિ પહેલા રાઉન્ડમાં પાછળ છે. રશિયન કુસ્તીબાજ જાવુર યુગુયેવે 4-2ની લીડ મેળવી હતી. જોકે અહીં રવિના વખાણ કરવા પડે છે. તે સખત સ્પર્ધા આપી રહ્યો છે.
-
Tokyo Olympics 2020 live : રવિ દહિયા 4-2થી આગળ છે
-
Tokyo Olympics 2020 live : રવિ દહિયાની ફાઇનલ મેચ શરૂ
કુસ્તીબાજ રવિ દહિયાની ફાઇનલ મેચ શરૂ થઇ ગઇ છે. 57 કિલો વજન વર્ગમાં તેનો સામનો રશિયન કુસ્તીબાજ જાવુર યુગ્યુએવ સાથે છે. જાવુર યુગુઆયેવ બે વખતનો વિશ્વ ચેમ્પિયન છે.
-
Tokyo Olympics 2020 live : રવિ દહિયા હરિયાણાના સોનીપતનો રહેવાસી છે.
રવિ દહિયાનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના નાહરી ગામમાં થયો હતો. તે સખત પરિશ્રમથી આજે આ સ્થાને પહોંચ્યો છે, તેની પાછળ તેની 13 વર્ષની કઠોર મહેનત છે. રવિ અને તેના પરિવારે અહીં સુધી પહોંચવા માટે અનેક બલિદાન આપ્યા છે.
રવિએ નાની ઉંમરે કુસ્તીમાં પોતાની કુશળતા સાબિત કરી હતી. તેણે 2015માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી 2018માં તેણે અંડર 23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો. 2020માં એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી. આ સિવાય 2019માં નૂર સુલતાને કઝાખસ્તાનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો. પરંતુ તે સમયે તેમની ઓળખ આજે જેવી નહોતી.
-
Tokyo Olympics 2020 live : ફાઇનલમાં પહોંચનાર ભારતનો બીજો કુસ્તીબાજ
રવિ દહિયા કુસ્તીની ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનાર ભારતનો બીજા કુસ્તીબાજ છે. પહેલા સુશીલ કુમાર 2012 ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચીને સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. હવે દેશને રવિ પાસેથી ગોલ્ડ મેડલની આશા છે.
-
Tokyo Olympics 2020 live : ટોક્યો કોરોના અપટેડ
જાપાનની રાજધાનીમાં ઓલિમ્પિક રમતોનું આયોજન થઈ રહ્યું છે, ગુરુવારે કોરોનાવાયરસના 5,042 નવા કેસ નોંધ્યા છે, શહેર માટે સૌથી મોટો દૈનિક આંકડો છે. આ નવા કેસ પછી, ટોક્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2,36,138 પર પહોંચી ગઈ છે.
-
Tokyo Olympics 2020 live : રવિ દહિયા પાસે ગોલ્ડ મેડલની આશા
ભારતીય કુસ્તી ખેલાડી રવિ દહિયાએ 57 કિલો વજન વર્ગમાં ફાઈનલમાં જગ્યા બનાવીને મેડલ સુનિશ્ચિત કર્યો છે, પરંતુ તેનો મિત્ર અને ભારતના મહાન કુસ્તીબાજોમાંનો એક બજરંગ પુનિયા ઈચ્છે છે કે રવિ ગોલ્ડ મેડલ જીતે.
Congratulations #RaviDahiya brother #GoForGold pic.twitter.com/oZ88PlfNbH
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) August 4, 2021
-
Tokyo Olympics 2020 live : ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટની હાર થઈ
ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટની ટોક્યો ઓલિમ્પિકની યાત્રા પૂરી થઈ છે. ખરેખર, બેલારુસની વેનેસા કાલાડ્ઝિનસ્કાયા સામેની સેમિફાઇનલ મેચ હારી ગઈ છે.
-
Tokyo Olympics 2020 live : રવિ કુમાર દહિયાનો પરિવાર, રવિ કુમારના જીતની આશા રાખી રહ્યો છે
Haryana | Wrestler Ravi Kumar Dahiya’s family members in Sonipat cheer for him ahead of his men’s freestyle (57kg) final later today
“The country has faith that he’ll win gold. There’s a festive atmosphere here. He’ll bring glory to country,” says Rakesh Dahiya, Ravi’s father pic.twitter.com/wCl4h0EB0o
— ANI (@ANI) August 5, 2021
-
Tokyo Olympics 2020 live : સેમીફાઈનલમાં રવિનું પ્રદર્શન કેવું રહ્યું
રવિએ સેમીફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રોમાંચક મેચમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સનાયેવને હરાવ્યો હતો. એક સમયે રવિ 2-9થી પાછળ હતો, પરંતુ તેણે કેટલાક શાનદાર પંચ લગાવ્યા અને બાજી પલટી નાંખી હતી.
-
Tokyo Olympics 2020 live : પુરુષોની 20 કિમીની રેસ વોક પૂર્ણ થઈ
20 કિમી રેસ પૂર્ણ થઈ, ઇટાલીના માસિમો સ્ટેનોએ ગોલ્ડ મેડલ જીત્યો. ભારતના સંદીપ કુમાર 53માં સ્થાને, રાહુલ 47 મા અને કેટી ઈરફાન 51મા ક્રમે રહ્યા હતા.
-
Tokyo Olympics 2020 live : થોડી જ વારમાં શરુ થશે રવિ દહિયાનો મેચ
ભારતનો કુસ્તીબાજ રવિ દહિયા (57 કિલો કેટેગરીમાં) થોડી જ વારમાં ફાઈનલ મુકાબલો રમશે.તેનો સામનો બે વખતના વિશ્વ ચેમ્પિયન રશિયન કુસ્તીબાજ જાવુર યુગ્યુએવ સાથે થશે. રવિએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સનાયેવને હરાવીને સિલ્વર મેડલ માટે આશા જગાવી છે.
-
Tokyo Olympics 2020 live : ઓડિશાના મુખ્યમંત્રીએ હૉકી ટીમ સાથે વાતચીત કરી
Spoke to the victorious stars of Indian Men’s #Hockey and congratulated them on their spectacular win over Germany to win Bronze medal in #Tokyo2020. May they continue to shine and bring more glory for the nation. #Cheer4India pic.twitter.com/zuteKBayeJ
— Naveen Patnaik (@Naveen_Odisha) August 5, 2021
-
Tokyo Olympics 2020 live : ભારતીય હોકી ટીમની જીત પર પંજાબના રમત ગમત પ્રધાને ખુશી વ્યક્ત કરી
ભારતીય હોકી ટીમની જીત પર પંજાબના રમત ગમત પ્રધાને ખુશી વ્યક્ત કરી હતી, રાજ્યના તમામ ખેલાડીઓને 1-1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી
-
Tokyo Olympics 2020 live : સંદીપ કુમાર બીજા નંબર પર
20 કિલોમીટરની રેસમાં અત્યાર સુધી 8 કિમીનું અંતર પૂર્ણ થયું છે. ભારતના સંદીપ કુમાર બીજા સ્થાને છે.
-
Tokyo Olympics 2020 live : પુરુષોની 20 કિમીની રેસ વોક શરુ
એથ્લેટિક્સમાં પુરુષોની 20 કિમીની રેસ વોક શરુ છે. ભારતમાંથી ત્રણ ખેલાડીઓ આ રેસમાં ભાગ લઈ રહ્યા છે. કેટી ઈરફાન, સંદીપ કુમાર અને રાહુલ ભાગ લઈ રહ્યા છે.
-
Tokyo Olympics 2020 live : અત્યાર સુધીના પરિણામો
રેસલિંગમાં અંશુ મલિકની રેપચેજ રાઉન્ડમાં હાર થઈ
રેસલિંગમાં વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલ મેચમાં હાર મળી
ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો
-
Tokyo Olympics 2020 live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોકી ટીમના ખેલાડીઓ અને કોચ સાથે વાતચીત કરી
PM @NarendraModi speaks to the #IndianHockey team Captain #ManpreetSingh, coach Graham Reid and assistant coach Piyush Dubey after the team won #Bronze medal in men’s hockey match against #Germany .#TokyoOlympics pic.twitter.com/vF0AtpclNz
— tv9gujarati (@tv9gujarati) August 5, 2021
-
Tokyo Olympics 2020 live : અભિનવ બિન્દ્રાએ હોકી ટીમ માટે ભાવુક પત્ર લખ્યો
An emotional moment for the entire nation, a moment of pride. The long wait has ended! Congratulations to the Indian Men’s Hockey team for their splendid achievement. @TheHockeyIndia
— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) August 5, 2021
-
Tokyo Olympics 2020 live : શું હોય છે રેપચેજ અને શું છે નિયમ ?
રેપચેજ શબ્દ ફ્રેન્ચ શબ્દ રેપેચર પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે બચાવ કરવો. આંતરરાષ્ટ્રીય કુસ્તી એટલે કે કુસ્તીમાં, રેપચેજ રાઉન્ડ કોઈપણ ખેલાડી માટે હાર ભૂલીને પુનરાગમન કરવાની તક છે. જે કુસ્તીબાજો પોતાની શરૂઆતની મેચ હારી ગયા બાદ બહાર નીકળી જાય છે તેમને મેડલ જીતવાની તક હોય છે. જો તેને હરાવનાર કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચે છે, તો પ્રારંભિક રાઉન્ડમાં હારી ગયેલા ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળે છે.
-
ઓડિશાના મુખ્યમંત્રીએ હૉકી ટીમ સાથે વાતચીત કરી
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ટીમના ખેલાડીઓ સાથે વાતચીત કરી અને જીતની શુભકામનાઓ આપી.
-
પીએમ નરેન્દ્ર મોદીએ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે વાત કરી
પીએમ મોદીએ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને હેડ કોચ ગ્રાહમ રીડ સાથે વાત કરી શુભકામના આપી. પીએમ મોદીએ કહ્યુ કે તેમણે ઇતિહાસ રચી દીધો છે. જેના પર તેમને ગર્વ છે. કેપ્ટન મનપ્રીતે પણ પીએમ મોદીનો આભાર માન્યો
-
ગોલ્ફ- દીક્ષા ડાગરે પૂરો કર્યો બીજો રાઉન્ડ
દીક્ષા ડાગરે બીજો રાઉન્ડ પૂરો કરી લીધો છે. હવે તેઓ 54માં સ્થાન પર છે. તેમણે બીજા રાઉન્ડમાં 76 અને 72 અંક મેળવ્યા છે.
-
હૉકી(પુરુષ)-સુનિલ છેત્રીએ ટીમ ઇન્ડિયાને આપી શુભકામના
ભારતીય ફુટબૉલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ભારતીય પુરુષ હૉકી ટીમને આપી શુભકામના
Will be totally asking for a recording of this India-Germany game at some point. Till then, we are all the Indian Hockey Team today! Fantastic fightback, boys. To see us on the podium of an Olympic Games after 41 years is all things emotional. GET IN! #TeamIndia #Tokyo2020
— Sunil Chhetri (@chetrisunil11) August 5, 2021
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હૉકી ટીમને આપી શુભકામનાઓ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરતા કહ્યુ અમારી પુરુષ હૉકી ટીમને 41 વર્ષ બાદ હૉકીમાં ઓલિમ્પિકમાં પદક જીતવા માટે શુભકામના. જીતવા માટે ટીમે અસાધારણ કૌશલ,સ્થિતિસ્થાપકતા અને દ્રઢ સંકલ્પ દેખાડયો. આ ઐતિહાસિક જીત હૉકીમાં એક નવા યુગની શરુઆત કરશે અને યુવાઓને રમતમાં આગળ વધવા પ્રેરિત કરશે.
Congratulations to our men's hockey team for winning an Olympic Medal in hockey after 41 years. The team showed exceptional skills, resilience & determination to win. This historic victory will start a new era in hockey and will inspire the youth to take up and excel in the sport
— President of India (@rashtrapatibhvn) August 5, 2021
-
રેસલર વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલમાં હાર
ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટની ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. તેમણે બેલારુસની વેનેસાએ પિન કરતા મ્હાત આપી છે. વિનેશને રેપેચેજ મેચમાં પહોંચવા માટે વેનેસાની ફાઇનલમાં પહોંચવાની દુઆ કરવી પડશે.
-
પીએમ મોદીએ ભારતીય હૉકી ટીમને આપી શુભકામના
Historic! A day that will be etched in the memory of every Indian.
Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. 🏑
— Narendra Modi (@narendramodi) August 5, 2021
-
વિનેશ ફોગાટનો મુકાબલો શરુ
રેસલર વિનેશ ફોગાટનો મુકાબલો શરુ થઇ ગયો છે. તેઓ ક્વાર્ટર ફાઇનલ મેચ રમી રહ્યા છે.તેમનો સામનો બેલારુસની Vanesa Kaladzinskaya સામે છે.
-
હૉકી- ભારતીય પુરુષ ટીમે હૉકીમાં રચ્યો ઇતિહાસ
ભારતની પુરુષ હૉકી ટીમે ઇતિહાસ રચી દીધો છે. કાંસ્ય પદકની મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યુ છે. ભારતે 41 વર્ષ બાદ હૉકીમાં મેડલ જીત્યો છે.
-
હૉકી – ચોથા ક્વાર્ટરની રમત શરુ થઇ ગઇ છે
હૉકીમાં ચોથા ક્વાર્ટરની રમત શરુ થઇ ગઇ છે.ભારતીય ટીમે જર્મની પર 5-3થી લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાને હવે માત્ર ટાઇમ પસાર કરવાનો છે. જર્મનીની ટીમની નજર હવે ગોલ કરવા પર હશે. તેઓ એટેકિંગ હૉકી રમી ભારત પર દબાવ બનાવશે.
-
રેસલિંગ – વિનેશ ફોગાટની જીત સાથે શરુઆત
વિનેશ ફોગાટે (53 કિલોભાર વર્ગ) પોતાના ટોક્યો ઓલિમ્પિકના અભિયાનની શરુઆત જીત સાથે કરી છે. રેસલિંગમાં સ્વીડનની રેસલરને વિનેશ ફોગાટે 7-1થી પછડાટ આપી છે અને ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા છે.
-
રેસલિંગ – અંશુ મલિકની 1-5થી હાર
રેપચેજ મુકાબલામાં ભારતના અંશુ મલિકને હારનો સામનો કરવો પડ્યો, રુસ ઓલિમ્પિક સમિતિની Valeria Koblovaએ તેમને 1-5થી હરાવ્યા
-
કુશ્તીમાં ભારત માટે સારા સમાચાર,વિનેશ ફોગાટ પોતાનો પહેલો મુકાબલો જીતવા તરફ
કુશ્તીમાં ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પોતાનો પહેલો મુકાબલો જીતવા તરફ છે. તેમની મેચ સ્વીડનની Sofia Magdalen સામે છે. વિનેશ અત્યારે 7-0થી આગળ છે.
-
કુશ્તીમાં ભારત માટે આજે મોટો દિવસ
કુશ્તીમાં ભારત માટે આજે મોટો દિવસ છે. બર્થ ડે ગર્લ અંશુ મલિક પાસે આજે ઇતિહાસ રચવાનો મોકો છે. અંશુ રેપેચેજ રાઉન્ડનો મુકાબલો રમી રહ્યા છે. તેમનો સામનો રુસ ઓલિમ્પિક સમિતિના Valeria Koblova સામે છે. અત્યારે અંશુ 0-1થી પાછળ છે.
-
હૉકી – ટીમ ઇન્ડિયાએ કર્યો પહેલો ગોલ
ટીમ ઇન્ડિયાએ કર્યો પહેલો ગોલ, સિમરનજીતે17મી મિનિટે આ ગોલ કર્યો. ટોક્યો ઓલિમ્પિકમાં આ તેમનો બીજો ગોલ છે. ભારતનો આ ગોલ બીજા ક્વાર્ટરમાં થયો છે. આ સાથે ઇન્ડિયા અને જર્મનીનો સ્કોર 1-1 થઇ ગયો છે.
-
હૉકી -પહેલુ ક્વાર્ટર સમાપ્ત
પહેલુ ક્વાર્ટર સમાપ્ત થઇ ગયુ છે. જર્મનીની ટીમે મેચની પહેલી જ મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી. પહેલુ ક્વાર્ટર પૂરો થયાના પહેલા જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતે આના પર જોરદાર બચાવ કર્યો અને જર્મનીની લીડને 1-0 સુધી જ રાખી
-
હૉકી – ભારતીય ટીમ ન કરી શકી ગોલ
ભારતીય ટીમ પાસે જવાબી હમલો કરવાનો મોકો હતો પરંતુ ભારતની ટીમે તે મોકો ગુમાવ્યો. ભારતને 5મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ રુપિન્દર પાલ સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.
-
હૉકી – જર્મનીએ કર્યો પહેલો ગોલ
જર્મનીએ મેચની પહેલી મિનિટમાં પહેલો ગોલ કર્યો. પહેલો ગોલ જર્મની તરફથી Timur Oruzએ આ ફિલ્ડ ગોલ કર્યો. જર્મની 1-0થી આગળ થઇ ગયુ છે.
-
હૉકી – ભારત અને જર્મનીનો મુકાબલો શરુ
ભારત અને જર્મનીની પુરુષ હૉકી ટીમ વચ્ચે મેચ શરુ થઇ ગઇ છે. બંને ટીમ બ્રોન્ઝ માટે રમી રહી છે.
-
હૉકી(પુરુષ)- ભારતીય હૉકી ટીમની મેચ થોડી વારમાં
ભારતીય હૉકી ટીમનો જર્મની સામે મુકાબલો થોડી વાર બાદ શરુ થશે. આ મુકાબલો ભારતીય ફેન્સ માટે ખાસ છે.
-
ભારતીય હૉકી ટીમ પાસે આજે મોટો મોકો
ભારતીય પુરુષ હૉકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીનો સામનો કરવાની છે. 1980 બાદ દરેક ઓલિમ્પિકમાં ખાલી હાથે પાછી આવનારી ટીમ આજે પાસે આજે મોટો મોકો પદક જીતવાનો
Published On - Aug 05,2021 6:47 PM