સાનિયા મિર્ઝા ફરી કરશે લગ્ન ? ડિવોર્સ બાદ બીજા લગ્નને લઈ ખુલીને વાત કરી

સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે તલાક લીધા બાદ પેહલી વખત પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈ વાત કરી હતી. તેમણે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલશોમાં બીજી વખત લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો છે.

સાનિયા મિર્ઝા ફરી કરશે લગ્ન ? ડિવોર્સ બાદ  બીજા લગ્નને લઈ ખુલીને વાત કરી
Follow Us:
| Updated on: Jun 07, 2024 | 2:18 PM

પૂર્વ ટેનિસ ખેલાડી સાનિય મિર્ઝાએ હાલમાં નેટફ્લિક્સના કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માના શોમાં પહોંચી હતી. જ્યાં તેમણે પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે ડિવોર્સ થયા બાદ પહેલી વખત સાનિયાએ આ વિશે વાત કરી હતી.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના તલાકની અફવાઓ તો લાંબા સમયથી ઉડી રહી છે. આ વર્ષ 20 જાન્યુઆરીના રોજ શોએબે પોતાના ત્રીજા લગ્નના ફોટો શેર કર્યા હતા. તેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. તેમણે મશહુર પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની પત્ની બનાવી છે. આ સાથે સાનિયા અને શોએબના સંબંધમાં તિરાડ પડી હોવાની પુષ્ટિ થઈ ચુકી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સાનિયા મિર્ઝાએ તલાક બાદ રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં આ વખતે ચાહકોને સ્પોર્ટસ સ્પેશિયલ એપિસોડ જોવા મળશે. આ વખતે કપિલ શર્માના શોમાં સાનિયા મિર્ઝા, મેરી કોમ, સાઈના નહેવાલ જેવા સ્ટાર કોમેડીમાં તડકા લગાવતા જોવા મળ્યા હાત. જેમણે અનેક વખત દેશનું નામ રોશન કર્યું છે. નેટફ્લિકસે હાલમાં આ એપિસોડનો એક પ્રોમો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પ્રોમોમાં હોસ્ટ કપિલ શર્મા જ્યારે સાનિયા મિર્ઝાને કહે છે કે, તે એક મોટા સુપરસ્ટારની બાયોપિકમાં રોલ નિભાવવા માંગે છે. તો ટેનિસ સ્ટાર કહે છે પહેલા મને કોઈ લવ ઈન્ટરેસ્ટ શોધવો પડશે. આ સાંભળીને ત્યાં હાજર સ્ટાર અને ચાહકો હસતા જોવા મળ્યા છે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે 2010માં તમામ લોકોના મરજી વિરુદ્ધ જઈ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. 2018માં પૂર્વ ટેનિસ ખેલાડીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેનું નામ ઈઝહાન મલિક રાખ્યું છે.  લગ્નના અંદાજે 14 વર્ષ થઈ ચુક્યા બાદ સાનિયા અને શોએબના તલાક થયા છે. બંન્ને ક્યાં કારણોસર આ સંબંધો તુટ્યા છે તેને લઈ ખુલાસો કર્યો નથી.

આ પણ વાંચો : મહેસૂલ વિભાગમાં કામ કરતા હતા પિતા, દિકરો આજે બોલિવુડની એક ફિલ્મ માટે લે છે 5 થી 6 કરોડ રુપિયા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">