Cricket Team : ટીમ ઈન્ડિયાનો આ ઓપનર બન્યો ઝીરોમાંથી હીરો, જેના નામે છે શાનદાર રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના આ પ્રભાવશાળી ઓપનરે પોતાના પ્રદર્શનથી લોકોની બોલતી બંધ થઈ ગઈ છે. તેમનો કરિશ્મા પણ આ મેચમાં કંઈક આવો જ હતો.

Cricket Team : ટીમ ઈન્ડિયાનો આ ઓપનર બન્યો ઝીરોમાંથી હીરો, જેના નામે છે શાનદાર રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો આ ઓપનર ઝીરોમાંથી હીરો બન્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 11:46 AM

Cricket Team : ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)ના આ ઓપનરના નામે શાનદાર રેકોર્ડ છે. આ ખેલાડીએ વિશ્વના દરેક ક્ષેત્રમાં પોતાના બેટની મજબૂત છાપ છોડી છે અને જ્યારે ટીમ ઈન્ડિયાનો આ બેટ્સમેન (Batsman)આ ઐતિહાસિક મેચમાં ઉતર્યો ત્યારે દર્શકોએ જેટલી મજા કરી હતી.

આ ખેલાડી (Player)એ પણ એવી ઈનિંગ રમી હતી કે ક્રિકેટ ઈતિહાસના ત્રણ દિગ્ગજોની ત્રણ સદીઓ ભારે પડી ગઈ હતી. આ મેચ આ દિવસે એટલે કે, 20 ઓગસ્ટથી શરૂ થઈ હતી. આ મેચ કોઈ સામાન્ય મેચ નહોતી. ચાલો આ મેચમાં શું થયું તેના વિશે પણ તમને જણાવીએ.

આ મેચ MCCની ટીમો એટલે કે, મેરીલેબોન ક્રિકેટ ક્લબ (Cricket Club)અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વચ્ચે રમાઈ હતી. મેચનું સ્થળ લોર્ડ્સ ખાતે હતું અને મેચ 20 ઓગસ્ટ 1987 ના રોજ શરૂ થઈ હતી. મેચ 25 ઓગસ્ટ સુધી ચાલી હતી. જેમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબે પ્રથમ વિકેટ 5 વિકેટના નુકસાને 455 રનમાં જાહેર કરી હતી. તેમાં બે સદી ફટકારી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કેપ્ટન માઇક ગેટિંગે (Captain Mike Getting) 179 જ્યારે ગ્રેહામ ગૂચે 117 રન બનાવ્યા હતા. બે સદી ઉપરાંત બે અડધી સદી પણ ફટકારી હતી. ગોર્ડન ગ્રીનિજે 52 રન અને ક્લાઇવ રાઇસે અણનમ 59 રન બનાવ્યા હતા. જવાબમાં રેસ્ટ ઓફ ધ વર્લ્ડએ 7 વિકેટના નુકસાને 421 રનમાં પ્રથમ દાવ જાહેર કર્યો હતો.

ઓપનર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) 188 રનની શાનદાર ઇનિંગ રમીને દરેકની વાહવાહી મેળવી હતી. 351 બોલની પોતાની ઇનિંગમાં તેણે 23 ચોગ્ગા ફટકાર્યા હતા. ગાવસ્કર સિવાય ઇમરાન ખાને 82 રન બનાવ્યા હતા. MCC માટે રવિ શાસ્ત્રી અને માલ્કમ માર્શલે ત્રણ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

આવું રહ્યું ઐતિહાસિક મેચનું પરિણામ

આ પછી, MCC ટીમે બીજા દાવની શરૂઆત કરી. આ વખતે ટીમે 6 વિકેટના નુકસાન પર 318 રન કર્યા હતા. હવે 122 રન બનાવનાર ગોર્ડન ગ્રીનીજ સદી ફટકારી હતી. તેના સિવાય ગ્રેહામ ગૂચે 70, ડેવિડ ગોવર 40 અને રિચાર્ડ હેડલીએ 36 રનનું યોગદાન આપ્યું હતું. રેસ્ટ ઓફ ધ વર્લ્ડ તરફથી અબ્દુલ કાદિરે સૌથી વધુ બે વિકેટ મેળવી હતી.

જ્યારે ઇમરાન ખાન, કર્ટની વોલ્શ, કપિલ દેવ અને રોજર હાર્પરને એક -એક વિકેટ મળી હતી. આ સ્થિતિમાં રેસ્ટ ઓફ ધ વર્લ્ડને જીતવા માટે 353 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મેચ સમાપ્ત થવાની આરે પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમે 1 વિકેટના નુકશાને 13 રન બનાવ્યા હતા, ત્યારે જ મેચ ડ્રો જાહેર કરવી પડી હતી.

આ ઇનિંગમાં સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) ખાતું ખોલાવ્યા વગર 3 બોલ પર આઉટ થયા હતા. આ મેચમાં પહેલા ઝીરો હતા અને પછી હીરો બની ગયા હતા.

આ પણ વાંચો : lionel messiના આસું વાળું ટીશ્યુ પેપર વેચવામાં આવશે. કિંમત જાણી તમારા હોશ ઉડી જશે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">