T20 World Cup: ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ભારતના સમર્થનમાં આવ્યો કેવિન પીટરસન, હિન્દીમાં ટ્વિટ કર્યો ખાસ સંદેશ

ટીમ ઈન્ડિયાના સમર્થનમાં આવેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ભારતીય ટીમના ચાહકો માટે એક ખાસ સંદેશ આપ્યો છે અને તેણે આ સંદેશ હિન્દીમાં આપ્યો છે.

T20 World Cup: ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ભારતના સમર્થનમાં આવ્યો કેવિન પીટરસન, હિન્દીમાં ટ્વિટ કર્યો ખાસ સંદેશ
Kevin Pietersen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 5:39 PM

T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021)માં બે મેચ હારી ગઈ છે. પ્રથમ મેચમાં તેને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને બીજી મેચમાં તેને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાની પણ જોરદાર ટીકા થઈ રહી છે.

કોઈ ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવી રહ્યું છે તો કોઈ ટીમના ખેલાડીઓના પ્રદર્શન પર આંગળી ઉઠાવી રહ્યું છે. આ સ્થિતિમાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસ (Kevin Pietersen) ને લોકોને ટીમને સમર્થન આપવાની માગ કરી છે. પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને ભારતીય ચાહકોને સંદેશ આપ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પીટરસ (Kevin Pietersen) ને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, સ્પોર્ટ્સમાં વિજેતા અને હારનાર હોય છે. કોઈ ખેલાડી હારવા માટે બહાર નથી નીકળતો. તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી મોટું સન્માન છે. મહેરબાની કરીને સમજો કે રમતગમતના લોકો રોબોટ નથી અને તેમને દરેક સમયે સમર્થનની જરૂર છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના બોલરોએ પોતાના કેપ્ટનના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને ભારતને મોટો સ્કોર ન થવા દીધો. ભારતનો મજબૂત બેટિંગ ઓર્ડર સાત વિકેટે 110 રન જ બનાવી શક્યો હતો. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે અણનમ 26 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 23 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 18, રોહિત શર્માએ 14 અને રિષભ પંતે 12 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. ઈશ સોઢીએ બે સફળતા મેળવી. ટિમ સાઉથી અને એડમ મિલ્નેએ એક-એક વિકેટ લીધી હતી. આ પછી ભારતીય ટીમના બોલરો નાના સ્કોર બચાવી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડાર્લી મિશેલે 49 રનની ઇનિંગ રમી હતી. માર્ટિન ગુપ્ટિલે 20 રન બનાવ્યા હતા. કેપ્ટન વિલિયમસન 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. ડેવોન કોનવે પણ બે રન બનાવ્યા બાદ તેની સાથે અણનમ રહ્યો હતો.

સેમી ફાઇનલમાં જવાનો મુશ્કેલ રસ્તો

ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. તેનું જીતનું ખાતું પણ હજી ખોલાયું નથી. હવે જો તેને સેમીફાઈનલમાં જગ્યા બનાવવી હોય તો તેણે બાકીની ત્રણ મેચ જીતવી પડશે. તેણે હવે અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સામે જીત મેળવવી પડશે. આ ત્રણ મેચ જીત્યા બાદ તેણે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. ત્યારબાદ જ તે સેમિફાઈનલમાં જઈ શકશે.

આ પણ વાંચો : T20 World Cup 2021 ટીમ ઈન્ડિયાને 2 હાર બાદ પણ સેમીફાઈનલમાં સ્થાન મળશે ! જાણો કઈ રીતે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">