ભારતીય ખેલાડીને મેડલ માટે સ્કાર્ફ પહેરવો પડ્યો, ઈરાનના વિચિત્ર નિયમોથી પરેશાન થઈ તાન્યા

TV9 GUJARATI

|

Updated on: Feb 06, 2023 | 2:48 PM

તેહરાનમાં ઈરાન ફજર ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તાન્યા હેમંતને કેટલાક કડક ઈસ્લામિક નિયમોનું પાલન કરવું પડ્યું હતું.

ભારતીય ખેલાડીને મેડલ માટે સ્કાર્ફ પહેરવો પડ્યો, ઈરાનના વિચિત્ર નિયમોથી પરેશાન થઈ તાન્યા
ઈરાનમાં ખેલાડીઓ માટે કડક નિયમો
Image Credit source: Twitterઈરાનના ખેલાડીઓ માટે કડક નિયમો

ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી તાન્યા હેમંતે તેહરાનમાં આયોજિત ઈરાન ફજર ઈન્ટરનેશનલ ચેલેન્જની મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રકાશ પાદુકોણ એકેડમીમાં તાલીમ લેતી તાન્યા માટે આ ખૂબ જ ખાસ ક્ષણ હતી. તેણે ભારતની તસ્નીમ મીરને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. જોકે, ગોલ્ડ મેડલ લેવા માટે પોડિયમ પર જવા માટે તાન્યાએ માથા પર દુપટ્ટો બાંધવો પડ્યો હતો. આ ટુર્નામેન્ટના આયોજકોની આ એક અનોખી શરત હતી.

ઈરાનમાં ઈસ્લામિક કાયદાનું ખૂબ જ કડકાઈથી પાલન કરવામાં આવે છે. તેઓ અન્ય દેશોમાંથી આવતા લોકો માટે પણ નિયમોમાં છૂટછાટ આપતા નથી. આ જ કારણ છે કે, જ્યારે પણ આ દેશમાં કોઈ ટૂર્નામેન્ટ હોય છે ત્યારે ઈરાનની સાથે અન્ય દેશોના ખેલાડીઓએ પણ તેમના ધર્મને ધ્યાનમાં લઈ કડક નિયમોનું પાલન કરવું પડે છે.

તાન્યાએ સ્કાર્ફ પહેર્યો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, આયોજકોએ એક નિયમ બનાવ્યો હતો કે, જે પણ મહિલા ખેલાડીઓ મેડલ લેવા માટે પોડિયમ પર જાય છે, તેમણે તેમના માથા પર સ્કાર્ફ અથવા દુપટ્ટો રાખવાનો રહેશે. જોકે આ બધું ટુર્નામેન્ટના પત્રમાં લખવામાં આવ્યું ન હતું. પત્રમાં જે નિયમો હતા જે વિશ્વભરની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અનુસરવામાં આવે છે. ગયા વર્ષે જ્યારે તસ્મિને આ ખિતાબ જીત્યો હતો ત્યારે તેને આવું કરવું પડ્યું હતુ

મહિલાઓની મેચમાં પુરુષો પર પ્રતિબંધ

આ સિવાય ટૂર્નામેન્ટમાં ઘણા વિચિત્ર નિયમો હતા. મહિલા ખેલાડીઓની મેચ દરમિયાન સ્ટેડિયમમાં કોઈ પુરૂષને પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. પછી તે ખેલાડીના પિતા હોય કે કોચ. સ્ટેડિયમમાં રેફરીથી લઈને અમ્પાયર સુધી તમામ મહિલાઓ હતી. એન્ટ્રી ગેટ પર એક સ્ટીકર લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું, ‘પુરુષો માટે નો એન્ટ્રી’. પુરુષોને માત્ર મેન્સ પ્લેયર્સ અને મિક્સ્ડ ડબલ્સના ખેલાડીઓની મેચ જોવાની છૂટ હતી. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત મિક્સ ડબલ્સ ઈવેન્ટ યોજાઈ હતી.

ઈરાનના ખેલાડીઓ માટે કડક નિયમો

ઈરાનની મહિલા ખેલાડીઓને અન્ય કોઈ દેશમાં જઈને હિજાબ વગર રમવાની મંજૂરી નથી. તે શોર્ટ્સ કે સ્કર્ટ પહેરી શકતી નથી. તેમને આ શરતે ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળે છે કે તેઓ આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરશે. છેલ્લા ઘણા મહિનાઓથી ઈરાનમાં હિજાબને લઈને દેખાવો ચાલી રહ્યા છે, જેને દુનિયાભરની મહિલાઓએ સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં પરિસ્થિતિ બદલાય તેવી શકયતા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati