પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા છે. પાકિસ્તાનની 17 વર્ષની ટેનિસ ખેલાડી ઝૈનબ અલી નકવીનું અવસાન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ખેલાડીને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝૈનબ ઈસ્લામાબાદમાં ચાલી રહેલી આઈટીએફ જુનિયર ટૂર્નામેન્ટમાં રમી રહી હતી. તે કરાચીથી ઈસ્લામાબાદ તેની દાદીને ત્યાં ગઈ હતી.
મંગળવારે તેની મેચ પછી ઝૈનબ સ્વિમિંગ માટે ગઈ અને પછી તે તેની દાદીના ઘરે આવી. આ પછી ઝૈનબ લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવી. પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોઈ હલચલ જણાતી ન હોવાથી દરવાજો તોડવો પડ્યો. અહેવાલો અનુસાર, ઝૈનબ બેભાન અવસ્થામાં પડી હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
JUST IN: Zainab Ali Naqvi, tennis player from #Karachi, passed away in #Islamabad.
The 23-year-old was in the capital for an #ITF tournament.
As per sources, Zainab went to take a bath after a match and was later found lifeless. #SamaaTV @HuzaifaKhan021… pic.twitter.com/u67w1T4niv
— SAMAA TV (@SAMAATV) February 13, 2024
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની ટેનિસ ખેલાડીનું આટલી નાની ઉંમરમાં મોત થયું હોય. આ પહેલા પાકિસ્તાનના ડેવિડ કપ પ્લેયર રાશિદ મલિકના પુત્રનું પણ નાની ઉંમરમાં અવસાન થયું હતું. હવે ઝૈનબ સાથે આવું બન્યું છે. ઝૈનબના પિતાએ જણાવ્યું કે ઝૈનબ રાફેલ નડાલ અને રોજર ફેડરરની ફેન હતી, તેને મારિયા શારાપોવાની રમત પણ પસંદ હતી. તે મોટા લેવલની ખેલાડી બનવા માંગતી હતી પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું.
આ પણ વાંચો: દુનિયા જેને GOAT કહે છે તેને વર્લ્ડ કપની ટીમમાંથી હટાવવાની તૈયારી!