યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ રેસલરને મળી રહી છે ધમકીઓ, વીડિયો શેર કરીને PM મોદી પાસે મદદ માંગી
ભારતીય રેસલર સાક્ષી મલિકે પોતાની બુક ધ વિટનેસમાં બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ રેસલરને ધમકીઓ મળી રહી છે.
ભારતીય રેસલર સાક્ષી મલિક છેલ્લા કેટલાક દિવસથી પોતાના પુસ્તકને લઈને ચર્ચામાં છે. સાક્ષી મલિકે આ પુસ્તકમાં બહુ મોટા ખુલાસાઓ કર્યા છે. તેમણે એ પણ કહ્યું કે, કેવી રીતે બ્રિજભૂષણ સિંહે તેની સાથે યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાક્ષી મલિકે વીડિયો શેર કરી કહ્યું કે, તેને ધમકીઓ મળી રહી છે. સાથે જ રેસલિંગના ભવિષ્યને બચાવવા માટે તેમણે પીએમ મોદી પાસે મદદ માંગી છે.
સાક્ષી મલિકે વીડિયો શેર કર્યો
સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, કોર્ટેના આદેશ બાદ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દેશમાં આ રમત પર કામકાજ જોઈ રહી છે. સાથે તેમણે એ પણ કહ્યું કે, તેના પર ભષ્ટાચારના ગંભીર આરોપ લગાવવાની પણ ધમકી આપવામાં આવી રહી છે.
સાક્ષી મલિકે પોતાના વીડિયોમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમને મારા નમસ્કાર, ગત્ત વર્ષ રેસલિંગ ફેડરેશનની ચૂંટણી થઈ હતી. તેના આગલા દિવસે બ્રિજભૂષણની દાદાગીરી આખા દેશે જોય છે. તેના લીધે મે મારી કુસ્તીને અલવિદા કહ્યું. ત્યારબાદ સરકારે ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું ફેડરેશને ફરીથી કામ કરવાનું શરુ કરી દીધું છે.
સાક્ષી મલિકે કહ્યું તેને ધમકીઓ પણ મળી રહી છે. તેમણે કહ્યું છેલ્લા કેટલાક દિવસથી બ્રિજભૂષણ સાથે જોડાયેલા કેટલાક લોકો પાસેથી મને ધમકીઓ મળી રહી છે. સર મને ધમકીઓથી કોઈ ફરક પડશે નહિ, તમને નિવેદન છે કે, તમે આપણી કુસ્તીને બચાવો.
સાક્ષી મલિકે કર્યા ખુલાસા
સાક્ષી મલિકે પોતાના પુસ્તકમાં ખુલાસો કરતા કહ્યું બબીતા ફોગાટ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે બબીતા ભારતીય રેસલિંગ ફેડરેશનની પ્રમુખ બનવા માંગતી હતી, જેના માટે તેણે આ કર્યું હતું.સાક્ષી મલિકે લગાવેલા આરોપ પર બબીતા ફોગાટે પ્રહાર કર્યો છે. બબીતા ફોગાટે 23 ઓક્ટોબરના રોજ સવારે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું દીદી તુમકો કુછ ના મિલા, હમ સમજ શકતે હૈ તુમ્હારા દર્દ, કિતાબ વેંહચવાના ચક્કરમાં તમે તમારો વિશ્વાસ વેચી દીધો. સાક્ષીના આરોપો બાદ બબીતાની આ પહેલી આપી હતી