મુંબઈએ વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ 42મી વખત જીતી લીધો છે. મુંબઈની ટીમ રણજી ટ્રોફી ઈતિહાસનો રેકોર્ડ હતો તે 48મી વખત ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી.હવે મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી 2023-24નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ફાઈનલ મેચ રમાઈ હતી. મુંબઈએ વિદર્ભને 169 રનથી હાર આપી છે.
538 રનના ટાર્ગેટનો પીછો કરતા વિદર્ભે બીજી ઈનિગ્સમાં 418 રન જ બનાવી શકી હતી. મુંબઈએ રેકોર્ડ કરી 42મી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે. તો વિદર્ભનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું અધુરું રહ્યું છે.મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત 2015-16ની સીઝનમાં સૌરાષ્ટ્રને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી.
Dhawal Kulkarni takes the final wicket as they beat Vidarbha by 169 runs in the @IDFCFIRSTBank #RanjiTrophy #Final in Mumbai
Brilliant performance from the Ajinkya Rahane-led side
Scorecard ▶️ https://t.co/k7JhkLhgT5 pic.twitter.com/Iu458SZF2F
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024
તમને જણાવી દઈએ કે, ધવલ કુલકર્ણીની આ છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ હતી. ધવલે વિદર્ભની છેલ્લી વિકેટ લઈ પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરનો અંત કર્યો હતો. તેમણે ઉમેશ યાદવને બોલ્ડ કર્યો અને મુંબઈને રણજી ટ્રોફી ખિતાબ જીતાડ્યો હતો.
રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈ પાસેથી મળેલા મોટા લક્ષ્યનો પીછો કરતા વિદર્ભની ટીમ પોતાની બીજી ઈનિગ્સમાં 368 રન બનાવી શકી અને જીતના લક્ષ્યથી 169 રનથી દુર રહી, મુંબઈ તરફથી બીજી ઈનિગ્સમાં સૌથી વધુ 4 વિકેટ તનુશ કોટિયાને લીધી હતી. વિદર્ભ માટે એ વાડકરે સદી ફટકારી હતી. આ સિવાય કરુણ નાયર અને હર્ષ દુબેએ અડધી સદી ફટકારી પરંતુ તે ટીમને જીત અપાવવામાં સફળ રહી ન હતી.
આ પણ વાંચો : સર્જરીના 15 દિવસ બાદ મોહમ્મદ શમીએ શેર કર્યા ફોટો, કહ્યું ટાંકા તુટી ગયા છે, જુઓ ફોટો
Published On - 1:36 pm, Thu, 14 March 24