T-20: રાજસ્થાન સામે દિલ્હીએ 7 વિકેટ ગુમાવીને 161 રનનો સ્કોર કર્યો, ધવન અને ઐયરના અર્ધ શતક, જોફ્રા આર્ચરની 3 વિકેટ
ટી-20 લીગની 13 મી સિઝનની 30 મેચ દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે રમાઇ. મેચમાં દિલ્હી કેપીટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી. પ્રથમ ઇનીંગ્સમાં દિલ્હીની શરુઆત સારી ન હતી. પૃથ્વી શો ઇનીંગ્સના પ્રથમ બોલ પર જ આઉટ થયો. અજીંક્ય રહાણે પણ બે જ રને આઉટ થયો. બાદમાં કેપ્ટન ઐયર અને શિખર ધવને પારીને સંભાળી. ધવને […]
ટી-20 લીગની 13 મી સિઝનની 30 મેચ દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે રમાઇ. મેચમાં દિલ્હી કેપીટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી. પ્રથમ ઇનીંગ્સમાં દિલ્હીની શરુઆત સારી ન હતી. પૃથ્વી શો ઇનીંગ્સના પ્રથમ બોલ પર જ આઉટ થયો. અજીંક્ય રહાણે પણ બે જ રને આઉટ થયો. બાદમાં કેપ્ટન ઐયર અને શિખર ધવને પારીને સંભાળી. ધવને સિઝનની બીજી અર્ધ શતક ફટકારી. જ્યારે ઐયરે પણ અર્ધ શતક નોંધાવી. 20 ઓવરના અંતે દિલ્હી કેપીટલ્સે 7 વિકેટે 161 રનનો સ્કોર કર્યો.
દિલ્હીની બેટીંગ
પ્રથમ બોલે જ ક્લીન બોલ્ડ થતા પૃથ્વી શો એ દિલ્હીની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ અજીંક્ય રહાણે પણ માત્ર બે જ રન કરીને પેવેલીયન પરત ફર્યો. કેપ્ટન શ્રેયસ ઐયર અને શિખર ધવને દિલ્હીની પારીને સંભાળી. શિખર ધવને ઝડપી રમત રમી 33 બોલમાં 57 રન કર્યા . જ્યારે શ્રેયસે 43 બોલમાં 53 રન કર્યા. માર્કસ સ્ટોઇનીશ પણ 19 બોલમાં 18 રન કરીને જોફ્રા આર્ચરનો ત્રીજો શિકાર બન્યો. એલેક્સ કેરીએ 14 અને અક્ષર પટેલે સાત રન કર્યા.
રાજસ્થાન રોયલ્સ
બોલીંગની બાબતમાં રાજસ્થાનમાં દમ જોવા મળ્યો. જોફ્રા આર્ચરે ઇનીંગ્સના પ્રથમ બોલે જ મોટો ઝટકો દીલ્હીને આપ્યો. પૃથ્વીને પ્રથમ બોલે જ ક્લીન બોલ્ડ કર્યો. જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી. તેણે 4 ઓવરમાં 19 રન આપ્યા. જયદેવ ઉનડકટે ત્રણ ઓવરમાં 32 રન સાથે બે વિકેટ ઝડપી. શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી. કાર્તિક ત્યાગીએ એક વિકેટ ઝડપી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો