Cheteshwar Pujara ના સ્થાને ટીમ ઇન્ડિયામાં કોને સ્થાન મળવું જોઈએ ? પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને જણાવ્યું આ યુવા બેટ્સમેનનું નામ

TV9 GUJARATI

|

Updated on: Aug 15, 2021 | 3:15 PM

ચેતેશ્વર પૂજારાનું ફોર્મ અત્યારે બરાબર ચાલી રહ્યું નથી અને તે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રન બનાવી શક્યો ન હતો અને બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો.

Cheteshwar Pujara ના સ્થાને ટીમ ઇન્ડિયામાં કોને સ્થાન મળવું જોઈએ ? પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને જણાવ્યું આ યુવા બેટ્સમેનનું નામ
cheteshwar pujaraના સ્થાને ટીમ ઇન્ડિયામાં કોને સ્થાન મળવું જોઈએ

Follow us on

Cheteshwar Pujara : વિરાટ કોહલી (Virat Kholi)ની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test Team)ની દિવાલ કહેવાતા ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) હાલમાં ટીકાકારોના નિશાના પર છે. કારણ કે તેનું બેટ રન બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ જમણા હાથના બેટ્સમેનનું ફોર્મ પણ ભારત માટે ચિંતાનો વિષય રહ્યો છે.

2018 થી પૂજારાની 31 ની સરેરાશ તેની કારકિર્દીની 45 ની સરેરાશ કરતા ઘણી ઓછી છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ તેના બેટમાંથી રન આવ્યા નથી. તેણે અત્યાર સુધી રમેલી ત્રણ ઇનિંગ્સમાં ચાર, અણનમ 12 અને નવ રન બનાવ્યા છે. મોટી સમસ્યા એ છે કે, તેઓ એ જ રીતે બહાર નીકળે છે. આ સ્થિતિમાં પુજારા માટે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું પણ મુશ્કેલ છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે (Salman Butt) પૂજારાના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેના વિકલ્પ વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. બટ્ટે મુજબ, સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) પુજારાની જગ્યાએ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકે છે. બટ્ટે પોતાની યુટ્યુબ ચેનલ  (YouTube Channel) પર કહ્યું, પૂજારા અત્યારે સંઘર્ષ કરી રહ્યો છે.

ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ પણ મુશ્કેલ છે. જો ભારત ઇચ્છે તો તે સૂર્યકુમારને તક આપી શકે છે. વિરાટ કોહલી શું ઇચ્છે છે, કોચ શું ઇચ્છે છે તેના પર નિર્ભર છે.

જોકે, બટ્ટે કહ્યું છે કે, આ સમયે પૂજારાને હટાવવો યોગ્ય નથી તેણે કહ્યું, “જોકે, અત્યાર સુધી ત્રણ ઇનિંગ રમી છે. તેમના માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય હશે. પૂજારા એક ખૂબ જ વિશ્વસનીય ખેલાડી છે અને તેણે ભૂતકાળમાં પણ આ પરિસ્થિતિઓમાં સારું કામ કર્યું છે.

સૂર્યકુમાર તાજેતરમાં જ ટીમ સાથે જોડાયો છે

સૂર્યકુમાર શ્રીલંકામાં ભારતની મર્યાદિત ઓવરોની ટીમનો ભાગ હતો, પરંતુ ઈંગ્લેન્ડમાં ઓપનર શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને અવેશ ખાનને ઈજા થયા બાદ BCCI એ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ શનિવારે તેમના ક્વોરનટાઈન સમય પૂર્ણ કર્યો છે અને લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટીમ સાથે જોડાયા છે.

આ પણ વાંચો : Ms Dhoni : ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ખેલાડીના નિવૃત્તિનું એક વર્ષ પૂર્ણ, 15 ઓગસ્ટે ક્રિકેટ છોડ્યું

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati