Tokyo Olympics 2020: લવલીનાનો બ્રોન્ઝ મેડલ પાક્કો, કવાર્ટર ફાઈનલમાં ચીન ચેનને હરાવી

આસામની 23 વર્ષીય લવલીનાએ મંગળવારે કુકુગીકન એરેના ખાતે રમાયેલી છેલ્લી -16 રાઉન્ડની મેચમાં તેના કરતા 12 વર્ષ મોટી જર્મનીની નેદિન એપેટને 3-2થી હરાવી હતી.

Tokyo Olympics 2020: લવલીનાનો બ્રોન્ઝ મેડલ પાક્કો, કવાર્ટર ફાઈનલમાં ચીન ચેનને હરાવી
Lovlina Borgohain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 10:34 AM

Tokyo Olympics 2020: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને (Lovlina Borgohain) ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેને 69 કિલો વેઇટ કેટેગરીમાં ચાઇનીઝ તાઇપેઇને હરાવીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. આ સાથે તેણે પોતાનો બ્રોન્ઝ મેડલ પણ નક્કી કરી લીધો છે. લવલિનાને અંદાજો આવી ગયો હતો કે તે મેચ જીતી ગઈ હતી. તેની ખુશી દેખાઈ રહી હતી . તે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ત્રીજી ભારતીય બોક્સર છે.

વિજેન્દર સિંહે 2012 લંડન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, મેરી કોમે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ રાઉન્ડમાં, લવલિનાએ 3-2થી જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં ચાઈનીઝ તાઈપેઈના બોક્સરઇ વાપસી જણાતી હતી.

બીજા રાઉન્ડમાં લવલીનાનું પ્રદર્શન જો કે, લવલીનાએ તેની ઊંચાઈનો સારો લાભ લેવાનો પ્રયાસ કર્યો. તેણે સતત પંચ કરવાનો પ્રયાસ કર્યો. પણ ચાઈનીઝ તાઈપેઈનો દમ વધુ આક્રમક જણાતો હતો. આસામની 23 વર્ષીય લવલીનાએ મંગળવારે કુકુગીકન એરેના ખાતે રમાયેલી છેલ્લી -16 રાઉન્ડની મેચમાં તેના કરતા 12 વર્ષ મોટી જર્મનીની નેદિન એપેટને 3-2થી હરાવી હતી. બ્લુ કોર્નર પર રમેલી લોવલિનાએ પાંચ જજોના અનુક્રમે 28, 29, 30, 30, 27 પોઇન્ટ મેળવ્યા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નિએન ચિન ચેન સાથે તેની સ્પર્ધા અઘરી હોવાની ધારણા હતી. તે વર્લ્ડ ચેમ્પિયન છે અને વર્તમાન રમતોમાં તે ચોથા નંબર પર હતી. આ મેચમાં જીતવાથી લવલિનાના મેડલની ખાતરી થઈ. ચેન 2019 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા છે. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીની એન્જેલા કારિનીને 3-2થી હરાવી હતી.

આ પણ વાંચો:  Tokyo Olympics 2020: દિપીકા કુમારીને ક્વાર્ટર ફાઈનલમાં મોટો પડકાર, 2 ગોલ્ડ જીતેલી કોરિયાઈ આર્ચરનો કરશે સામનો

આ પણ વાંચો:Tokyo Olympics 2020: ભારતના અવિનાશે 300 મી સ્ટીપલ ચેઝ રેસમાં તોડ્યો નેશનલ રેકોર્ડ, ફાઇનલ ચૂક્યા

g clip-path="url(#clip0_868_265)">