આજે 4 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી મહત્વપૂર્ણ રમતોની મેચ રમાશે. આ મેચમાં અલગ અલગ રાજયોના ખેલાડીઓએ મેદાન પર મેડલ જીતવા માટે ઉતરશે.ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ મધ્યપ્રદેશના કુલ 8 શેહરોમાં રમાઈ રહી છે.આ વખતે 5 નવી રમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023 શરૂ થઈ ગઈ છે.આ ટુર્નામેન્ટ મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રાજ્યના વિવિધ શહેરોમાં રમાશે.ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આજે રમતનો સાતમો દિવસ છે ત્યારે આજનું સંપુર્ણ શેડ્યુલ જુઓ
Schedule | Day 7️⃣| #KheloIndia Youth Games 2022#KIYG2022 #KheloIndiaInMP@yashodhararaje pic.twitter.com/qBfBN4vQCL
— Khelo India (@kheloindia) February 4, 2023
ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની વધુ એક દીકરીએ ગુજરાત માટે મેડલ જીત્યો છે.ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી, ગુજરાત વોલીબોલ મેન્સ ટીમને સિલ્વર મેડલ જીત્યો છે.ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ઘનિષ્ઠ તાલીમ અને જરૂરી સહાયની મદદ થી આજે ગુજરાતના રમતવીરો રમત-ગમત ક્ષેત્રે નિરંતર આગળ વધી રહ્યા છે.
Medal Tally of Day 6️⃣ | #KheloIndia Youth Games 2022 👍#KIYG2022 #KheloIndiaInMP@yashodhararaje pic.twitter.com/wWforp0fwm
— Khelo India (@kheloindia) February 4, 2023
આજે 5 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં હોકી, શૂટિંગ, જીમનાસ્ટિક, એથલેટિક્સ, ફૂટબોલ, કબડ્ડી જેવી મહત્વપૂર્ણ રમતોની મેચ રમાશે. આ મેચમાં અલગ અલગ રાજયોના ખેલાડીઓએ મેદાન પર મેડલ જીતવા માટે ઉતરશે.જો યુથ ગેમ્સમાં આપણે મેડલ ટેલીની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર હરિયાણા 21 ગોલ્ડ મેડલ સાથે ટોપ પર છે. બીજા નંબર પર 20 ગોલ્ડ મેડલ સાથે મહારાષ્ટ્ર છે ત્યારબાદ ક્રમમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, વેસ્ટ બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તમિલનાડુ 10માં ક્રમમાં છે.
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. KIYG 2023 નું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે.