AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA WC 2022: ખુશીના માર્યા મહિલા ફેને કપડાં ઉતારી દીધા, મનાવ્યો જશ્ન હવે જેલની હવા ખાવા પડશે

કતારમાં રમાયેલ ફિફા વિશ્વકપની ફાઈનલ મેચ જબરદસ્ત રહી હતી. હાઈવોલ્ટેજ ફાઈનલને આર્જેન્ટિનાએ જીતી લેતા જ ચાહકો જીતનો જશ્ન મનાવવા લાગ્યા હતા. જેમાં કેટલાક ભાન ભૂલ્યા અને કતારના નિયમો તોડી દીધા

FIFA WC 2022: ખુશીના માર્યા મહિલા ફેને કપડાં ઉતારી દીધા, મનાવ્યો જશ્ન હવે જેલની હવા ખાવા પડશે
ટોપ ઉતારી જશ્ન મનાવવો યુવતીને ભારે પડી શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2022 | 11:21 AM
Share

લિયોનલ મેસીની નિવૃત્તી યાદગાર બની ગઈ છે. તેનુ સપનુ પુરુ થઈ ગયુ છે. મેસીની ટીમ આર્જેન્ટિનાએ ફિફા વિશ્વકપ 2022 ની ફાઈનલ મેચ જીતી લીધી છે. હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ જીતી લેતા જ ચાહકો પણ ખૂબ ઉત્સાહ રાહભર મનાવ્યો હતો. આ દરમિયાન કેટલાક ચાહકો જશ્નની ખુશીઓમાં નિયમોને પણ ભૂલી ગયા હતા. કતારના નિયમોને ચૂકીને એક મહિલા ચાહક ટોપલેસ થઈ ગઈ હતી. આ મહિલાને હવે જેલયોગ બની શકે છે. ટોપ ઉતારીને ખુશીઓ મનાવવી તેને ભારે પડી શકે છે.

રવિવારે નિર્ધારિત સમયમાં પણ ફાઈનલ મેચ બરાબરી પર રહી હતી, જે પહેલા હાલ્ફમાં એકતરફી મેચ લાગી રહી હતી. જોકે બાદમાં એક્સ્ટ્રા સમયમાં પણ મેચ બરાબર રહેતા અંતે પરિણામ શૂટઆઉટ પેનલ્ટી દ્વારા આવ્યુ હતુ. આમ મેચ જેમ જેમ આગળ વધી રહી હતી અને પરિણામ આવવા સુધી ચાહકો માટે દિલની ધડકનો વધારનારી રહી હતી.

ટોપ ઉતારી ખુશી મુશ્કેલી ઉભી કરી શકે છે

આર્જેન્ટિના શૂટ આઉટમાં જીત મેળવી કે તરત સ્ટેડિયમની અંદર અને બહાર ચારેકોર આર્જેન્ટિનાના ચાહકો ખુશીઓ મનાવવા લાગ્યા હતા. જશ્નના માહોલમાં સૌ કોઈ ડૂબી ગયેલુ જોવા મળતુ હતુ. આ ગજબના માહોલ વચ્ચે એક મહિલા ચાહકે પોતાનુ ટોપ ઉતારી દીધુ હતુ. અતિ ઉત્સાહ દર્શાવતા તેણે ટોપ ઉતારીને ઝૂમવા લાગી જતા જ સ્ક્રિન પર તે નજર ચઢી હતી. મહિલા ફેન માટે કતારના આકરા નિયમો મુશ્કેલીઓ સર્જી શકે છે.

મહિલાઓના પહેરવેશને લઈ આકરા નિયમ ઘડાયા હતા

ટુર્નામેન્ટ દરિમાન મહિલાઓ માટે કતારમાં આકરા નિયમો ઘડવામાં આવ્યા હતા. જેમાં સાર્વજનિક રુપથી ઘૂંટણથી ઉપર અને ઓફ શોલ્ડર કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એવામાં આ મહિલાનો અતિ ઉત્સાહ ખતરનાક સાબિત થઈ શકે છે. તેને મોટો દંડ અથવા તો પછી જેલમાં પણ જવુ પડી શકે છે. ઓફ શોલ્ડર તો ઠીક પણ આ મહિલા ચાહક તો ઉત્સાહના દરિયા વચ્ચે ટોપલેસ જ થઈ ગઈ હતી.

ફિટ અને ક્લીવેજ કપડાં પહેરવા પર કડક વલણ

વર્લ્ડ કપ માટે કતાર આવનારી મહિલાઓને ફીટ કરેલા કપડાં અને ક્લીવેજ દર્શાવતા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કડક નિયમો વચ્ચે આર્જેન્ટિનાની એક મહિલા ફેનના વાયરલ થયેલા ટોપલેસ ફોટોએ હંગામો મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે આ મહિલાને કતારના નિયમો તોડવા બદલ જેલ જવું પડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">