Tokyo Olympics: ઓલિમ્પિક રમતોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પાબંધી લગાવાઈ, કોરોના વાયરસને લઈ લેવાયો નિર્ણય

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) રમતોની શરુઆત પહેલા જાપાનમાં ઈમરજન્સી જાહેર કરી દેવાઈ, જે રમતોના સમાપન સુધી ઘોષીત કરવામાં આવી.

Tokyo Olympics: ઓલિમ્પિક રમતોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પાબંધી લગાવાઈ, કોરોના વાયરસને લઈ લેવાયો નિર્ણય
Tokyo Olympics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:20 PM

કોરોના વાયરસ (Corona virus)ને લઈને જાપાનના ટોક્યોમાં આયોજીત ઓલિમ્પિક (Tokyo Olympics) રમતો પ્રેક્ષકોની ગેરહાજરીમાં યોજાશે. આયોજકોએ આ અંગેનો નિર્ણય કર્યો છે. કોરોનાના પ્રમાણને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાપાન (Japan)ના ઓલિમ્પિક પ્રધાન તમાયો મારુકાવાએ આ નિર્ણય અંગે બતાવ્યુ હતુ. ટોક્યો ઓલિમ્પિક 2020ના પ્રેસિડેન્ટ સિકો હાશિમોતોએ કહ્યું હતુ કે આ રમતોને આ પ્રકારે આયોજન કરવાને લઈને દિલગીરી વ્યક્ત કરી હતી. સાથે જ ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોની માફી માંગી હતી.

જાપાન સરકાર, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને જાપાન ઓલિમ્પિક સમિતિએ પ્રેક્ષકોને લઈને નિર્ણય કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ જાપાનમાં કોરોના વાયરસને લઈને ટોક્યો ઓલિમ્પિકથી બે સપ્તાહ પહેલા ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. જે માટે કહેવાયુ છે કે આ બધુ જ રમતોને સુરક્ષિત આયોજન કરવાને લઈને કરવામાં આવી રહ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ઓલિમ્પિક દરમ્યાન કોરોના સંક્રમણ દર વધવાની આશંકાથી જાપાનમાં રમતોના સમાપન સુધી આપાતકાળ ઘોષિત કરવામાં આવી છે. વિશેષજ્ઞો સાથે ગુરુવારે સવારે થયેલી બેઠકમાં સરકારી અધિકારીઓએ આગામી સોમવારથી 22 ઓગસ્ટ સુધી જાપાનમાં આપાતકાળ લાગુ કરવા માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

જે મુજબ હવે સોમવારથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. એમ જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા (PM Yoshihide Suga)એ 8 જૂલાઈએ ઘોષણા કરી છે. મહામારીને લઈને એક વર્ષ ટાળવામાં આવેલ ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાનાર છે.

7 જૂલાઈએ કોરોના સંક્રમણના પ્રમાણની સ્થિતી જોવામાં આવે તો 920 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. એટલે કે ઓલિમ્પિક શરુ થવાના 2 સપ્તાહ પહેલા આ પ્રમાણ નોંધવામાં આવ્યુ છે. જે મે માસ બાદ એક દિવસમાં જણાઈ આવેલા કેસોના પ્રમાણનો રેકોર્ડ છે. વડાપ્રધાન સુગાએ કોરોના વાયરસના ઉપાયોથી લઈને તેમના પ્રમુખ અને મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. સુગાએ કહ્યું હતુ કે ટોક્યોમાં નવા કેસોને રોકવાને માટે પોતાના તરફથી શક્ય તમામ પ્રયાસ કરવામાં આવશે.

ટોક્યોમાં કોરોનાનું પ્રમાણ વધારે

આ પહેલા વડાપ્રધાન સુગાએ કહ્યું હતુ, દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના ઘણા કેસ મળ્યા છે. એવામાં ટોક્યોને સંક્રમણની લહેરનું કેન્દ્ર બનવાથી રોકવાની જરુર છે. ટોક્યોમાં આ સમયે આકરા પ્રોટોકોલ લાગુ નથી કરવામાં આવ્યા. બાર અને રેસ્ટોરન્ટ ખોલવાનો સમય ઘટાડવાથી પણ કોરોના સંક્રમણ રોકી શકાયુ નથી. આઈઓસી અધ્યક્ષ થોમસ બાકને ગુરુવારે ટોક્યો પહોંચનારા હતા. જોકે તેઓ ટોક્યોમાં ત્રણ દિવસ માટે હોટલમાં ક્વોરન્ટાઈન રહેશે. કોરોના મહામારી શરુ થવાના બાદથી જાપાનમાં આ ચોથીવાર ઈમરજન્સી લાગુ થશે.

ઓલિમ્પિક રિલે પણ સમાપ્ત કરાઈ

કોરોના મહામારીને લઈ તોળાઈ રહેલા સંકટને પગલે સાર્વનજનિક સ્થળો પર ઓલિમ્પિક ટાર્ચ રિલેને પણ સમાપ્ત કરી દેવામાં આવી છે. ટોક્યોમાં પાછળના કેટલાક દિવસોમાં કોરોના વાયરસના પ્રમાણમાં ભારે ફરક જોવા મળ્યો છે.

ઓલિમ્પિક રમતોમાં કોરોના વાયરસથી પ્રભાવિત થવાથી સુરક્ષિત રાખવા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ટોર્ચ રેલીને સાર્વજનિક સ્થળો પર સમાપ્ત કરવાની ઘોષણા કરી હતી. જાપાન સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે હવે ટોક્યોના આગવા ફ્લેમ લાઈટીંગ સમારોહમાં ટોર્ચ રેલીથી જોડાયેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકન બોર્ડને આર્થિક રીતે ફળશે ભારત સામેની શ્રેણી, જાણો કેટલા કરોડની થશે કમાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">