KheloIndia Youth Gamesનું આજનું શેડ્યુલ જુઓ, ગુજરાતના ખાતામાં કુલ 11 મેડલ આવ્યા

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 9:39 AM

આજે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો 10મો દિવસ છે, આજે ખેલાડીઓ મેડલ માટે દાવ રમશે. ગુજરાતની ટીમે પણ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ખાતું ખોલ્યું છે. તેના ખાતમાં કુલ 11 મેડલ આવ્યા છે.

KheloIndia Youth Gamesનું આજનું શેડ્યુલ જુઓ, ગુજરાતના ખાતામાં કુલ 11 મેડલ આવ્યા
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો 10મો દિવસ
Image Credit source: Twitter

મધ્યપ્રદેશ ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022માં સ્વિમિંગની 200 મીટર ફ્રી-સ્ટાઈલ ઇવેન્ટમાં દેવાંશ પરમારે સિલ્વર મેડલ જીતી સમગ્ર રાજ્યને ગૌરવ પ્રદાન કરાવ્યું છે.તેમની આ જીત અન્ય ખેલાડીઓ માટે પ્રેરણસ્રોત સિદ્ધ થશે. તેમજ ગુજરાતના રમતવીર આનક ચૌહાણે કેનોઈંગ સલાલમ રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશના 8 શહેરોમાં આયોજિત કરવામાં આવશે. આ ગેમ્સમાં 27 ઇવેન્ટ થશે.

આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આજે રમતનો સાતમો દિવસ છે ત્યારે આજનું સંપુર્ણ શેડ્યુલ જુઓ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આજનું શેડ્યુલ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો આજે 10મો દિવસ છે. આજે સવારે 7 કલાકથી સાઈકલિંગની ઈવેન્ટથી રમતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારબાદ રેસલિંગ, જુડો, રોઈંગ, મલખમ, ફુટબોલમાં ગર્લ્સ અને બોયસની મેચ પણ રમાશે. ત્યારબાદ 10 કલાકથી ફેન્સિંગ,ટેનિસ, વેઈટલિફટિંગ, કબડ્ડુી અને સ્વિમિંગ કોમ્પિટિશનમાં ટક્કર જોવા મળશે.

ગુજરાત ટૉપ 20માં સામેલ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલીની વાત કરીએ તો મહારાષ્ટ્ર 31 ગોલ્ડ મેડલ , 31 સિલ્વર મેડલ અને 28 બ્રોન્ઝ મેડલ સાથે ટોટલ 90 મેડલ સાથે ટૉપ પર છે. ત્યારબાદ બીજા ક્રમ પર મધ્યપ્રદેશ,ત્રીજા સ્થાન પર હરિયાણા રાજસ્થાન પાંચમા ક્રમે ઓડિશા છઠ્ઠા ક્રમે તમિલનાડુ , વેસ્ટ બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને 10માં ક્રમે પંજાબની ટીમ છે. ગુજરાત 19માં સ્થાને 1 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ 4 ગોલ્ડ મેડલ સાથે કુલ 11 મેડલ સાથે ટૉપ 20માં સામેલ છે.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. KIYG 2023 નું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati