Neeraj Chopra પર ગોલ્ડ મેડલ જીતવાને લઇ પુરસ્કાર વરસ્યા, ધોનીની ટીમ પણ નથી રહી પાછળ, જાણો શું આપ્યુ
નિરજ ચોપડા (Neeraj Chopra) એ ઐતિહાસિક પ્રદર્શન ભારતીય એથલેટ તરીકે ઓલિમ્પિકમાં કર્યુ છે. જેને લઇને તેની પર ભારતમાંથી અનેક લોકો પુરસ્કાર વરસાવ્યા છે. રોકડ થી લઇને કાર સુધી તેને આપવાની ઘોષણા કરાઇ ચુકી છે. પરંતુ રમતવીરોને પ્રોત્સાહિત કરવાની અન્ય રમત ટીમોની પહેલ ખેલાડીઓને વધુ ઉંચાઇઓ અપાવશે.
ટોકયો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ભારતીય એથલેટ નિરજ ચોપરા (Neeraj Chopra) એ ઇતિહાસ સર્જી દીધો છે. બરછી ફેંકમાં નિરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાડી દીધો છે. જેને લઇને તેની પર વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. તો તેને પુરસ્કાર આપવા માટે પણ સરકારો થી લઇને અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. તેમાં હવે એક નામ ધોનીની ટીમ (Dhoni Team) નુ પણ ઉમેરાયુ છે. ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ફેન્ચાઇઝી, નિરજ ચોપરાને 1 કરોડ રોકડ નુ ઇનામ આપશે. સાથે એક ખાસ જર્સી પણ બનાવશે.
રમતના એસોસીએશન અને ફેડરેશન અત્યાર સુધી તેમના ખેલાડીઓને નવાજતા હોય છે. પરંતુ હવે રમતની ટીમો પણ એક બીજા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા લાગી છે. પ્રકારની દિશા ભારતીય રમત જગતને વધુ ઉંચે લઇ જશે. જેના થી ખેલાડીઓનો જુસ્સો પણ બેવડાશે. આવુ જ કામ ટીમ ધોનીએ કર્યુ છે. આઇપીએલમાં ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે, નિરજ ચોપરાના ઐતિહાસીક પ્રદર્શન પર જબરદસ્ત પહેલ કરી છે.
ચેન્નાઇ સુપર કિંગ્સે આ અંગેની જાણકારી ટ્વીટર દ્વારા આપી હતી. તેઓએ લખ્યુ હતુ કે, તેમની શાનદાર ઉપલબ્ધી પર પ્રશંસા અને સન્માનના પ્રતિક રુપે સીએસકે નિરજને 1 કરોડ રુપિયા પુરસ્કાર આપી રહ્યુ છે. ફ્રેન્ચાઇઝી નીરજના સન્માનમાં 8758 નંબર ધરાવતી એક વિશેષ જર્સી પણ બનાવશે. નિરજ દ્રારાર ફાઇનલમાં 87.58 મીટલનો વિશાળ થ્રો કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હચો. જે થ્રોના માપના નંબરને જર્સી પર સ્થાન અપાશે.
Anbuden saluting the golden arm of India, for the Throw of the Century!
8️⃣7⃣.5⃣8⃣ 🥇🔥 CSK honours the stellar achievement by @Neeraj_chopra1 with Rs. 1 Crore. @msdhoni Read: https://t.co/zcIyYwSQ5E#WhistleforIndia #Tokyo2020 #Olympics #WhistlePodu 🦁💛 📸: Getty Images pic.twitter.com/lVBRCz1G5m
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 7, 2021
નિરજ વ્યક્તિગત રુપે ગોલ્ડ મેડલ મેળવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સે કહ્યુ હતુ કે, આપણે ભારતીયોને નિરજ ચોપરા પર ગર્વ છે. કારણ કે, ટોક્યો ઓલિમ્પિકમાં તેમનો પ્રયાસ લાખો ભારતીયોને રમતને અપનાવાવ માટે પ્રેરણા આપશે. રમતના કોઇ પણ વિષયમાં ઉચ્ચતમ સ્તર પર હરીફાઇ કરવા અને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ થવા વિશ્વાસ પેદા કરશે.