T-20: દિલ્હી સામે રમતા મુંબઇના સુર્યકુમાર યાદવે 100 મી મેચ રમતા ખાસ ઉપલબ્ધી હાંસલ કરી, જાણો શું છે ઉપલબ્ધી ?

દુબઇ ના મેદાન પર દિલ્હી કેપીટલ્સ સામે મુંબઇ ઇન્ડીયન્સની ક્વોલીફાઇયર વન મેચ રમાઇ રહી છે. ટી-20 લીગની 13 મી સિઝનની આ ક્વોલીફાયર મેચમાં સુર્યકુમાર યાદવે દમદાર રમત દાખવી હતી. આ રમત દરમ્યાન સુર્યકુમાર યાદવે એક ખાસ ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી હતી. સુર્યકુમાર યાદવે ટી-20 લીગના કેરીયરમાં 2000 રન પુરા કરી લીધા છે. 100 મી […]

T-20: દિલ્હી સામે રમતા મુંબઇના સુર્યકુમાર યાદવે 100 મી મેચ રમતા ખાસ ઉપલબ્ધી હાંસલ કરી, જાણો શું છે ઉપલબ્ધી ?
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 05, 2020 | 9:02 PM

દુબઇ ના મેદાન પર દિલ્હી કેપીટલ્સ સામે મુંબઇ ઇન્ડીયન્સની ક્વોલીફાઇયર વન મેચ રમાઇ રહી છે. ટી-20 લીગની 13 મી સિઝનની આ ક્વોલીફાયર મેચમાં સુર્યકુમાર યાદવે દમદાર રમત દાખવી હતી. આ રમત દરમ્યાન સુર્યકુમાર યાદવે એક ખાસ ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી હતી. સુર્યકુમાર યાદવે ટી-20 લીગના કેરીયરમાં 2000 રન પુરા કરી લીધા છે. 100 મી મેચ રમતા સુર્યકુમારે આ ખાસ ઉપલબ્ધી પોતાના નામે કરી છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

દિલ્હીની ટીમ સામે સુર્યકુમાર યાદવે ટી-20 લીગમાં પોતાની 100 મી મેચ રમતા 42 રનના આંકડાને પાર કરતા જ, ટી-20 માં તેણે 2000 રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તેનો સમાવેશ થયો હતો. આ મેચમાં સુર્યકુમાર યાદવે 38 બોલમાં 51 રન કર્યા હતા. જેમાં તેણે બે છગ્ગા પણ લગાવ્યા હતા. ક્વોલીફાયર મેચને જોતા તેની આ અર્ધશતકીય રમત દમદાર રહી છે. કારણ કે કેપ્ટન રોહીત શર્મા પોતાનુ ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. આ મેચમાં સુર્યકુમાર યાદવ નુ અર્ધશતક મુંબઇની ટીમ માટે ઉપયોગી વિશ્લેકોના મતે માનવામાં આવી રહ્યુ છે.

વર્ષ 2012 મુંબઇ ઇન્ડિયન્સ માટે ટી-20 લીગમાં ડેબ્યુ કરનારા સુર્યકુમાર યાદવે અત્યાર સુધી 99 મેચ રમી હતી. ગુરુવારે ટી-20 લીગની પ્રથમ ક્વોલીફાયર મેચ તેના માટે 100 મી મેચ હતી. અગાઉની 99 મેચની વાત કરવામાં આવે તો 30 થી વધુ ની સરેરાશ થી 84 ઇનીંગમાં 19 વાર અણનમ રહ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 135 થી વધારેનો રહ્યો છે. જ્યારે દશ વખત તો તે અર્ધશતક થી પાર પહોંચ્યો છે. ટી-20 લીગના કેરીયરમાં તેણે 214 ચોગ્ગા પણ 99 મેચ દરમ્યાન લગાવ્યા હતા. તેમજ 55 છગ્ગા પણ તેના બેટ થી ફટકાર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">