Paris Olympics 2024 : સ્વપ્નિલ કુસલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
Paris Olympics 2024 : વધુ એક ભારતીય શૂટરે ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપિનલ કુસલેએ 451.4 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વિશ્વના નંબર 1 શૂટરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતના સ્વપ્નિલ કુસલે ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા. સ્વપ્નિલે કુલ 451.4 પોઈન્ટ મેળવ્યા છે.
12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો
વધુ એક ભારતીય શૂટરે ઓલિમ્પિકમાં ત્રિરંગો લહેરાવ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નિલ કુસલેની આ જીત ઐતિહાસિક છે કારણ કે તે આ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. કોલ્હાપુરના આ 29 વર્ષના શૂટર માટે આ પ્રથમ ઓલિમ્પિક છે.આ ખેલાડી 12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને જ્યારે તેને પેરિસમાં તક મળી ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો.
‘ ! A historic achievement for Swapnil Kusale as he wins India’s first-ever medal in the 50m Rifle 3 Positions shooting event at the Olympics.
Here’s a look at India’s shooting medallists in the Olympics over the years.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024
સ્વપ્નિલ કુસલેઈતિહાસ રચ્યો
સ્વપ્નિલ કુસલેએ 451.4 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વિશ્વના નંબર 1 શૂટરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર સ્વપ્નિલ કુસલે માત્ર 7મો શૂટર છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે અત્યાર સુધીમાં ત્રણ શૂટર્સે મેડલ જીત્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેની સાથે સરબજોતે પણ મેડલ જીત્યો હતો. હવે સ્વપ્નીલે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ઓલિમ્પિકમાં મેડલ જીતનારા શૂટર્સ
- શૂટિંગમાં ભારતનો પહેલો મેડલ એથેન્સ ઓલિમ્પિક 2004માં રાજ્યવર્ધન સિંહ રાઠોડે જીત્યો હતો. તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
- અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.
- લંડન ઓલિમ્પિક 2012માં વિજય કુમારે સિલ્વર મેડલ અને ગગન નારંગે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
- પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર 2 મેડલ, મનુ ભાકર સાથે સરબજોત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે આ લિસ્ટમાં સ્વપ્નિલનું નામ પણ જોડાઈ ગયું છે.