IPL 2021: વિના મોબાઇલે મેદાન પર સેલ્ફી લેવાના રિયાન પરાગનો જબરદસ્ત અંદાજ થયો હિટ, જુઓ વિડીયો

મેદાન પર બિહૂ ડાન્સ કરી ને ફેંસને ખૂબ આકર્ષણ નુ કેન્દ્ર બનેલા રિયાન પરાગે (Riyan Parag) હવે જશ્ન મનાવવાનો વધુ એક અંદાજ ને પ્રદર્શીત કર્યો છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)નો આ યુવાન ખેલાડી તેની નિખાલસ અદાઓ અને તેના રિએકશનને લઇને ખૂબ પસંદ પડી રહ્યો છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Apr 25, 2021 | 10:48 AM

મેદાન પર બિહૂ ડાન્સ કરી ને ફેંસને ખૂબ આકર્ષણ નુ કેન્દ્ર બનેલા રિયાન પરાગે (Riyan Parag) હવે જશ્ન મનાવવાનો વધુ એક અંદાજ ને પ્રદર્શીત કર્યો છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)નો આ યુવાન ખેલાડી તેની નિખાલસ અદાઓ અને તેના રિએકશનને લઇને ખૂબ પસંદ પડી રહ્યો છે.

હવે તેણે મેદાન પર જશ્ન મનાવવાની પ્રતિક્રિયા સેલ્ફી લેવાની એકશન સાથે રજૂ કરતા તેની એ અદાની તસ્વીર ખૂબ વાયરલ થવા લાગી છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામે રમાયેલી મેચમાં રિયાન પરાગે સેલ્ફીના અંદાજમાં પ્રથમ વાર જોવા મળ્યા હતા.

રિયાન પરાગ નો આ નવો અંદાજ હવે જશ્નની ચર્ચાઓમાં છવાયો છે. તેની આ ઝલક કલકત્તાની બેટીંગ ઇનીંગની આખરી ઓવરમાં જોવા મળી હતી. ક્રિસ મોરિસ ની તે ઓવરના બીજા બોલ પર પેટ કમિન્સે શોટ રમ્યો હતો. જેને રિયાન પરાગે બાઉન્ડ્રી પર જ ઝડપી લીધો હતો. જે કેચ ઝડપવા બાદ રિયાન એ જે કર્યુ તે જોઇને કદાચ પ્રથમ નજરે લોકોને ડ્રામા લાગ્યો હશે, પરંતુ તે સેલીબ્રેશનનો તેનો નવો જ અંદાજ હતો.

રિયાન પરાગ ના આ નવા સેલિબ્રેશનનો હિસ્સો પાસે જ ફિલ્ડીંગમાં રહેલા તેના સાથી ખેલાડી રાહુલ તેવટીયા પણ બન્યો હતો. પરાગ અને તેવટીયા બંને એ સેલ્ફી લેવાના અંદાજમાં ઉભા રહી ગયા હતા, જાણે સાચે સાચ જ તેમના હાથમાં મોબાઇલ હોય અને સેલ્ફી લઇ રહ્યા હોય. એટલે સુધી કે વાયરલ થવા લાગેલા આ વિડીયોમાં રિયાન ખિસ્સામાંથી મોબાઇલ નિકાળવાની નકલ કરી રહ્યો છે. હવે બતાવો વિના મોબાઇલે તમે આવી સેલ્ફી ક્યાંય જોઇ છે.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

પોતાના આ નવા સેલિબ્રેશન વિશે રિયાન પરાગે મેચ બાદ ટ્વીટ કરીને બતાવ્યુ હતુ કે, આના દ્રારા કોઇને ઠેસ પહોંચાડવા માટે નો પ્રયાસ નહોતો. આ તો બસ મસ્તી માટે જ આમ કર્યુ હતુ.

https://twitter.com/ParagRiyan/status/1386057606674845701?s=20

તો વળી રાજસ્થાન રોયલ્સે પણ પૂછી લીધુ
રાજસ્થાન રોયલ્સે પણ મેચ બાદ હિટ થઇ રહેલી રિયાનની આ અદાને લઇને ટ્વીટ કરીને ફેંસને પુછી લીધુ કે, તેની આ સેલ્ફીમાં કોણ કોણ હિસ્સો બનાવ ઇચ્છે છે.

https://twitter.com/rajasthanroyals/status/1385982674259439626?s=20

આ મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સને રાજસ્થાન રોયલ્સે હરાવ્યુ હતુ. જીત માટે કલકત્તાએ મુકેલા 134 રનના લક્ષ્યને આસાની થી પાર કરી લઇને રાજસ્થાને જીત મેળવી હતી. કેપ્ટન સંજૂ સેમસને સૌથી વધૂ 42 રન અણનમ નોંધાવ્યા હતા. આમ 4 વિકેટ ગુમાવીને જ કલકત્તા સામે રાજસ્થાને વિજય મેળવ્યો હતો. આ મેચમાં ક્રિસ મોરિસે 4 વિકેટ ઝડપી હતી. જે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">