Paris Olympics 2024 : આ ચેનલ અને આ એપ પર પેરિસ ઓલિમ્પિક લાઈવ ફ્રીમાં જોઈ શકશો, જાણો
પેરિસ ઓલિમ્પિક 2024ની શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સૌ કોઈ એ જાણવા માંગે છે કે, પેરિસ ઓલિમ્પિકનું પ્રસારણ ક્યાં થઈ શકશે. તો આજે તમને જણાવીશું તમે ટીવી અને મોબાઈલ પર ક્યાં લાઈવ જોઈ શકશો.
પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે. જેમાં દુનિયાભરના 10 હજારથી વધુ ખેલાડીઓ પોતાની કિસ્મત અજમાવશે. ભારત આ વખતે 100થી વધુ ખેલાડીઓને પેરિસ ઓલિમ્પિકમાં મોકલી રહ્યું છે. ભારતમાં પેરિસ ઓલિમ્પિકનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં કઈ ચેનલ પણ તેમજ લાઈવ સ્ટ્રીમિંગ કઈ ચેનલ પર જોઈ શકાશે તે જાણીએ.26 જુલાઈથી પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024નું આયોજન શરુ થશે. જે 11 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.
અહિ જોઈ શકાશે પેરિસ ઓલિમ્પિક લાઈવ
પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 32 રમત સામેલ થશે. ભારતીય ચાહકો માટે એક સારા સમાચાર છે કે, ચાહકો જિઓ સિનેમા પર પેરિસ ઓલિમ્પિક રમત 2024નું સીધું પ્રસારણ કરવામાં આવશે. ચાહકો ઓલિમ્પિક રમત 2024નું લાઈવ ટેલિકાસ્ટ જિઓ સિનેમા પર જોઈ શકે છે.ભારતીય ખેલાડીઓ આ વખતે નવા રેકોર્ડ બનાવવા તેમજ સૌથી વધુ મેડલ જીતવાનો પ્રયત્ન કરશે. ભારત પાસે હાલમાં કુલ 35 ઓલિમ્પિક મેડલ છે. દેશનો પહેલો વ્યક્તિગત ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ 2008માં બીજિંગમાં અભિનવ બિંદ્રાએ જીત્યો હતો. ત્યારબાદ નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં આ ઉપલબ્ધિ હાસિલ કરી હતી.
Jio Cinema to stream the Paris Olympics for free. pic.twitter.com/fUcj4wFvNs
— Indian Tech & Infra (@IndianTechGuide) July 13, 2024
આ વર્ષે ભારત પાસે ખેલાડીઓની મજબૂત ટુકડી છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, શટલર પીવી સિંધુ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષોની જોડી અને પુરુષ હોકી ટીમ પાસે પેરિસમાં મેડલ જીતવાની સુવર્ણ તક છે.
ઓલિમ્પિક સેરેમની હશે ખાસ
2024 પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની ખુબ જ સ્પેશિયલ હશે. પેરિસ ઓલિમ્પિક સેરેમની નદી પર આયોજન કરવામાં આવશે. આ ઓપનિંગ સેરેમની સેરી નદી પર થશે. જેમાં હજારો ખેલાડીઓ નદી પાર કરશે અને એફિલ ટાવર સુધી જશે. આ પહેલા અત્યારસુધી ઓપનિંગ સેરેમની કોઈ વિશાળ મેદાન કે પછી સ્ટેડિયમમાં કરવામાં આવતું હતુ. પરંતુ આ પહેલી વખત છે ઓપનિંગ સેરેમનીનું આયોજન નદી પર કરાશે.