ગોલ્ડ જીત્યા બાદ Neerja Chopraએ કરી પહેલી ટ્વિટ જાણો શું કહ્યું ?

ઐતિહાસિક સફળતા પછી, નીરજ પર પૈસાનો વરસાદ શરૂ થયો. તેમના રાજ્ય હરિયાણાની સરકારે તેમને છ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને અન્ય રાજ્યોએ પણ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે.    

ગોલ્ડ જીત્યા બાદ Neerja Chopraએ કરી પહેલી ટ્વિટ જાણો શું કહ્યું ?
Neeraj Chopra

શનિવાર સાંજથી દેશમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરોનો મારો થઈ રહ્યો સાથે શેર પણ થઈ રહી છે. નીરજ ચોપરાએ (Neeraj Chopra) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

નીરજના આ અદ્ભુત કામને એક દિવસ પસાર થઈ ગયો છે. તે હજી પણ પોતાના જીવનની સુવર્ણ પળ જીવી રહ્યા છે. તેઓ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડી છે.

નીરજ પર પુરસ્કારોનો વરસાદ થયો છે. નીરજે ટ્વિટર પર પોતાની લાગણીઓ શેર કરી છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજે પ્રથમ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં (Olympics)  નીરજે 87.58 મીટરના થ્રો સાથે તેના બીજા પ્રયાસમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એથ્લેટિક્સમાં 100 થી વધુ વર્ષોમાં ભારતને આ પ્રથમ ઓલિમ્પિક મેડલ મળ્યો છે.

આ ઐતિહાસિક સફળતા પછી, નીરજ પર પૈસાનો વરસાદ શરૂ થયો. તેમના રાજ્ય હરિયાણાની સરકારે તેમને છ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને અન્ય રાજ્યોએ પણ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે.

ગોલ્ડ જીત્યા પછી કરી પહેલી ટ્વિટ

નીરજે ટ્વિટ કરીને લખ્યું- “હું હજુ પણ એ લાગણી અનુભવું છું. ભારત અને તેની બહારથી મળેલા સમર્થન અને આશીર્વાદ માટે ખૂબ-ખૂબ આભાર. જેમણે મને અહીં સુધી પહોંચાડવામાં મદદ કરી છે. આ ક્ષણ હંમેશા મારી સાથે રહેશે. નીરજે ટ્વિટમાં મેડલ સાથે તેમની તસવીર મૂકી છે, જેમાં તે ઓલિમ્પિક પોડિયમ પર ઉભા છે.

ગોલ્ડ જીત્યા બાદ નીરજે કહ્યુ ગૌરવની વાત 

23 વર્ષીય ચોપડાએ ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય. તેથી જ હું ખૂબ ખુશ છું આપણી પાસે અન્ય રમતોમાં ઓલિમ્પિકનો એક જ ગોલ્ડ છે. તેમણે કહ્યું, “એથ્લેટિક્સમાં આ અમારો પહેલો ઓલિમ્પિક મેડલ છે. તે મારા અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. ”

આ પણ વાંચો :Neeraj Chopra : ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ પર પૈસા અને ઇનામોનો વરસાદ, કેશથી લઇ ફ્રી કાર સુધીના ઇનામ

આ પણ વાંચોNeeraj Chopra પર ગોલ્ડ મેડલ જીતવાને લઇ પુરસ્કાર વરસ્યા, ધોનીની ટીમ પણ નથી રહી પાછળ, જાણો શું આપ્યુ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati