Khelo India Youth Gamesની મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર ફરી ટોપ પર, જાણો 8માં દિવસનું શેડયુલ

TV9 GUJARATI

|

Updated on: Feb 05, 2023 | 10:18 PM

30 જાન્યુઆરીથી શરુ થયેલા આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં એક બાદ એક અલગ અલગ રમતોમાં ધમાકેદાર મેચ જોવા મળી છે. છેલ્લા 7 દિવસમાં ખેલાડીઓએ પોતાના રાજ્યો માટે મેડલ જીતવા માટે ઘણી મહેનત કરી રહ્યાં હતા. ચાલો જાણીએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ના આઠમાં દિવસનું શેડયુલ.

Khelo India Youth Gamesની મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર ફરી ટોપ પર, જાણો 8માં દિવસનું શેડયુલ
Khelo India Youth Games 2022
Image Credit source: twitter

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલશે. ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.મધ્યપ્રદેશ દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ભારતમાં પ્રથમ વખત ડિજિટલ સ્ક્રીન સાથેની સ્માર્ટ ટોર્ચનું અનાવરણ કર્યું હતું. આ મશાલ મધ્યપ્રદેશના 52 જિલ્લામાંથી પસાર થઈ હતી.

30 જાન્યુઆરીથી શરુ થયેલા આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં એક બાદ એક અલગ અલગ રમતોમાં ધમાકેદાર મેચ જોવા મળી છે. છેલ્લા 7 દિવસમાં ખેલાડીઓએ પોતાના રાજ્યો માટે મેડલ જીતવા માટે ઘણી મહેનત કરી રહ્યા હતા. ચાલો જાણીએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ના આઠમાં દિવસનું શેડયુલ.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો આઠમાં દિવસનો કાર્યક્રમ

આવતીકાલે 6 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં  શૂટિંગ, ફૂટબોલ, કબડ્ડી અને વેઈટલિફટિંગ જેવી મહત્વપૂર્ણ રમતોની મેચ રમાશે. આ મેચમાં અલગ અલગ રાજયોના ખેલાડીઓએ મેદાન પર મેડલ જીતવા માટે ઉતરશે.

સાતમાં દિવસની રમત બાદ મેડલ ટેબલમાં આ રાજ્ય આગળ

છઠ્ઠા દિવસની રમત બાદ કાલે હરિયાણા રાજ્ય મેડલ ટેલીમાં ટોપ પર હતું, પરતું આજે વધુ ગોલ્ડ મેડલ જીતનાર મહારાષ્ટ્ર ફરી નંબર 1 પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર 25 ગોલ્ડ, 29 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 77 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે હરિયાણા કુલ 52 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે ગુજરાત 8 મેડલ સાથે 16માં ક્રમે છે.

અહીં જોઈ શકાશે ખેલો ઈન્ડિયાની લાઈવ મેચો

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. KIYG 2023 નું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati