AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: સતત 4 બોલ પર 4 વિકેટ, T20 ડેબ્યૂ પર 9 બોલમાં 5 શિકાર, આવું કરનાર પ્રથમ ભારતીય

Syed Mushtaq Ali Trophy: 23 વર્ષીય બોલર જમશેદ આલમ 10 થી ઓછા બોલમાં 5 વિકેટ લેનાર T20 માં પ્રથમ ભારતીય બની ગયો છે. મોટી વાત એ છે કે આ કમાલ તેણે પોતાના T20 ડેબ્યૂ પર કરી છે.

Breaking: સતત 4 બોલ પર 4 વિકેટ, T20 ડેબ્યૂ પર 9 બોલમાં 5 શિકાર, આવું કરનાર પ્રથમ ભારતીય
| Updated on: Nov 22, 2026 | 3:55 PM
Share

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2026 માં રેલવેનો મુકાબલો સૌરાષ્ટ્રની ટીમ સામે હતો. ઇન્દોરના ડેલી કોલેજ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલા આ મુકાબલામાં રેલવેના ઝડપી બોલર જમશેદ આલમનો કહેર વરસ્યો હતો. 23 વર્ષીય જમશેદ આલમની આ ડેબ્યૂ T20 મેચ હતી, જેને તેણે પોતાના માટે હંમેશા માટે યાદગાર બનાવી લીધી. આવું તેણે બે રીતે કર્યું. પહેલું સતત 4 બોલ પર 4 વિકેટ લઈને અને બીજું 9 બોલ પર એટલે કે માત્ર 10 બોલની અંદર જ 5 વિકેટ ઝડપવાનું કારનામું કરીને. T20 ડેબ્યૂ પર 5 વિકેટ લેનાર જમશેદ આલમ ભારતનો છઠ્ઠો બોલર છે. પરંતુ તે પ્રથમ એવો ભારતીય બોલર છે, જેણે 10 થી ઓછા એટલે કે 9 બોલમાં 5 વિકેટ ઝડપી છે.

ભારતનો પ્રથમ અને દુનિયાનો ત્રીજો બોલર

ક્રિકઇન્ફોના ડેટાબેઝ અનુસાર મેન્સ T20 માં દુનિયામાં 9 થી ઓછા બોલમાં 5 વિકેટ લેનાર માત્ર બે બોલર છે. તેમાં પહેલું નામ ઇન્ડોનેશિયાના ગેડે પ્રિયાંદાનાનું છે, જેમણે 2025 માં કંબોડિયા સામે 6 બોલમાં 5 વિકેટ લીધી હતી. વળી બીજું નામ ફિનલેન્ડના મહેશ તાંબેનું છે, જેમણે 2025 માં જ એસ્ટોનિયા સામે 8 બોલમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. મતલબ કે જમશેદ આલમ T20 માં 10 થી ઓછા બોલમાં 5 વિકેટ લેનાર દુનિયાનો ત્રીજો બોલર છે.

4 બોલ પર 4 વિકેટ લેનાર T20 માં ત્રીજો ભારતીય

SMAT 2026 માં સૌરાષ્ટ્ર સામે કરેલી જમશેદ આલમની કમાલમાં તેનો એક વધુ કરિશ્મા સામેલ છે. તેણે 5 માંથી 4 વિકેટ સતત 4 બોલમાં લીધી. આ રીતે T20 માં સતત 4 બોલમાં 4 વિકેટ લેનાર તે ત્રીજો ભારતીય બોલર છે. તેના પહેલાં કર્ણાટકના અભિમન્યુ મિથુન હરિયાણા સામે આ કમાલ કરી ચૂક્યા છે, તો વળી વિદર્ભના દર્શન નાલકંડેએ આ 4 બોલ પર 4 વિકેટ કર્ણાટક સામે વર્ષ 2021 માં લીધી હતી.

4 બોલ પર ઝડપી આ બેટ્સમેનોની વિકેટ

23 વર્ષીય પેસર જમશેદ આલમે પોતાના T20 ડેબ્યૂ પર સૌરાષ્ટ્રની ઇનિંગની ચોથી ઓવરમાં હાર્વિક દેસાઈ, પ્રેરક માંકડ, રુચિત આહીર અને સમ્મર ગજ્જરની વિકેટ સતત 4 બોલમાં લીધી. તેણે ઓવરના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર ચારેય બેટ્સમેનોને આઉટ કર્યા. આના બરાબર પછીની ઓવરમાં તેણે સિદ્ધાર્થ રાણાની વિકેટ લઈને પોતાની 5 વિકેટ પૂરી કરી, જેનાથી 183 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી સૌરાષ્ટ્રની ટીમ 30 રન પર 6 વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતિમાં આવી ગઈ.

જમશેદ આલમનો કહેર, રેલવેએ સૌરાષ્ટ્રને હરાવ્યું

જમશેદ આલમે પોતાની 5 વિકેટ 1.3 ઓવરમાં 8 રન આપીને હાંસલ કરી. ત્યારબાદ તેણે 4 ઓવરનો પોતાનો પૂરો ક્વોટા પૂરો કર્યો પરંતુ કોઈ વધુ સફળતા મળી નહીં. જમશેદ આલમની આ અસરકારક બોલિંગનું પરિણામ એ આવ્યું કે 20 ઓવરમાં 183 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી સૌરાષ્ટ્રની ટીમ 29 રનથી મુકાબલો હારી ગઈ.

યુરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલું અસરકારક છે લસણ? જાણો શું કહે છે ડોક્ટર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">