ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલશે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના પાંચમાં દિવસે ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની દીકરીઓ એક પછી એક મેડલ જીતી રહી છે.
ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.
આજે ગુજરાતે એથલિટસમાં 1 અને જિમ્નેસ્ટિક્સમાં 4 મેડલ જીત્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ મેડલ ગુજરાતની દીકરીઓએ જીત્યા છે. લક્ષિતા સાંડિલ્યા એ ફરી ગુજરાતને મેડલ અપાવ્યો છે. તેણે આ વખતે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. જિમ્નેસ્ટિક્સમાં ગુજરાતની 2 દીકરીઓએ ગુજરાતને આજે 4 મેડલ અપાવ્યા છે, જેમાંથી દિયા ઠાકોરે 3 સિલ્વર મેડલ અને નિશિ ભાવસારે એક ગોલ્ડ મેડલ જીત્યો છે.
7માં દિવસની રમત બાદ ગુજરાત ટીમના ખાતામાં 1 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 8 મેડલ છે. આ 8 મેડલ સાથે ગુજરાતની ટીમ મેડલ ટેલીમાં 16માં સ્થાને છે.
બોક્સિંગમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં ગુજરાતની દીકરી વિશ્વકર્મા પૂજા સતપાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં હરિયાણાની ખેલાડીએ બાજી મારીને ગોલ્ડ મેડલ જીત્યો છે. વિશ્વકર્મા પૂજા સતપાલે ગુજરાતના આ ટુર્નામેન્ટમાં ત્રીજો મેડલ જીતાડયો હતો.
View this post on Instagram
View this post on Instagram
શુક્રવારે ગુજરાત અને હરિયાણાની પુરુષ વોલીબોલ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં પરાજય થતા ગુજરાતની ટીમે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. આ પહેલા સેમી ફાઈનલમાં ગુજરાતની પુરુષ વોલીબોલ ટીમે ઉત્તરપ્રદેશની ટીમને હરાવી હતી.
View this post on Instagram
ગુજરાતની લક્ષિતા સાંડિલ્યાએ ગર્લ્સ 1500 મીટર રનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 4.45.51ના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.