Neeraj Chopra : ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ પર પૈસા અને ઇનામોનો વરસાદ, કેશથી લઇ ફ્રી કાર સુધીના ઇનામ
Neeraj Chopraની સફળતાની સમગ્ર દેશ, તમામ સરકારો ઉજવણી કરી રહી છે. તેમને માત્ર અભિનંદન સંદેશો આપવામાં નથી આવી રહ્યા,પરંતુ મોટા પુરસ્કારો પણ આપવામાં આવી રહ્યા છે.
ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) સફળતાનો ઝંડો ઉંચો કરનાર નીરજ ચોપરાએ (Neeraj Chopra) સમગ્ર દેશને ખુશ કરી દીધો છે. તેમની સફળતાની સમગ્ર દેશ, તમામ સરકારો ઉજવણી કરી રહી છે.તેમને માત્ર અભિનંદન સંદેશો આપવામાં નથી આવી રહ્યા,પરંતુ મોટા પુરસ્કારો પણ આપવામાં આવી રહ્યા છે. જવેલિનમાં ગોલ્ડ મેડલ મળતા જ તેમના પર પૈસાનો વરસાદ થવા લાગ્યો છે.
હરિયાણા સરકાર આપશે 6 કરોડ અને વર્ગ-1ની નોકરી
આની શરૂઆત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manoharlal Khattar) કરી હતી. નીરજની જીત બાદ તેણે જાહેરાત કરી કે આ સ્ટાર ખેલાડીને રાજ્ય સરકાર તરફથી 6 કરોડ રૂપિયા મળશે. સાથે જ વર્ગ -1 ની નોકરી પણ આપવામાં આવશે.
કેપ્ટન અમરિંદર આપશે 2 કરોડ
આ પછી, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે (Captain Amrinder Singh) પણ નીરજની જીત શ્રેષ્ઠ રીતે ઉજવી. તેમણે 2 કરોડ આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નીરજનું પંજાબ સાથે ઉંડુ જોડાણ છે, તેથી તેનું ગોલ્ડ જીતવું તમામ પંજાબીઓ માટે ગૌરવની વાત છે.
મણિપુર સરકાર આપશે 1 કરોડ
મણિપુર સરકાર પણ આપશે 1 કરોડ મણિપુર સરકારે નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મણિપુરની કેબિનેટ બેઠકમાં નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેન્નઇ સુપર કિંગ્સ પણ આપશે પુરસ્કાર
અમરિંદર બાદ આઈપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પણ નીરજ ચોપરાને એક કરોડ આપવાની જાહેરાત કરી હતી. તેમના વતી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય તરીકે આપણને બધાને નીરજ પર ગર્વ છે. CSK હવે ખાસ જર્સી નંબર 8758 પણ બનાવશે અને નીરજને અમારી તરફથી એક કરોડ રૂપિયા આપવામાં આવશે.
BCCI પણ કરશે સન્માનિત
BCCI એ પણ ટોક્યો ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને સન્માનિત કરવાની પણ જાહેરાત કરી છે. નીરજને એક કરોડ આપવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે ચાનુ, રવિ દહિયાને 50 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સિંધુ અને બજરંગ પુનિયાને પણ 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી. આ તમામ ખેલાડીઓને IPL ની ફાઇનલમાં બોલાવવામાં આવ્યા છે.
ઇન્ડિગો એક વર્ષ માટે આપશે ફ્રી ટિકિટ
પૈસા ઉપરાંત ઈન્ડિગોએ પણ નીરજ ચોપરાને ખાસ ભેટ આપી છે. કંપની દ્વારા આખા વર્ષ માટે મફત ટિકિટની જાહેરાત કરવામાં આવી છે. તેમના માટે, આ વિશેષ યોજના 8 ઓગસ્ટથી આગામી વર્ષ 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની છે.
મહિન્દ્રા ગ્રુપ આપશે XUV700
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ નીરજને મહિન્દ્રા XUV700 ભેટ આપવાની જાહેરાત કરી છે. એક ટ્વિટર યુઝરે આનંદ મહિન્દ્રાને નીરજને XUV700 આપવાનું કહ્યું, જેના પર આનંદ મહિન્દ્રા સંમત થયા. આનંદ મહિન્દ્રાએ જવાબ આપ્યો, “હા ખરેખર, આપણા ગોલ્ડન એથ્લીટને XUV700 ભેટ આપવી એ મારો અંગત સૌભાગ્ય અને સન્માન હશે.તેમણે ડાયરેક્ટરને ટેગ કરીને લખ્યુ કે કૃપયા તેમના માટે એક XUV700 તૈયાર રાખો.
બાયજુ આપશે 2 કરોડ
એડટેક કંપની બાયજુએ ભારતના સ્ટાર જેવેલિન થ્રોના ખેલાડી નીરજ ચોપરા માટે 2 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.આ સાથે, સ્ટાર્ટઅપે ટોક્યોમાં મેડલ જીતનાર અન્ય ભારતીય ખેલાડીઓ માટે 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી.
આ પણ વાંચો : Neeraj Chopra ના ગોલ્ડ પર ઝુમી ઉઠ્યા દિગ્ગજ ક્રિકેટરો, ગીત ગાયુ અને ઠુમકા પણ લગાવ્યા, જુઓ