Olympics 2024 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં ભારતના 78 ખેલાડીઓ ભાગ લેશે, પીવી સિંધુ અને શરથ કમલ કરશે નેતૃત્વ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2024 | 8:04 AM

Paris Olympics Ceremony 2024 Live Updates in Gujarati : આજથી ઓલિમ્પિક ગેમ્સ 2024 શરૂ થવા જઈ રહી છે. ઓપનિંગ સેરમની પેરિસની સીન નદીથી શરૂ થશે અને તેની સાથે જ ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત થશે.

Olympics 2024 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં ભારતના 78 ખેલાડીઓ ભાગ લેશે, પીવી સિંધુ અને શરથ કમલ કરશે નેતૃત્વ

પેરિસ ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત આજથી એટલે કે 26મી જુલાઈથી થવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તૈયાર છે. 4 વર્ષમાં એકવાર યોજાતી આ ગેમ્સ આ વખતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાઈ રહી છે. ઓપનિંગ સેરેમની આજે રાત્રે 11 વાગ્યે પેરિસની સીન નદીથી શરૂ થશે, આ સાથે ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત થશે. ઓપનિંગ સેરેમની આજે છે, પરંતુ કેટલીક ઓલિમ્પિક રમતો બે દિવસ પહેલા 24 જુલાઈએ શરૂ થઈ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jul 2024 10:13 PM (IST)

    આ ખેલાડીઓ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે

    ધ્વજ ધારકો: પીવી સિંધુ (બેડમિન્ટન) અને અચંતા શરથ કમલ (ટેબલ ટેનિસ)

    તીરંદાજી: દીપિકા કુમારી અને તરુણદીપ રાય

    બોક્સિંગ: લોવલિના બોર્ગોહેન

    ટેબલ ટેનિસ: મનિકા બત્રા

    ટેનિસ: રોહન બોપન્ના, સુમિત નાગલ અને શ્રીરામ બાલાજી

    શૂટિંગઃ અંજુમ મુદગીલ, સિફત કૌર સમરા, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને અનીશ

    ઘોડેસવારી: અનુષ અગ્રવાલા

    ગોલ્ફ: શુભંકર શર્મા

    હોકી: કૃષ્ણા પાઠક, નીલકાંત શર્મા અને જુગરાજ સિંહ

    જુડો: તૌલિકા માન

    સેઈલ સેલિંગ: વિષ્ણુ સરવણન અને નેત્રા કુમાનન

    સ્વિમિંગ: શ્રીહરિ નટરાજ અને ધિનિધિ દેશિંગુ

  • 26 Jul 2024 10:10 PM (IST)

    ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળતા ખેલાડીઓ

    પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ હવેથી થોડા સમય પહેલા શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા પણ ભારતીય ખેલાડીઓ દેશના પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા છે.

  • 26 Jul 2024 08:28 PM (IST)

    ઓપનિંગ સેરેમનીમાં સેંકડો સંગીતકારો આવશે

    2024 ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ દરમિયાન પેરિસમાં દસ હજારથી વધુ એથ્લેટ્સ પરેડ કરશે. આ દરમિયાન સેંકડો સંગીતકારો પણ ભાગ લેવાના છે. ક્લાસિકલ મ્યુઝિકના અહેવાલ મુજબ, સેંકડો સંગીતકારો ફ્રેન્ચ સંગીતકાર, ગાયક અને મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ વિક્ટર લે મસ્નેના નેતૃત્વ હેઠળ સમારંભનો મૂળ સાઉન્ડટ્રેક બનાવશે અને રજૂ કરશે.

  • 26 Jul 2024 08:14 PM (IST)

    એથ્લેટ્સ વિજેલમાં ઓલિમ્પિક મશાલ

    ઓલિમ્પિકની મશાલને એથ્લેટ્સ વિલેજ લઈ જવામાં આવી હતી. આ કામ IOCના પ્રમુખ થોમસ બેચે કર્યું હતું. આ પછી તેમણે મશાલને IOC એથ્લેટ્સ કમિશનના પ્રમુખ એમ્મા ટેર્હોને સોંપી હતી.

  • 26 Jul 2024 06:35 PM (IST)

    ઓપનિંગ સેરેમની પહેલા ફ્રાન્સમાં હાઈ-સ્પીડ રેલ્વે લાઈન પર હુમલો

    પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ ફ્રાન્સમાં 26 જુલાઈ, શુક્રવારે યોજાવાનો છે, પરંતુ તે પહેલા જ હંગામો થયો છે. દેશના ઘણા ભાગોમાં અગ્નિદાહ સહિતની અનેક ગુનાહિત ઘટનાઓ બની છે. આના કારણે હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ઠપ થઈ ગયું છે. જેના કારણે ઉદ્ઘાટન સમારોહના કલાકો પહેલા જ પેરિસથી ફ્રાન્સ અને બાકીના યુરોપનો રેલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ટ્રેન દ્વારા પેરિસ જઈ રહેલા બે જર્મન એથ્લેટ્સને બેલ્જિયમ પરત ફરવું પડ્યું અને હવે તેઓ સમારોહમાં ભાગ લઈ શકશે નહીં.

  • 26 Jul 2024 05:02 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live :ભારતમાં ક્યાં અને ક્યારે જોઈ શકાશે ઓપનિંગ સેરેમની લાઈવ

    પેરિસ ઓલિમ્પિકની શરુઆત આજે એટલે કે, 26 જુલાઈથી શરુ થશે. સની નદી પર ઐતિહાસિક ઓપનિંગ સેરેમની સાથે ઓલિમ્પિકની શરુઆત થશે. આ પણ વાંચો : Paris Olympics 2024 live stream: : ભારતમાં ક્યાં અને ક્યારે જોઈ શકાશે ઓપનિંગ સેરેમની લાઈવ

  • 26 Jul 2024 04:56 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર

    સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર ભારતીય જોડી શનિવારથી શરૂ થઈ રહેલી ઓલિમ્પિકમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરશે, જ્યારે પીવી સિંધુ ત્રીજી વખત જીતીને ભારતીય રમતોમાં નવો ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે. સિંધુએ છેલ્લી બે ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને તેણે પેરિસમાં હેટ્રિક પૂરી કરવા માટે મોટી સ્પર્ધાઓમાં રમવાના તેના અનુભવનો સારો ઉપયોગ કરવો પડશે.

  • 26 Jul 2024 04:05 PM (IST)

    Paris Olympics 2024: આ ખેલાડીઓ મેડલ જીતી શકે છે

    ભારતના મેડલની આશા માત્ર કેટલાક ખેલાડીઓ પર જ છે. આમાં પહેલું નામ નીરજ ચોપરાનું છે. ભલે નીરજ હજુ સુધી 90 મીટરના અંતર સુધી બરછી ફેંકી શક્યો નથી, પરંતુ તેણે સતત સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે બેડમિન્ટનમાં પીવી સિંધુ, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અજાયબી કરી શકે છે.

  • 26 Jul 2024 03:41 PM (IST)

    નવસારીમાં પૂર્ણા નદીનુ પૂર ફરી વળ્યું, 2થી 10 ફુટ સુધી ભરાયા પાણી

    નવસારી શહેરમાં પૂર્ણા નદીના પૂરના પાણી ફરી વળ્યાં છે. નવસારીના મોટાભાગના વિસ્તારોમાં 2 ફુટથી  લઈને 10 ફુટ સુધી પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. દશેરા ટેકરી, સી આર પાટીલ સંકુલ, શાંતિવન સોસાયટી, કાછીયાવાડી, ભેસત ખાડા, વિરાવળ, હિંદાયત નગર, કાશીવાડી, રીંગરોડ, બંદર રોડ, શાંતાદેવી રોડ, રમાબેન હોસ્પિટલ, મીથીલા નગરી, જલાલપોર જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. જ્યારે નવસારી સુરત સ્ટેટ હાઇવે, નવસારી બારડોલી સ્ટેટ હાઇવે અને નવસારી ગણદેવી સ્ટેટ હાઇવે બંધ કરી દેવાયા છે. પંચાયત હસ્તક 70 થી વધુ રસ્તા બંધ છે.

  • 26 Jul 2024 03:20 PM (IST)

    Paris Olympics 2024: પુરુષોની હોકીમાં ભારતનું શેડ્યૂલ

    પેરિસ ઓલિમ્પિકમાં હોકી ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે રાત્રે 9 વાગ્યે થશે. 29મી જુલાઈએ આર્જેન્ટિના, 30મી જુલાઈએ આયર્લેન્ડ અને 1લી ઓગસ્ટે બેલ્જિયમ સામે મેચ રમાશે. છેલ્લી પૂલ મેચ 2 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સામે રમાશે.

  • 26 Jul 2024 03:03 PM (IST)

    Paris Olympics 2024: કેટલીક ખેલાડીઓની આ છેલ્લી ઓલિમ્પિક

    ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 સભ્યોની ટીમ મોકલી છે. જેમાં એથ્લેટિક્સના 29, શૂટિંગના 21 અને હોકીના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ 69 ખેલાડીઓમાંથી 40 પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. અન્ય રમતોમાં પણ આવી જ સ્થિતિ છે. ભારતીય ટીમમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓની મેડલની આશા નહિવત છે. તેથી, પીવી સિંધુ, ટેનિસ ખેલાડી રોહન બોપન્ના, ટેબલ ટેનિસના દિગ્ગજ શરથ કમલ અને હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ જેવા અનુભવી ખેલાડીઓ પર મેડલની સંપૂર્ણ જવાબદારી રહેશે. ઘણા ખેલાડીઓ માટે આ છેલ્લી ઓલિમ્પિક પણ હોઈ શકે છે.

  • 26 Jul 2024 02:40 PM (IST)

    Paris Olympics 2024 Live : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલા વેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી

  • 26 Jul 2024 02:19 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live :શનિવારે બોક્સિંગના પંચ જોવા મળશે

    ભારતીય બોક્સર નિખત ઝરીન, લવલીના બોર્ગોહેન અને નિશાંત દેવ ઓલિમ્પિક ગેમ્સમાં શનિવારથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં મુશ્કેલ ડ્રોને પાર કરીને ભારત માટે મેડલ જીતવાનો પ્રયાસ કરશે. ભારતે બોક્સિંગમાં અત્યાર સુધીમાં ત્રણ ઓલિમ્પિક મેડલ જીત્યા છે. તેમાંથી વિજેન્દર સિંહ એકમાત્ર પુરુષ બોક્સર છે. તેણે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાર વર્ષ પછી, એમસી મેરી કોમે લંડનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને લોવલીનાએ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • 26 Jul 2024 01:59 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : 3 ટેનિસ ખેલાડીઓ શનિવારે પેરિસમાં પ્રવેશ કરશે

    પેરિસ ઓલિમ્પિકમાં ટેનિસ સ્પર્ધાના પહેલા જ દિવસે ત્રણ દિગ્ગજ ખેલાડીઓ કોર્ટમાં ઉતરશે. નોવાક જોકોવિચ, રાફેલ નડાલ અને કાર્લોસ અલ્કારાઝ, ત્રણેય રમતા જોવા મળશે. સર્બિયાનો જોકોવિચ પ્રથમ દિવસે મેન્સ સિંગલ્સમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે જ્યારે નડાલ અને અલ્કારાઝ ડબલ્સમાં રમતા જોવા મળશે.

  • 26 Jul 2024 01:40 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : પેરિસમાં રેલ લાઇન પર હુમલો

    પેરિસમાં ઓલિમ્પિક સમારોહ પહેલા અનેક રેલ લાઈનોને નિશાન બનાવવામાં આવી હતી. પેરિસમાં ટ્રેન સેવાને અસર થઈ હતી. ખેલાડીઓને જાહેર સ્થળોએ તેમના દેશની જર્સી ન પહેરવાની સલાહ આપવામાં આવી છે.

  • 26 Jul 2024 01:25 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : ઓપનિંગ સેરેમની દરમિયાન વરસાદ વિલન બની શકે છે

    ઓપનિંગ સેરેમની દરમિયાન વરસાદ વિલન બની શકે છે

  • 26 Jul 2024 12:45 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : ગુગલે બનાવ્યું રંગબેરંગી ડૂડલ

    ગુગલે આ એનિમેટેડ ડુડલ આજથી શરુ થઈ રહેલી પેરિસ ઓલિમ્પિક 2024ની એક ઝલક દેખાડી છે. જેમાં સિટી ઓફ લાઈફ કહેવાતા પેરિસમાં નવા ઈનોવેશન અને ટ્રેડિશન જોવા મળશે કારણ કે, ઓલિમ્પિકની રમતની ગ્રાન્ડ ઓપનિંગ કોઈ સ્ટેડિયમમાં નહિ પરંતુ પેરિસની ઐતિહાસિક સીન નદી પર થશે.

  • 26 Jul 2024 12:35 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live :ઓલિમ્પિકમાં કડક સુરક્ષા વ્યવસ્થા

    ઓલિમ્પિક સમારોહને કારણે સમગ્ર ફ્રાંસ હાઈ એલર્ટ પર છે. ઘટનાની સુરક્ષા માટે હજારો પોલીસકર્મીઓ, આર્મીના જવાનો અને ખાનગી સુરક્ષા ગાર્ડ્સ પણ તૈનાત છે. ઈમારતોની છત પર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવશે. ખેલાડીઓની બોટ પર સશસ્ત્ર સૈનિકો હશે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના ખેલાડીઓને વધુ સુરક્ષા આપવામાં આવી છે.

  • 26 Jul 2024 12:25 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live :કોના હાથમાં હશે તિરંગો?

    પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં પીવી સિંધુના હાથમાં ટીમ ઈન્ડિયાનો ત્રિરંગો ધ્વજ હશે. ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ તેની સાથે રહેશે.

  • 26 Jul 2024 12:14 PM (IST)

    Paris Olympics Ceremony 2024 Live :ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની

    ઓપનિંગ સેરેમનીમાં ગ્રીસ પ્રથમ પ્રવેશ કરશે. આ પછી બધા દેશો મૂળાક્ષરોના ક્રમમાં આવશે. ટીમ ઈન્ડિયાનો નંબર 84 છે અને ફ્રાન્સ 205માં નંબર પર રહેશે કારણ કે તે યજમાન દેશ છે. ફ્રાન્સ પહેલા અમેરિકા 204મા નંબરે આવશે કારણ કે આગામી ઓલિમ્પિક તેમના શહેર લોસ એન્જલસમાં યોજાવાની છે.

  • 26 Jul 2024 12:05 PM (IST)

    Paris Olympics Live : પ્રથમ મેડલ ઇવેન્ટ ક્યારે થશે?

    પેરિસ ઓલિમ્પિક 2024ની પ્રથમ મેડલ ઇવેન્ટ શૂટિંગમાં હશે. શૂટિંગની મિશ્ર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 27 જુલાઈએ પ્રથમ મેડલ ઈવેન્ટ યોજાશે.

  • 26 Jul 2024 11:45 AM (IST)

    Paris Olympics Live : કેટલા ગોલ્ડ મેડલ દાવ પર હશે?

    પેરિસ ઓલિમ્પિકમાં 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ દાવ પર છે, જેના માટે કુલ 206 સંગઠનો અને દેશોના 10,500 એથ્લેટ મેદાનમાં ઉતરશે. જો કે, ભારત 16 રમતોમાં ભાગ લેશે, જેના માટે 117 ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. જેમની પાસે મેડલની અપેક્ષા રાખવામાં આવશે.

  • 26 Jul 2024 11:40 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : ગુજરાતના બેખેલાડી ઓલિમ્પિકમાં જોવા મળશે

    પ્રથમવાર ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે. હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની ભારતની ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે. તમને જણાવી દઈએ કે, હરમીત દેસાઈ સુરતનો રહેવાસી છે, તો માનવ ઠક્કર રાજકોટનો રહેવાસી છે.

  • 26 Jul 2024 11:35 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : મોટી સ્ક્રિન લગાવવામાં આવી

    ઓપનિંગ સેરેમની માટે પેરિસમાં 80 મોટી સ્ક્રિન લગાવવામાં આવશે. જેનાથી આખા શહેરના લોકો આને જોઈ શકે,

  • 26 Jul 2024 11:21 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?

    પેરિસ ઓલિમ્પિક્સ 2024ના સ્ટ્રીમિંગ અધિકારો ભારતમાં Viacom18 પાસે છે. તેથી જો તમે તેને ટીવી પર જોવા માંગો છો, તો તમે તેને Sports18, Jio Cinema પર જોઈ શકો છો.

  • 26 Jul 2024 10:59 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : જુઓ પરેડનો રૂટ

    6 કિલોમીટર લાંબી પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થશે, ફેમસ કેથેડ્રલ ચર્ચ નોટ્રે ડેમ અને લુવ્ર મ્યુઝિયમમાંથી પસાર થશે અને જાર્ડિન ડેસ પ્લાન્ટેસ સુધી પહોંચશે. આ પરેડ ઓલિમ્પિકના કેટલાક સ્થળો પરથી પણ પસાર થશે.

  • 26 Jul 2024 10:55 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : 10,500 એથ્લેટ્સ 100 બોટમાં જોવા મળશે

    સીન નદી પર 6 કિલોમીટર લાંબી પરેડનું પણ આયોજન કરવામાં આવશે. આ સમારોહ દરમિયાન અન્ય રિવાજમાં ફેરફાર કરવામાં આવશે. દર વખતે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ ટ્રેક પર કૂચ કરતા હતા. આ વખતે લગભગ 10,500 એથ્લેટ્સ 100 બોટમાં સીન નદી પર કૂચ કરતા જોવા મળશે. અંતે ઓલિમ્પિકની મશાલ પ્રગટાવીને ગેમ્સનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવશે.

  • 26 Jul 2024 10:40 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : આ સ્ટાર પરફોર્મ કરી શકે છે

    ઓપનિંગ સેરેમનીમાં રમતવીરોના 200 થી વધુ પ્રતિનિધિમંડળ સીન નદી પર પ્રદર્શન કરશે, જ્યારે હજારો ચાહકો તેને સીન નદીની બંને બાજુએથી નિહાળી શકશે. આ ભવ્ય સમારોહમાં ફેમસ સિંગર્સ લેડી ગાગા અને સેલિન ડીયોન પણ પરફોર્મ કરી શકે છે. રિપોર્ટ અનુસાર તેને આ માટે 2 મિલિયન ડોલર આપવામાં આવ્યા છે. બંને તાજેતરમાં પેરિસ શહેરમાં જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. રિપોર્ટ્સ અનુસાર, R&B સ્ટાર આયા નાકામુરા પણ ઈવેન્ટમાં પરફોર્મ કરતી જોવા મળી શકે છે.

  • 26 Jul 2024 10:40 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : મેડલ જીતવા માટે જોરદાર પ્રદર્શન

    નિખત ઝરીને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે જોરદાર પ્રદર્શન કરવું પડશે. તેનું નામ મુશ્કેલ ડ્રોમાં છે. મહિલાઓની 50 કિગ્રા બોક્સિંગ સ્પર્ધાના રાઉન્ડ ઓફ 32માં નિખતનો સામનો જર્મનીની મેક્સી કેરિના ક્લોત્ઝર સામે થશે. આ પછી, તે રાઉન્ડ ઓફ 16માં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની વુ યુ સામે ટકરાશે. જો તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે, તો નિખાતનો સામનો થાઇલેન્ડની ચુથામત રકસત અથવા ઉઝબેકિસ્તાનની સબીના બોબોકુલોવા સાથે થશે.

  • 26 Jul 2024 10:27 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : ઓપનિંગ સેરેમનીમાં શું થશે?

    ઓપનિંગ સેરેમની પેરિસના સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, એટલે કે તમે તેને ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યાથી જોઈ શકશો. આ દરમિયાન પેરિસના ઇતિહાસ, સંસ્કૃતિ અને કલા વિશે માહિતી આપવામાં આવશે. આ તમામની જવાબદારી ફ્રેન્ચ અભિનેતા અને દિગ્દર્શક થોમસ જોલી સંભાળશે. સીન નદી પર 6 કિલોમીટર લાંબી પરેડનું પણ આયોજન કરવામાં આવશે. અંતે ઓલિમ્પિકની મશાલ પ્રગટાવીને ગેમ્સનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવશે.

  • 26 Jul 2024 09:58 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : મહિલા બાદ ભારતીય પુરૂષ તીરંદાજી ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં

    મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડ દરમિયાન, ભારતીય મહિલા તીરંદાજી ટીમ ચોથા ક્રમે રહી અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ. હવે ભારતીય પુરુષ તીરંદાજી ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતની પુરુષ ટીમ ત્રીજા સ્થાને રહી હતી.

  • 26 Jul 2024 09:55 AM (IST)

    Paris Olympics 2024 Live : ભારતીય ત્રિપુટીની 28મીએ ભારતની ક્વાર્ટર ફાઈનલ

    ભારતીય ત્રિપુટી (અંકિતા, ભજન અને દીપિકા) 28મીએ ટીમ ઈવેન્ટમાં ભાગ લેશે. તેનો સામનો ફ્રાન્સ અને નેધરલેન્ડ વચ્ચેની રાઉન્ડ ઓફ 16 મેચના વિજેતા સાથે થશે. ભારતીય તીરંદાજોની રાઉન્ડ ઓફ 64 મેચો નીચે મુજબ છે.

    અંકિતા ભક્ત વિ વાયોલેટા મેસેજર

    ભજન કૌર વિ સૈફા નૂરફીફા કમાલ

    દીપિકા કુમારી વિ રીના પર્નાત

  • 26 Jul 2024 09:50 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : 24મી જુલાઈથી ગેમ્સ શરૂ થઈ

    પેરિસ ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત ભલે 26મી જુલાઈથી થશે, પરંતુ કેટલીક રમતો 24મી જુલાઈથી જ શરૂ થઈ હતી. આ વખતે આ રમતોમાં ફૂટબોલ, રગ્બી, હેન્ડબોલ અને તીરંદાજીનો સમાવેશ થાય છે. આ રમતો ઘણા દિવસો સુધી ચાલે છે, તેથી તે સત્તાવાર તારીખ પહેલા જ શરૂ કરવામાં આવે છે.

  • 26 Jul 2024 09:40 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live : 128 વર્ષથી ચાલી આવતી પરંપરાને તોડવામાં આવશે

    ઓપનિંગ સેરેમની ઈવેન્ટમાં 10500 ખેલાડીઓ ભાગ લેશે. તેમના સિવાય હજારો દર્શકો અને મહેમાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન 128 વર્ષથી ચાલી આવતી પરંપરાને તોડવામાં આવશે. ઓપનિંગ સેરેમનીનો સમગ્ર કાર્યક્રમ એફિલ ટાવર અને સીન નદી ખાતે યોજાનાર છે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાય છે. આ પ્રથમ વખત છે જ્યારે સ્ટેડિયમની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

  • 26 Jul 2024 09:30 AM (IST)

    Paris Olympics Ceremony 2024 Live :પહેલીવાર સ્ટેડિયમની બહાર ઓપનિંગ સેરેમની

    પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદઘાટન સમારોહ 26 જુલાઈના રોજ યોજાશે. આ ઈવેન્ટમાં 10500 ખેલાડીઓ ભાગ લેવાના છે. તેમના સિવાય હજારો દર્શકો અને મહેમાનો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 128 વર્ષની પરંપરા તૂટી જશે.

Published On - Jul 26,2024 9:30 AM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">