પુરૂષ એશિયા કપ (Asia Cup Hockey) હોકીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયાના જકાર્તામાં 23 મેથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જબરદસ્ત ઉત્તેજના જોવા મળશે. કારણ કે ઓપનિંગ મેચમાં જ ભારત (Hockey India) તેની કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન (Pakistan Hockey) સામે ટકરાશે. આ એશિયા કપની 11મી આવૃત્તિ હશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 1 જૂને રમાશે. આઠ ટીમો વચ્ચે એશિયા કપ ચેમ્પિયન બનવાની આ લડાઈનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
23 મેથી શરૂ થઈ રહેલ એશિયા કપ (Asia Cup Hockey) ટુર્નામેન્ટમાં કુલ 2 પુલ રાખવામાં આવ્યા છે. આ 2 પુલમાં વિશ્વની કુલ 8 ટીમોને વહેંચવામાં આવી છે. મહત્વનું છે કે પોતાના કટ્ટર હરીફ ગણાતા ભારત અને પાકિસ્તાનની ટીમો પુલ Aમાં સ્થાન મળ્યું છે. આ પુલમાં આ 2 ટીમો ઉપરાંત જાપાન અને યજમાન રાષ્ટ્ર ઈન્ડોનેશિયાની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા પુલની વાત કરીએ તો તેમાં બાંગ્લાદેશ, મલેશિયા, ઓમાન અને દક્ષિણ કોરિયાને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતની વાત કરીએ તો ટીમની નજર ચોથી એશિયા કપ ટાઇટલ જીતવા પર હશે. 2017માં ટીમે એક પણ મેચ હાર્યા વિના તેનું ત્રીજું એશિયા કપ ટાઈટલ જીત્યું. તે સમયે ભારત પુલ Aમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને જાપાન સાથે હતું. ભારતે 2003, 2007 અને 2017માં આ કપ જીત્યો છે. પાકિસ્તાનની વાત કરીએ તો તેણે આ કપ 1982, 1985 અને 1989માં જીત્યો હતો.
Hero Asia Cup Jakarta 2022 to be held in Jakarta, Indonesia from 23 May to 1 June 2022. President Asian Hockey Federation Dato Fumio Ogura welcomes the top athletes from across Asia to this big event.
Read Full Press Release: https://t.co/6B5eJz68Al pic.twitter.com/p43VGRVCWW
— Asian Hockey Federation (@asia_hockey) April 26, 2022
દક્ષિણ કોરિયાએ સૌથી વધુ વખત આ કપ જીત્યો છે. તેઓ આ કપ 1994, 1999, 2009 અને 2013માં જીતી ચૂક્યા છે. જો ભારત આ વખતે કપ જીતવામાં સફળ રહેશે તો તે આ ટીમની બરાબરી કરશે. ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમનો જુસ્સો ઉંચો છે.
આ પણ વાંચો : શું વિરાટ કોહલી આફ્રિકા શ્રેણીમાંથી બહાર થશે? ખરાબ ફોર્મ વચ્ચે BCCIના અધિકારી તરફથી મોટો સંકેત
Published On - 10:43 pm, Wed, 27 April 22