ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) સમાપ્ત થયું છે. પરંતુ તે પૂર્ણ થતાની સાથે જ એક ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડની 24 વર્ષીય મહિલા સાઈકલિસ્ટ અને ઓલિમ્પિયન ઓલિવિયા પોડમોર(Olivia Podmore)નું અચાનક નિધન થયું છે. ઓલિવીયાએ 2016 રિયો ઓલિમ્પિક (2016 Rio Olympics)અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ઓલિવિયાનું સોમવારે અચાનક મૃત્યુ થયું છે. જોકે તેણે મોતનું કારણ જાણી શકાયું નથી. ઓલિવિયા પોડમોર (Olivia Podmore) સૌની મનપસંદ સાઈકાલીસ્ટ હતી. 24 વર્ષીય સાઈકલીસ્ટ હેમિલ્ટન નજીક તેના કેમ્બ્રિજ ઘરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્પોર્ટસ ન્યૂઝલેન્જના ચીફ એક્ઝિક્યુટિવે રાયલન કેસેલને જણાવ્યું હતું કે પોડમોર (Podmore)ને તેમના મૃત્યુ પહેલા તમામ સહાય પૂરી પાડવામાં આવી હતી.
સાયકલિંગ ન્યુઝીલેન્ડ (New Zealand)ના વડા જેક્સ લેન્ડ્રીએ જણાવ્યું હતું કે અમને એ પ્રશ્ન રહેશે કે પોડમોરને મદદ કરવામાં અમારી એસોસિએશનની ક્યાં ભૂલ થઈ છે. લેન્ડ્રીએ કહ્યું, “ઘણા લોકો હતા જેમણે તેમની કારકિર્દીમાં તેમને મદદ કરી છે. જ્યાં ખોટું થયું તેના પર અમે પગલા લઈશું.
24 વર્ષીય ખેલાડીના મૃત્યુથી સન્નાટો
રોઈંગમાં ન્યૂઝીલેન્ડ (New Zealand)ના બે વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા એરિક મરેએ જણાવ્યું હતું કે અમે એક બહેન, એક મિત્ર, એક ફાઈટર ગુમાવી છે. અમે રવિવારે સાથે સ્નોબોર્ડિંગમાં ગયા. હું કદાચ છેલ્લો વ્યક્તિ છું, જેણે તેને જીવતી જોઈ હતી. “એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈને માનસિક સ્વાસ્થ્યમાંથી સાજા થવામાં મદદની જરૂર હોય તો તેણે તે લેવું જોઈએ.
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની મેડલ ટેલીમાં ન્યૂઝીલેન્ડની ટીમ 13માં સ્થાને છે. કિવિ ટીમે ગેમ્સમાં કુલ 20 મેડલ જીત્યા હતા, જેમાં 7 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અમેરિકાએ 39 ગોલ્ડ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો : Neeraj Chopra : ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું આગામી લક્ષ્ય શું છે ? વાંચો આ અહેવાલ