Tokyo Olympics 2020: મેરી કોમની મેચ પર વિવાદ, બે કલાક બાદ ખબર પડી પરિણામની બોલ્યા બોક્સર
Tokyo Olympics 2020 : મૈરી કોમે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ મને નિર્ણય સમજાયો નહીં ટાસ્ક ફોર્સની સાથ શું મુશ્કેલી છે. ? IOC સાથે શું મુશ્કેલી છે. હું પણ ટાસ્ક ફોર્સની સભ્ય હતી. સાફ મુકાબલા કરાવવા મે તેમને સૂચનો આપ્યા હતા.
Tokyo Olympics 2020: મુક્કાબાજીમાં મેરી કોમ (Mary Kom) ટોક્યો ઓલિમ્પિક 2020માંથી (Tokyo Olympics 2020) બહાર થઇ ગયા છે. તેમની હાર બાદ વિવાદ ઉભો થઇ ગયો છે. મૈરી કોમનુ કહેવુ છે કે તેમને ખબર નહોતી કે તેઓ હારી ગયા છે. મેચ થયાના બે કલાક બાદ તેમણે સોશિયલ મીડિયા પર જોયુ તો તેમને ખબર પડી તે તેઓ હારી ગયા છે.
બોક્સિંગ ટાસ્ક ફોર્સને લીધી નિશાના પર
તેમણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના બોક્સિંગ ટાસ્ક ફોર્સને નિશાના પર લીધુ અને ખરાબ જજ કરવાનો આરોપ લગાવ્યો. મૈરી કોમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની ઇનગ્રિટ વેલેંસિયાના હાથે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેરી કોમે છેલ્લા બે રાઉન્ડ જીત્યા હતા તેમ છતા તેમને હારેલા જાહેર કરાયા.
હકીકતમાં ટોક્યો ઓલિમ્પિકમાં ઇન્ટરનેશનલ બૉક્સિંગ એસોસિએશની (AIBA) જગ્યાએ ટાસ્ક ફોર્સ બૉક્સિંગની મેચનુ આયોજન કરી રહી છે. AIBAને ફાઇનાન્શીયલ ગોટાળાના કારણે ઓલિમ્પિક કમિટીએ સસ્પેન્ડ કરી નાખ્યા છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન મૈરી કોમે જણાવ્યુ
મેરી કોમે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ મને નિર્ણય સમજાયો નહીં ટાસ્ક ફોર્સની સાથ શું મુશ્કેલી છે. ? IOC સાથે શું મુશ્કેલી છે. હું પણ ટાસ્ક ફોર્સની સભ્ય હતી. સાફ મુકાબલા કરાવવા મે તેમને સૂચનો આપ્યા હતા. પરંતુ તેમણે મારી સાથે જ શું કર્યુ ? હું રિંગની અંદર ખુશ હતી બહાર આવી ત્યારે પણ ખુશ હતી. કારણ કે મારા મગજમાં હતુ કે હું જીતી છુ. જ્યારે તેઓ મને ડોપિંગ માટે લઇ ગયા ત્યારે પણ હું ખુશ હતી.
જ્યારે મે સોશિયલ મીડિયા પર જોયુ અને મારા કોચે મને જણાવ્યુ ચ્યારે ખબર પડી કે હુ હારી છું. હું એ છોકરીને બે વાર હરાવી ચૂકી છુ. મને વિશ્વાસ નથી આવતો કે રેફરીએ તેનો હાથ ઉપર કર્યો. હું કસમ ખાવ છું મને બિલકુલ ન લાગ્યુ કે હું હારી છું. મને સંપૂર્ણ વિશ્વાસ હતો.
અંતિમ નિર્ણય વેલેંસિયાના પક્ષમાં રહ્યો.
’મેચ દરમિયાન જજે 4-1થી મૈરી કોમની વિરુધ્ધમાં નિર્ણય આપ્ય. આ દરમિયાન પાંચ જજે 10-9થી વેલેંસિયા આગળ છે તેમ જણાવ્યુ. પરંતુ આગામી બે રાઉન્ડમાં મૈરી કોમના પક્ષમાં પાંચમાંથી ત્રણ જજે નિર્ણય આપ્યો. પરંતુ કુલ સ્કોર વેલેંસિયાના પક્ષમાં રહ્યો અને વિજેતા જાહેર કરાયા.
મેરી કોમને જીતવા માટે છેલ્લા રાઉન્ડમાં 4-1થી નિર્ણયની જરુર હતી. મૈરી કોમે કહ્યુ કે સૌથી ખરાબ વાત એ હતી કે રિવ્યુ કે વિરોધ નોંધાવાનો મોકો ન અપાયો. ઇમાનદારીથી કહુ તો દુનિયાએ જોયુ છે અને તેમણે હદ કરી દીધી છે. બીજો રાઉન્ડ એકમતથી મારા પક્ષમાં હોવો જોઇતો હતો. એ 3-2 કેવી રીતે થયો. જે કંઇ પણ થયુ અપ્રત્યાશિત છે.