લાઇટ્સ, એક્શન, લે પંગા: ઐતિહાસિક પ્રો કબડ્ડી લીગ સીઝન 10ની ક્રુઝ પર ભવ્ય ઉજવણી સાથે શરૂઆત
પ્રો કબડ્ડી લીગની 10મી સિરિઝ સુધી પહોંચવાની ઐતિહાસિક સફળતાના ભાગરૂપે શુક્રવારે અમદાવાદમાં અક્ષર રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી સાથે સીઝન 10ની શરૂઆત કરી હતી. પ્રો કબડ્ડી લીગ, સ્પોર્ટ્સ લીગના હેડ તથા મશાલ સ્પોર્ટ્સ એન્ડ લીગ કમિશનર અનુપમ ગોસ્વામીએ ટીમના કેપ્ટનો સાથે સ્પેશિયલ સીઝનનું ઉદ્ધાટન કર્યુ હતુ

ભારતીયો અને કબડ્ડી વચ્ચે ઘણા વર્ષોથી ગાઢ સંબંધ જોવા મળ્યો છે. આ રમતને 2014માં પ્રો કબડ્ડી લીગની શરૂઆતથી લોકપ્રિયતા અને મહત્વ મળ્યુ છે. મશાલ સ્પોર્ટ્સના સ્થાપકોએ 30-સેકન્ડ રેઈડ, ડુ ઓર-ડાય રેઈડ, સુપર રેઈડ અને સુપર ટેકલ્સ જેવા ઈનોવેટિવ નિયમો લાગૂ કરી ભારતના ચાહકો માટે રમતને વધુ આકર્ષક બનાવી છે. આ લીગના બ્રોડકાસ્ટર્સે લાખો લોકોને આકર્ષવા માટે રમતને શાનદાર રીતે રજૂ કરી હતી.
પ્રો કબડ્ડી લીગની 10મી સિરિઝ સુધી પહોંચવાની ઐતિહાસિક સફળતાના ભાગરૂપે શુક્રવારે અમદાવાદમાં અક્ષર રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી સાથે સીઝન 10ની શરૂઆત કરી હતી. પ્રો કબડ્ડી લીગ, સ્પોર્ટ્સ લીગના હેડ તથા મશાલ સ્પોર્ટ્સ એન્ડ લીગ કમિશનર અનુપમ ગોસ્વામીએ PKL સિઝન 9-નીવિજેતા ટીમના કેપ્ટન સુનિલ કુમાર (જયપુર પિંક પેન્થર્સ) અને સીઝન 10ની ઓપનિંગ ગેમ કેપ્ટન પવન સેહરાવત (તેલુગુ ટાઇટન્સ) અને ફઝલ અત્રાચાલી (ગુજરાત જાયન્ટ્સ) સાથે સ્પેશિયલ સીઝનનું ઉદ્ધાટન કર્યુ હતુ.
View this post on Instagram
સાબરમતી નદી પર ચાલુ ક્રુઝ પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અનુપમ ગોસ્વામીએ જણાવ્યુ હતું કે, “સિઝન 10 માટે 12-શહેરોના કારવાં ફોર્મેટમાં પાછા જવું એ નોંધનીય માઈલસ્ટોન છે. અમે ઓછામાં ઓછા નવ ભૌગોલિક વિસ્તારોને ફરીથી સક્રિય કરીશું, જેઓએ 2019થી પ્રો કબડ્ડી લીગ પોતાના પ્રદેશમાં જોઈ નથી. 12 શહેરોમાં લીગનું આયોજન કરવાથી લીગને દરેક ફ્રેન્ચાઈઝીના ગૃહ પ્રદેશોમાં સમુદાયો સાથે મજબૂત સંબંધ સ્થાપવામાં મદદ મળે છે.”
Our Pangebaaz are back, stronger than ever Ready to breathe K A B A D D I
Catch them in action from tomorrow, 7:30 PM onwards, LIVE on the Star Sports Network and for free on the Disney+Hotstar mobile app! #ProKabaddi #PressConference #PKLSeason10 #HarSaansMeinKabaddi pic.twitter.com/rEO3s3oADm
— ProKabaddi (@ProKabaddi) December 1, 2023
શનિવારે ટ્રાન્સસ્ટેડિયા દ્વારા EKA એરેના ખાતે PKL સીઝન 10ની બ્લોકબસ્ટર ઓપનિંગ ગેમમાં ગુજરાત જાયન્ટ્સ તેલુગુ ટાઇટન્સ સામે ટકરાશે. તેલુગુ ટાઇટન્સના કેપ્ટન અને પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી પવન સેહરાવતે જણાવ્યુ હતું કે, તેમની ટીમ આ લીગનું ઓપનિંગ કરવા તૈયાર છે, “હું મેટ પર લડવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
છેલ્લી સીઝનમાં હારનો સામનો કરવો મારા માટે મુશ્કેલ હતો. જો કે, મેં આ સીઝન માટે ભરપૂર તૈયારીઓ કરી છે. હું પ્રથમ ગેમમાં ફેઝલનો સામનો કરવા પણ આતુર છું. અમારા ખેલાડીઓએ ટ્રેનિંગ કેમ્પમાં સિઝન માટે ખૂબ સારી પ્રેક્ટિસ અને મહેનત કરી છે. અમે ગુજરાત જાયન્ટ્સ સામેની અમારી પ્રથમ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”
પ્રો કબડ્ડી લીગના સૌથી મોંઘા ડિફેન્ડર અને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન ફઝલ અત્રાચલીએ કહ્યું, “હું પ્રો કબડ્ડી લીગ સીઝન 10નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વિશ્વની શ્રેષ્ઠ કબડ્ડી ટૂર્નામેન્ટ છે. અમે સિઝન શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. હું આ વર્ષે ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે, જે ગૌરવની વાત છે. અમારી પાસે ઘણી યુવા પ્રતિભા છે અને સારા કોચ છે. અમે આ સીઝનમાં સારૂ પર્ફોર્મન્સ આપીશું.”
ગત સીઝનમાં પ્રો કબડ્ડી લીગની ટ્રોફી જીતનાર જયપુર પિંક પેન્થર્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સિઝન 10માં વિશે જયપુર પિંક પેન્થર્સના કેપ્ટન સુનીલ કુમારે કહ્યું કે, “આ ટ્રોફી અત્યારે અમારી છે અને તે અમારી સાથે રહે, તેની ખાતરી કરવી પડશે. અમે આ સિઝન માટે વધુ આકરી ટ્રેનિંગ લીધી છે. અમે ગતવર્ષે જોરદાર પ્લેયર કોમ્બિનેશન કર્યું હતું અને આ વર્ષે પણ એ જ જુસ્સા અને ટ્રીક સાથે પર્ફોર્મન્સ આપીશું. અમે ટુર્નામેન્ટ માટે ઘણી સારી તૈયારી કરી છે.”
પ્રો કબડ્ડી લીગ સીઝન 10નું ટાઈમટેબલ
અમદાવાદ લીગ 2-7 ડિસેમ્બર 2023 દરમિયાન રમાશે. ત્યારબાદ, બેંગલુરુ (8-13 ડિસેમ્બર 2023), પુણે (15-20 ડિસેમ્બર 2023), ચેન્નાઈ (22-27 ડિસેમ્બર 2023), નોઈડા (29 ડિસેમ્બર 2023 – 3 જાન્યુઆરી 2024), મુંબઈ (5-10 જાન્યુઆરી 2024), જયપુર (12-17 જાન્યુઆરી 2024), હૈદરાબાદ (19-24 જાન્યુઆરી 2024), પટના (26- 31 જાન્યુઆરી 2024), દિલ્હી (2-7 ફેબ્રુઆરી 2024), કોલકાતા (9-14 ફેબ્રુઆરી 2024) અને પંચકુલા (16-21 ફેબ્રુઆરી) ખાતે મેચ યોજાશે.
પ્રો કબડ્ડી લીગનું લાઈવ ટેલિકાસ્ટ ક્યા થશે ?
પ્રો કબડ્ડી લીગની સીઝન 10નું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને ડિઝની+ હોટસ્ટાર પર ફ્રી થશે.પ્રો કબડ્ડી લીગના તમામ લાઇવ અપડેટ્સ માટે, www.prokabaddi.com પર લોગ ઇન કરો, પ્રો કબડ્ડી એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા Instagram, Youtube, Facebook, Twitter અને થ્રેડ્સ પર @prokabaddi પેજ ફોલો કરો.
આ પણ વાંચો: રોહિત કે હાર્દિક – T20 વર્લ્ડ કપમાં કોણ બનશે કેપ્ટન? BCCIની મન કી બાત