Paris olympics Breaking : બલરાજે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો , ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય
પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના બલરાજ પંવાર મોનાકો રિપેચેજ રાઉન્ડમાં બીજા સ્થાને રહ્યો હતો.બલરાજ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે.
રોઇંગમાં બલરાજ પંવારે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. રોઇંગમાં બલરાજ પંવાર પુરુષોની સિંગલ સ્કલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. બલરાજ આ ઓલિમ્પિક ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય છે. બલરાજ હવે મંગળવાર (30 જુલાઈ)ના રોજ મેન્સ સિંગલ સ્કલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં રમશે. બલરાજે રેપેચેજ રેસમાં 7:12.41ના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું હતું.બલરાજ આ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો બલરાજ
ભારતના બલરાજ પંવાર રેપેચેજ રાઉન્ડમાં મોનાકોના ક્વેન્ટિન એન્ટોગનેલીને પાછળ છોડીને બીજા સ્થાને રહ્યો હતો.બલરાજ પંવારે 07:12.41ના સમય સાથે રિપેચેજ રાઉન્ડમાં ટોપના બેમાં સ્થાન મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તેણે પ્રથમ 1000 મીટર 03:33.94માં પૂર્ણ કર્યું હતુ.
બલરાજ પંવાર હવે મંગળવારે મેન્સ સિંગલ સ્કલ્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે.
#TOPSchemeAthlete and star rower @balraj_rowing finishes 4th with a timing of 07:07.11 on Day 1 of #ParisOlympics2024 in Men’s Single Sculls Heats.
He progresses to the Repechage round scheduled tomorrow 1:05 PM IST onwards.
Let’s #Cheer4Bharat and let’s support Balraj pic.twitter.com/rWVHOzxJV0
— SAI Media (@Media_SAI) July 27, 2024
દેશને ગોલ્ડ મેડલ જીતાડશે
બલરાજ પંવાર પાસે કોઈપણ ઓલિમ્પિક રોઈંગ ઈવેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રેકોર્ડ કરવાની તક હશે. ગયા વર્ષે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં પંવાર ફાઇનલ Aમાં ચોથા સ્થાને રહ્યો હતો. બલરાજની માતા કમલાએ શનિવારે કહ્યું હતુ કે, તેને વિશ્વાસ છે કે, તેનો દિકરો ઓલિમ્પિકની ફાઈનલ મેચ માટે ક્વોલિફાય કરશે, દેશને ગોલ્ડ મેડલ જીતાડશે. માતા-બહેન અને પતિએ કહ્યું ગોલ્ડ મેડલ જીતી બલરાજ દેશ અને જિલ્લાનું નામ રોશન કરશે.
Rowing to the Top! ♂️
Balraj Panwar advances to the Quarterfinals of Men’s Singles Sculls with a stellar 7:12.41 in the Repechage! #Paris2024 #OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Cheer4Bharat pic.twitter.com/V9IvxPR5tK
— JioCinema (@JioCinema) July 28, 2024
બલરાજે કહ્યું કે, તે પોતાના લક્ષ્ય મેળવવા માટે રોજ 30 કિલોમીટર રોઈંગની પ્રેક્ટિસ કરતો હતો આ પહેલા તે વોર્મ અપ માટે જીમમાં જતો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો
બલરાજ પંવારનો જન્મ 2000ના રોજ થયો હતો. તે એક ભારતીય રોવર છે. તે પુરુષોની સિંગલ સ્કલ્સમાં ભાગ લે છે. તે પેરિસમાં 2024 સમર ઓલિમ્પિક્સ માટે પુરુષોની સિંગલ સ્કલ્સમાં ક્વોલિફાય થયો છે, આજે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો છે.