મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2022 જીત્યો છે. ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવીને 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. જો કે, ટાઇટલ મેચમાં મેસ્સીના બીજા ગોલ પર વિવાદ થયો છે. ફુટબોલના ચાહકો દાવો કરી રહ્યા છે કે મેસ્સીનો બીજો ગોલ રદ થવો જોઈએ. મેસ્સીએ ફાઇનલમાં 2 ગોલ કર્યા હતા. પ્રથમ ગોલ મેચની 23મી મિનિટે કરીને આર્જેન્ટીનાનું ખાતું ખોલાવ્યું હતું. થોડીવાર બાદ આર્જેન્ટિનાના ડી મારિયાએ બીજો ગોલ કરીને આર્જેન્ટિનાની લીડ 2-0થી વધારી દીધી હતી.
ફ્રાન્સ પ્રથમ હાફમાં ખુબ જ પાછળ રહી ગયું હતું, પરંતુ બીજા હાફમાં ફ્રાન્સે કાયલિયાન Mbappéના આધારે જોરદાર વાપસી કરી હતી. તેણે 80મી અને 81મી મિનિટમાં બે ગોલ કરીને, ગોલ સ્કોર બરાબરી કરી દીધો અને મેચને વધારાના સમયમાં લઈ જઈ પડી હતી. 108મી મિનિટે મેસ્સીએ ફરી પોતાની તાકાત દેખાડી અને ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. જો કે મેસ્સીનો બીજો અને આર્જેન્ટિનાના ત્રીજા ગોલ પર હવે વિવાદ સર્જાયો છે.
હક્કીતમાં, મેચની 108મી મિનિટે, જમણી બાજુથી કરવામાં આવેલી મૂવ પર, આર્જેન્ટિનાની સમગ્ર ટીમે ફ્રેન્ચ બોક્સ પર આક્રમણ કર્યું હતું. માર્ટિનેઝે ક્લોઝ રેન્જમાંથી શાર્પ શોટ વડે પોતાની ટીમને સરસાઈ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફ્રાન્સના ગોલ કીપર લોરિસે તેમાર્ટિનેઝના શાર્પ શોટને રોક્યો હતો. જો કે બોલ ત્યાં જ ગોલ કિપર પાસે ઉછળ્યો અને તે જ સમયે મેસ્સીએ ચપળતા બતાવી અને રિબાઉન્ડ ગોલ ફટકાર્યો.
substitute on the field at the time of Messi’s goal
મેસ્સીએ ફટકારેલ ગોલને વાઈડ એન્ગલથી પણ જોવામાં આવ્યો હતો, જેના પછી ચાહકોને લાગ્યું કે મેસ્સીના ગોલને રદ કરી દેવો જોઈએ. આ ગોલની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં મેસ્સીનો શોટ લેતા મેદાનની અંદર આર્જેન્ટિનાના 2 વધારાના ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા. હક્કીતમાં, બંને અવેજી ખેલાડીઓએ, ગોલ ફટકાર્યાની ઉજવણી કરવામાં થોડી ઉતાવળ કરી દીધી હતી. જેનો અર્થ એવો થઈ રહ્યો છે કે મેસ્સીએ કરેલા ગોલ સમયે આર્જેન્ટિના તરફથી મેદાન પર 11 નહીં પરંતુ 13 ખેલાડીઓ હતા. એક યુઝરે લખ્યું કે જ્યારે બોલ અંદર ગયો, તે સમયે બે અવેજી ખેલાડીઓ મેદાનની અંદર હતા.
મેસ્સીના આ ગોલથી આર્જેન્ટિનાએ લીડ મેળવી લીધી હતી, પરંતુ એમ્બાપ્પે આર્જેન્ટિનાની લીડ લાંબો સમય ટકવા દીધી ન હતી. એમ્બાપ્પેએ પેરેડેસના હેન્ડબોલ પછી 118મી મિનિટે પેનલ્ટી સ્પોટ પરથી ગોલ ફટકાર્યો હતો. વધારાના સમયમાં પણ સ્કોર બરાબરનો રહ્યો હતો. આ પછી મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. જ્યાં મેસ્સીની ટીમે 4-2થી જીત મેળવી હતી.