Paris Olympics 2024 : ભારતની 3 દીકરીઓ 3 કલાકમાં જીતી શકે છે ગોલ્ડ મેડલ, પેરિસ ઓલિમ્પિકમાં થશે અદ્ભુત
ભારતની પાસે માત્ર 3 કલાકમાં ગોલ્ડ મેડલ જીતવાની તક છે. આ ગોલ્ડ મેડલ ભારતની દિકરીઓ જીતી શકે છે. જો આવું થશે તો આ એક ઈતિહાસ હશે. ભારત માટે આ ગોલ્ડ મેડલ જીતવાનો સમય સાંજે 6 કલાકથી લઈ રાત્રે 9 કલાક સુધીનો હશે. આ દરમિયાન ગોલ્ડ મેડલ આવી શકે છે.
પેરિસ ઓલિમ્પિકમાં 28 જૂલાઈના રોજ માત્ર 3 કલાકમાં ધમાલ બોલી જશે. આ ધમાલ ગોલ્ડ મેડલ જીતવા પર થશે. 3 કલાકમાં ભારતની 3 દિકરીઓ ગોલ્ડ મેડલ જીતી રવિવારની મજા બમણી કરશે. આ કમાલ આર્ચરી ઈવેન્ટમાં જોવા મળી શકે છે. પેરિસ ઓલિમ્પિકમાં 28 જૂલાઈના રોજ ભારતની મહિલા તીરંદાજી ટીમ મેડલ ઈવેન્ટમાં ધમાલ મચાવી શકે છે. જેમાં ભારતની 3 દિકરીઓ દીપિકા કુમારી, ભજન કૌર અને અંકિતા પર સૌની નજર રહેશે.
5:45 PM પર ક્વાર્ટર ફાઇનલ
પેરિસ ઓલિમ્પિકમાં મહિલા તીરંદાજીની ઈવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 5:45 કલાકે શરુ થશે. પહેલા ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે. જેમાં જીત્યા બાદ ભારતીય મહિલા ટીમ પાસે સેમીફાઈનલમાં સ્થાન બનાવવાની તક હશે. રેન્કિંગ રાઉન્ડમાં ભારતની મહિલા તીરંદાજ ટીમે નંબર 4 પર રહી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું હતુ.
View this post on Instagram
7:17 PM પછી સેમી ફાઈનલ
દીપિકા કુમારી, ભજન કૌર અને અંકિતાએ જો ક્વાર્ટર ફાઈનલ જીતી સેમીફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું તો મેડલ જીતવાને એક ડગલું નજીક પહોચશે. સેમીફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 7:17 કલાક બાદ રમાશે.
રાત્રે 8:18 વાગ્યે બ્રોન્ઝ મેડલ મેચ
જો ભારતીય ટીમ સેમીફાઈનલ મેચ હારી જાય છે તો બ્રોન્ઝ મેડલ મેચ રમતી જોવા મળશે. મહિલા તીરંદાજીની બ્રોન્ઝ મેડલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:18 કાલાકે જોવા મળશે.
રાત્રે 8:41 વાગ્યે ગોલ્ડ મેડલ મેચ
પરંતુ જો સેમિફાઈનલ જીતી દીપિકા કુમારી,ભજન કૌર અને અંકિતા ફાઈનલની ટિકિટ મેળવી શકે છે. આ ગોલ્ડ મેડલ જીતવાનું પોતાનું સપનું સાકાર કરવાની તેની પાસે તક છે. તે ફાઈનલમાં પહોંચી ગોલ્ડ મેડલ મેચ રમતી જોવા મળી શકે છે. જે ભારતને રાત્રે 8: 41 કલાકે જોવા મળશે.
શું 3 કલાકમાં આવશે ગોલ્ડ મેડલ?
માત્ર રાત્રે 5:45 કલાકથી લઈ રાત્રે 8: 41 કલાક વચ્ચે ભારતીય મહિલા તીરંદાજ દીપિકા, ભજન અને અંકિતા ભારતની 3 દિકરીઓ ગોલ્ડ મેડલ જીતી પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી શકે છે.
પેરિસ ઓલિમ્પિક 2024ની મેડલ ટેલીમાં અત્યાર સુધીમાં 5 અલગ-અલગ દેશોએ કુલ 6 મેડલ જીત્યા છે. કઝાકિસ્તાને પણ પહેલો મેડલ જીત્યો હતો. કઝાકિસ્તાને 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં કઝાકિસ્તાને જર્મનીને 17-5ના માર્જીનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.