AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

France vs Morocco: ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે ટક્કર, વર્લ્ડ કપમાં મોરોક્કો એક પણ મેચ હાર્યું નથી

FIFA વર્લ્ડ કપ 2022માં મોરોક્કો એક પણ મેચ હાર્યું નથી, પરંતુ સેમિફાઇનલમાં તેની સ્પર્ધા ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સાથે છે, જેને પાર કરવી આસાન નહીં હોય.

France vs Morocco: ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે ટક્કર, વર્લ્ડ કપમાં મોરોક્કો એક પણ મેચ હાર્યું નથી
FIFA વર્લ્ડ કપ 2022માં મોરોક્કો એક પણ મેચ હાર્યું નથીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 9:43 AM
Share

ફિફા વર્લ્ડકપ 2022ની બીજી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફાન્સની ટક્કર મોરક્કો સામે થશે. મોરક્કો એ ટીમ છે જે અત્યારસુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. એવામાં સવાલ એ છે કે, શું ફાન્સ આ વિરોધી ટીમને ટક્કર આપશે. ગ્રુપમાં બીજા નંબરની રેન્કિંગવાળી બ્લેજિયમ બાદ યુરોપીય દિગ્ગજ સ્પેન અને પોર્ટુગલને નોકઆઉટ રાઉન્ડમાં હરાવનારી મોરક્કોની ટીમે પોતાના દેશના ફુટબોલ ઈતિહાસમાં એક શાનદાર આધ્યાય લખ્યો છે. વર્લ્ડકપ સેમિફાઈનલમાં સ્થાન બનાવનારી આફ્રિકાની પ્રથમ ટીમ મોરક્કો પર 1912થી 1956 વચ્ચે ફાન્સનું શાસન રહ્યું છે. જેને લઈ આ મેચનો માહોલ પણ અલગ જ અંદાજમાં બન્યો છે.

ફાન્સની પાસે એમબાપ્પે જેવા સ્ટાઈકર છે જે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા સ્ટારને પોતાની તાકાત દેખાડવામાં સફળ રહ્યા છે. આ વર્લ્ડકપમાં એમબાપ્પે અત્યારસુધી સૌથી વધુ 5 ગોલ કરી ગોલ્ડન બુટની દોડમાં સૌથી આગળ છે. સ્પષ્ટ છે કે, મોરક્કોના ડિફેન્સને અત્યારે સૌથી મોટો પડકારનો સામનો કરવો પડશે.

ફાન્સે ઈંગ્લેન્ડને હરાવી સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યું

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલ મેચ જીતી સેમીફાઈનલ સુધી પહોંચી ફાન્સ માટે મોરક્કો વિરુદ્ધ ગોલ કરવાનું આસાન રહેશે નહિ. મોરક્કોએ અત્યારસુધી આ વર્લ્ડકપમાં એક પણ ગોલ ગુમાવ્યો નથી.

મોરક્કોની આશા અમર

તમને જણાવી દઈએ કે મોરક્કન ટીમનું મનોબળ ઉંચુ છે. ફ્રેન્ચ મૂળના મોરોક્કન કોચ વાલિદ રેગ્રાગુએ કહ્યું, ‘મને પૂછવામાં આવ્યું કે શું આપણે વર્લ્ડ કપ જીતી શકીએ છીએ, તો મેં કહ્યું કે કેમ નહીં. આપણે સ્વપ્ન જોઈ શકીએ છીએ અને સ્વપ્ન જોવામાં કંઈ ખોટું નથી. તેણે કહ્યું, ‘યુરોપિયન દેશો વર્લ્ડ કપ જીતી રહ્યા છે અને અમે ટોચની ટીમો સામે રમ્યા છે, તે સરળ નહોતું. હવે દરેક ટીમ અમારાથી ડરતી હશે.

ફાન્સના રાષ્ટ્રપતિ સેમિફાઈનલ મેચ જોશે

રિપોર્ટસ છે કે, ફાન્સના રાષ્ટ્રપતિ એમૈન્યુઅલ મૈકરોન પણ આ મેચ જોવા માટે અલ બયાત સ્ટેડિયમ પહોંચી શકે છે. મોરક્કોના ચાહકો હજારોની સંખ્યામાં અહિ પહોંચી ચૂક્યા છે. એટલે કે મેદાન લાલ અને લીલી રંગથી ભરેલું દેખાશે.ફ્રાન્સ સેન્ટર બેક રાફેલ વરાણેએ કહ્યું કે તેમની ટીમ આત્મસંતુષ્ટતાનો શિકાર નથી અને પ્રતિસ્પર્ધીને હળવાશથી લેશે નહીં. તેણે કહ્યું, ‘મોરોક્કો નસીબની મદદથી અહીં સુધી નથી પહોંચ્યું. તેઓ એક મહાન ટીમ છે અને અમે આ યુદ્ધ માટે તૈયાર છીએ.

g clip-path="url(#clip0_868_265)">