બોક્સર મેરી કોમ (Mary Kom) ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં મહિલાઓની 51 કીલોગ્રામની કેટગરીમાંથી બહાર થઇ ચુકી છે. કોલંબીયાની ઇનગ્રીટ વેલેંસિયા એ અંતિમ-16 ની મેચમાં તેને 3-2 થી હરાવી દીધી હતી. મેરી કોમ ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનુ ચુકી ગઇ હતી. આ તેનો અંતિમ ઓલિમ્પિક હતો.
આ હાર સાથે જ મેરીકોમનો ઓલિમ્પિક રમતોમાં સફર સમાપ્ત થઇ ગઇ છે. સાથે જ ભારતના મેડલની એક મોટી અપેક્ષા સમાપ્ત થઇ ગઇ છે. 38 વર્ષની મેરી કોમ છ વારની વિશ્વ ચેમ્પિયન રહી ચુકી છે. ભારતની સૌથી મોટી મહિલા બોક્સર છે.
પ્રથમ રાઉન્ડમાં બંને બોક્સરો બરાબરી પર જોવા મળી હતી. તેણે કેટલાક પંચ લેન્ડ કરવામાં સફળ રહી હતી. જોકે નિર્ણય ઇનગ્રીટના પક્ષમાં ગયો હતો. 5 માંથી 4 જજો એ તેને 10-10 અને મેરીને 9-9 પોઇન્ટ આપ્યા હતા. ફક્ત એક જ જજે મેરી કોમને મજબૂત માની હતી.
જોકે બીજા રાઉન્ડમાં મેરી જોરદાર પરત ફરી હતી. કેટલાક શાનદાર પંચ જમાવીને વિરોધી બોક્સરને બેકફુટ પર ધકેલી દીધી હતી. બીજા રાઉન્ડમાં ભારતીય દિગ્ગજના પક્ષમાં નિર્ણય ગયો હતો. જોકે આ સ્લ્પિટ ડિસીઝન હતો. જેમાં 3 જજો એ મેરીને શ્રેષ્ઠ માની હતી. જ્યારે બે ઇનગ્રીટ વેલંસિયાના પક્ષમાં નિર્ણય કર્યો હતો.
કોલંબિયાની ઇનગ્રીટ વેલિંસિયા એ રિયો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યો હતો. જેમાં મેરી કોમ એ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. જે બોક્સિંગમાં ઓલિમ્પિક મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા એથલેટ છે.
મેરી કોમ અને ઇનગ્રીટ વચ્ચે અંતિમની ટક્કર 2019 ની વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપમાં થઇ હતી. તે સમયે બંને દિગ્ગત ખેલાડી ક્વાર્ટર ફાઇનલમાં એક બીજાથી ટકરાઇ હતી અને 6 વારની વિશ્વ ચેમ્પિયન મેરી કોમ એ એક તરફી અંદાજમાં ઇનગ્રીટને 5-0 થી હરાવી હતી.