T-20 લીગ: બેંગ્લોરના આસાન સ્કોરને પાર કરી હૈદરાબાદનો 5 વિકેટે વિજય, સાહાની 39 રનની ઈનીંગ

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેસેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે શારજાહમાં મેચ યોજાઈ. ટી-20 લીગની 52મી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યું હતું. આમ હૈદરાબાદે પ્રથમ બોલીંગ કરવાની યોજનામાં એક રીતે સફળ થઈ રહ્યું હોય એમ લાગ્યું હતું. કારણ કે બેંગ્લોરને તે બોલીંગ દ્વારા નિયંત્રણમાં રાખી શકવામાં સફળ નિવડ્યુ હતુ. 20 ઓવરના […]

T-20 લીગ: બેંગ્લોરના આસાન સ્કોરને પાર કરી હૈદરાબાદનો 5 વિકેટે વિજય, સાહાની 39 રનની ઈનીંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 31, 2020 | 11:00 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેસેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે શારજાહમાં મેચ યોજાઈ. ટી-20 લીગની 52મી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યું હતું. આમ હૈદરાબાદે પ્રથમ બોલીંગ કરવાની યોજનામાં એક રીતે સફળ થઈ રહ્યું હોય એમ લાગ્યું હતું. કારણ કે બેંગ્લોરને તે બોલીંગ દ્વારા નિયંત્રણમાં રાખી શકવામાં સફળ નિવડ્યુ હતુ. 20 ઓવરના અંતે બેંગ્લોરે 7 વિકેટ ગુમાવીને 120 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે સફળતાપુર્વક જ 14.1 ઓવરમાં જ વિજયી લક્ષ્યાંકને પાર પાડ્યુ હતુ. જોકે આ માટે હૈદરાબાદે 5 વિકેટ ગુમાવી હતી.

T20 league RCB na asaan score ne par kari SRH no 5 wicket e vijay saha ni 39 run ni ining

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હૈદરાબાદની બેટીંગ

શરુઆતમાં જ કેપ્ટન ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવતા જ હૈદરાબાદની શરુઆત સારી રહેશે કે કેમ તે મુંઝવણ હતી. પરંતુ જેમ જેમ રમત આગળ ચાલી હતી તેમ હૈદરાબાદના બેટ્સમેનોએ વિજય ગતીને જાળવવા પ્રયાસ કર્યો હતો. રિદ્ધીમાન સાહા અને મનિષ પાંડેએ 50 રનની ભાગીદારી રમત દાખવી હતી અને જીતના સ્કોર પર આગળ ટીમને વધારી હતી. મનિષ 19 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો. સાહા પણ 32 બોલમાં 39 રન કરીને આઉટ થયો હતો. કેન વિલિયમસન 08 રન જોડીને જ આઉટ થઇ ગયો હતો. જ્યારે અભિષેક શર્મા પણ આઠ રન કરીને વિકેટ ગુમાવી હતી. જેસન હોલ્ડરે 10 બોલમાં 26 ફટકારીને અંતમાં જીત માટેની રમત દર્શાવતુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે ત્રણ છગ્ગા લગાવ્યા હતા. તે અણનમ રહ્યો હતો.

બેંગ્લોરની બોલીંગ

યુઝવેન્દ્ર ચહલે ત્રણ ઓવરમાં 13 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. ટીમે લડત માટે આસાન સ્કોર આપવા છતાં પણ સારી બોલીંગ કરવાનો પ્રયાસ બેંગ્લોરના બોલરે કર્યો હતો. વોશિંગ્ટન સુંદરે ત્રણ ઓવરમાં 21 રન આપી એક વિકેટ ઝડપી હતી. નવદીપ સૈનીએ બે ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે ઈસુરુ ઉડાનાએ ત્રણ ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેંગ્લોરની બેટીંગ

ટોસ હાર્યા બાદ ક્રીઝ પર આવેલા બેંગ્લોરને જાણે કે આજે તેનો દિવસ ના હોય તેવો અહેસાસ પ્રથમ બેટીંગ કરવામાં થઈ રહ્યો હશે. બેંગ્લોરે પ્રથમ વિકેટ ઓપનર પડીકકલના સ્વરુપમાં ગુમાવી હતી. તે વખતે ટીમનો સ્કોર માત્ર 13 રન હતો, જ્યારે પડીકકલે માત્ર પાંચ જ રન ટીમ માટે જોડી શક્યો હતો.  ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન વિરાટ કોહલી પણ સાત રન જોડીને, ટીમના 28 રનના સ્કોર પર આઉટ થયો હતો. ડીવિલિયર્સ 24 રન અને વોશીંગ્ટન સુંદરે 21 રન કરીને સ્કોરને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બંને પણ વિકેટ ગુમાવી બેઠા હતા. ઓપનર જોશ ફીલીપે 32 રન કરીને વિકેટને 12 મી ઓવર સુધી ટકાવી રાખ્યા બાદ તે પેવેલીયન પરત ફર્યો હતો. એક બાદ એક વિકેટો પડવાને લઈને દબાણને લઈ ટીમનો સ્કોર ધીમો પડ્યો હતો. ક્રિસ મોરીસ ત્રણ રન અને ઈસુરુ ઉડાનાએ શુન્ય રન કરીને વિકેટો ગુમાવી હતી. ગુરુકિરત માને 15 રન કરીને અણનમ રહ્યો હતો. આમ સાત વિકેટ ગુમાવીને બેંગ્લોરના બેટ્સમેનોએ 120 રન કર્યા હતા.

હૈદરાબાદની બોલીંગ.

એકદંરે આજે હૈદરાબાદના તમામ બોલરોએ એકજુટતા ભર્યો દેખાવ કર્યો હતો. તમામ બોલરોનું દબાણ એ સરખી રીતે બેંગ્લોર પર સર્જાયાનું મેચ દરમ્યાનન જોવા મળતુ હતુ. ખાસ કરીને સંદિપ શર્મા અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ટી.નટરાજને ચાર ઓવરમાં માત્ર 11 રન જ આપીને રન આપવામાં કરસરતા ભરી બોલીંગ કરી હતી.  શાહબાજ નદીમ અને રાશિદ ખાને પણ એક એક વિકેટ ઝડપી હતી. આમ હૈદરાબાદના એકજુટ બોલીંગ આક્રમણ સામે બેંગ્લોરના બેટ્સમેન ફાવી શક્યા નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">