પુલવામા અટેકની અસર વર્લ્ડ કપમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ પર પણ પડી શકે છે !
30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થતી ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની સાથે ના રમે તેવી વાતો થઈ રહી છે. BCCI 16 જુને માન્ચેસ્ટરમાં યોજાનાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે રમવાનો ઈનકાર કરી શકે છે. TV9 Gujarati જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આંતકી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી દેશભરમાં ખુબ જ નારાજગી છે. આ હુમલા પછી ભારત સરકારે ઘણાં […]
30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થતી ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની સાથે ના રમે તેવી વાતો થઈ રહી છે. BCCI 16 જુને માન્ચેસ્ટરમાં યોજાનાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે રમવાનો ઈનકાર કરી શકે છે.
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આંતકી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી દેશભરમાં ખુબ જ નારાજગી છે. આ હુમલા પછી ભારત સરકારે ઘણાં આક્રમક પગલા લીધા છે.પાકિસ્તાનની સાથે ના રમવાની વાતની શરૂઆત ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા(CCI)એ પુલવામામાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો ફોટો ઢાંકી દીધો છે. ત્યારે મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાંથી પાકિસ્તાની ક્રિકેટરોના ફોટો હટાવી લીધા છે.
આ પણ વાંચો : 2019 ના વર્લ્ડ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ લેશે આ ક્રિકેટર
2019 વર્લ્ડ કપ શરૂ થવામાં હજી થોડાં મહીના બાકી છે ત્યારે શું ભારત આ ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની વિરૂધ્ધ મેચ રમવાથી ના પાડી શકે છે? આ સંભવ છે પણ સીધા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને પોઈન્ટ મળી જશે અને તેની અસર ભારતની હાર-જીત પર પડી શકે છે. જ્યારે ICC ભારતીય ટીમને દંડ પણ કરી શકે છે અને ભારતીય ટીમ પર બેન પણ લાગી શકે છે.
શું ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડના માર્ગે જશે ભારત?
ભારત, શ્રીલંકા અને પાકિસ્તાનની સંયુકત હોસ્ટિંગથી 1996માં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝે સુરક્ષાના કારણોથી શ્રીલંકાની વિરૂધ્ધ તેમની ધરતી પર જ મેચ રમવાની ના પાડી હતી. આ બંને દેશોએ ના રમવાના કારણે શ્રીલંકાને પોઈન્ટ મળી ગયા અને તે કોઈપણ મુશ્કેલી વગર ક્વાર્ટર-ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે તેમને પાકિસ્તાનમાં રમાયેલ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2003 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમે સુરક્ષાના કારણથી ઝિમ્બાબ્વેની વિરૂધ્ધ રમવાની ના પાડી હતી. તે વર્લ્ડ કપનું આયોજન સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ કર્યું હતું. ઈંગ્લેન્ડે ના પાડતા ICCએ નારાજગી વ્યકત કરી હતી અને ઝિમ્બાબ્વેને પોઈન્ટ આપી દીધા હતા. 1983 અને 2011ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આગામી વર્લ્ડ કપની શરૂઆત 5 જુનથી સાઉથ આફ્રિકાની વિરૂધ્ધ રમીને કરશે.
26/11ના હુમલા પછી ભારતે પાકિસ્તાનની સાથે બધા જ સંબંધ તોડી નાખ્યા છે અને બંને દેશોની વચ્ચે ક્રિકેટના સંબંધ સારા છે. જ્યારે ઉરી હુમલામાં 18 જવાનો શહીદ થવાથી સંબંધ વધારે બગડયો હતો. હાલમાં પુલવામા હુમલાથી બંને દેશોના ક્રિકેટ સંબંધની શકયતા લગભગ પુરી કરી દીધી છે.
[yop_poll id=1576]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]