વર્ષો જૂની દુશ્મની ભૂલી ભેટી પડ્યા કોહલી-ગંભીર, ગાવસ્કરે કરી કમેન્ટ “કોઈ ઓસ્કાર આપો”, જુઓ VIDEO

તે વર્ષ 2013 હતું જ્યારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર સામસામે આવ્યા હતા. પરંતુ ગત સિઝનમાં ફરી ગંભીર અને વિરાટની વચ્ચે ગરમા-ગરમી જોવા મળી હતી. વિરાટના નામ પર ગૌતમ ગંભીરને ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો હતો. નવીન ઉલ હક છેલ્લી સિઝનમાં વિવાદનું કેન્દ્ર સાબિત થયો હતો. વિરાટ અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બંનેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

વર્ષો જૂની દુશ્મની ભૂલી ભેટી પડ્યા કોહલી-ગંભીર, ગાવસ્કરે કરી કમેન્ટ “કોઈ ઓસ્કાર આપો”, જુઓ VIDEO
IPL 2024 Kohli Gambhir hugged
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 9:36 AM

એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની એક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મીટિંગ બ્રેક દરમિયાન થઈ હતી, જે દરમિયાન વિરાટ કોહલી અને ગંભીર વર્ષોની દુશ્મની ભૂલાવી એકબીજાને ભેટી પડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બન્ને હસતા જોવા મળ્યા હતા. જે બાદ આ બન્નેના યારાનાને જોઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કટાક્ષ કર્યો અને કહ્યું કે આ માટે બન્નેને ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ.

વર્ષો પછી ગંભીર અને કોહલી ગળે મળ્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ મેચમાં કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે મજાકમાં કહ્યું કે કોહલી અને ગંભીરને બેંગલુરુમાં ગળે મળવા બદલ ઓસ્કાર એવોર્ડ આપવો જોઈએ. તેણે કહ્યું, “કોહલી અને ગંભીરને માત્ર ફેર પ્લે એવોર્ડ જ નહીં, કદાચ ઓસ્કાર પણ મળવો જોઈએ.” અગાઉ ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ” વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના ભેટી પડવા પર કેકેઆરને ફેર પ્લે એવોર્ડ મળવો જોઈએ.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ઘણી વખત વિવાદોને લઈને બન્ને ચર્ચામાં

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ક્રિકેટના મેદાન પર ઘણી વખત તેમના વચ્ચેના વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ફરી અણબનાવ થયો હતો. વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં ગૌતમ ગંભીરે પણ ભાગ લીધો હતો. આ પહેલા પણ 2013માં ગંભીર અને કોહલી વચ્ચે ખેલાડી તરીકે ઝઘડો થયો હતો.

કાલની મેચે ફેન્સના દિલ જીત્યા

પરંતુ આ વખતે બંને વચ્ચે ખૂબ જ સકારાત્મક મુલાકાત જોવા મળી, જેને જોઈને બધા થોડા આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ બંનેના ફેન્સ માટે એક સારા સમાચાર પણ છે. RCBની ઇનિંગ્સ દરમિયાન ગંભીર અને કોહલી બીજી વખત આઉટ થતાં ગળે મળ્યા હતા. વિરાટ કોહલીએ આ મેચમાં 59 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">