MLB Anderson-Ramirez Brawl: અમેરિકાની બેઝબોલ લીગની મેચ બની બોક્સિંગ મેચ, જુઓ Video
અમેરિકાની બેઝબોલ લીગની મેચમાં બે ખેલાડીઓ વચ્ચે મારામારી થઇ હતી. શનિવારે બેઝબોલની મેચમાં ક્લિવલેન્ડ ગાર્ડીયન્સ અને શિકાગો વ્હાઇટ સોક્સની ટીમની ટક્કર થઇ હતી. આ મેચ દરમિયાન ગરમાગરમી થઇ હતી અને બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોક્સિંગ મેચ શરૂ થઇ ગઇ હતી.

અમેરિકાની બેઝબોલ લીગ મેચમાં સ્ટાર ઇનફિલ્ડર જોસે રામીરેઝ (Jose Ramirez) અને ટીમ એન્ડરસનને (Tim Anderson) મેચમાંથી ઇજેક્ટ કરવામાં આવ્યા હતા. બેઝબોલની મેચની છઠ્ઠી ઇનિંગ દરમિયાન શનિવારે ક્લિવલેન્ડ ગાર્ડિયન્સ અને શિકાગો વ્હાઇટ સોક્સના ખેલાડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, તે બાદ બંને વચ્ચે મારામારી થઇ હતી અને તે બંનેને મેચમાંથી ઇજેક્ટ એટલે કે મેચમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડમાં સેકન્ડ બેઝ પર આ ઝઘડો થયો હતો.
રામીરેઝ અને એન્ડરસન વચ્ચે સેકેન્ડ બેઝ પર લડાઇ
રામીરેઝ રન લેવા દરમિયાન સેક્ન્ડ બેઝ પર પહોંચવા માટે ડાઇવ લગાવી હતી અને ટીમ એન્ડરસનના બંને પગ વચ્ચે પહોંચી ગયો હતો. આ રન સાથે વ્હાઇટ સોક્સની સરસાઇ 5-1 રહી ગઇ હતી. રામીરેઝે સેકન્ડ બેઝના બેગને સ્પર્શ કર્યો હતો અને સ્લાઇડ મારી એન્ડરસન પાસે પહોંચી ગયો હતો. રામીરેઝે મદદ માટે હાથ લંબાવ્યો હતો પણ એન્ડરસને તેની મદદ કરી ન હતી. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
બંને ખેલાડીઓ સંતુલન બનાવ્યા બાદ ઉગ્ર બોલાચાલીમાં જોડાયા હતા અને તે બાદ બોક્સિંગ ખેલાડીઓની જેમ રિંગમાં હોય તેમ પોઝીશન લઇને ફાઇટ ચાલુ કરી દીધી હતી. અમ્પાયર મલાચી મૂરે બંને ખેલાડીઓ વચ્ચે આવ્યા હતો પણ અન્ય ખેલાડીઓ પણ ફાઇટમાં જોડાયા હતા.
જુઓ વીડિયો
Jose Ramirez and Tim Anderson broke out into a fist fight and madness struck in Cleveland pic.twitter.com/XhdUEsXrD8
— Talkin’ Baseball (@TalkinBaseball_) August 6, 2023
બંને ટીમની બેન્ચના ખેલાડીઓ ફાઇટમાં જોડાયા
આ ફાઇટમાં બંને ટીમની બેન્ચના ખેલાડીઓ પણ જોડાયા હતા. મેચમાં માહોલ શાંત થયા બાદ બંને ટીમના ખેલાડીઓને ઇજેક્ટ કરવામાં આવ્યા હતા. બંને ટીમના મેનેજર ક્લિવલેન્ડના ટેરી ફ્રેનકોના અને શિકાગોના પેડ્રો ગ્રીફોલને પણ ઇજેક્ટ કરવામાં આવ્યા હતા. ગાર્ડીયન થર્ડ બેઝ કોચ માઇક સારબોહ અને રિલીફ પીચર ઇમોનુયલ ક્લાસેને પણ ઇજેક્ટ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
ક્લિવલેન્ડની મેચમાં થઇ હાર
ફાઇટમાં ક્લિવલેન્ડના રામીરેઝે એન્ડરસનને નોક આઉટ કરી દીધો હતો પણ મેચમાં ક્લિવલેન્ડની 4-7 થી માત થઇ હતી. મેચ બાદ રામીરેઝે જણાવ્યું હતુ કે એન્ડરસન ફાઇટ કરવા માગતો હતો અને તેથી ડિફેન્સ માટે તેણે ફાઇટમાં જોડાવું પડયુ હતુ. આ ફાઇટ બાદ લીગ દ્વારા બંને ખેલાડીઓને લગભગ સસ્પેન્ડ કરવામાં આવશે. બંને ટીમ વચ્ચે રવિવારે બપોરે સીરીઝ ફિનાલે રમાવાની છે.