IPL 2021: દિલ્હી કેપિટલ્સ માટે મુંબઈ સામેની મેચ પહેલા આવી ખુશ ખબરી, મહત્વનો ખેલાડી ફીટ થયો

મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચે આજે આઈપીએલ 2021ની મહત્વની મેચ રમાનારી છે. મેચ પહેલા જ દિલ્હીના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant)ને એક મોટી ખુશખબરી મળી છે.

IPL 2021: દિલ્હી કેપિટલ્સ માટે મુંબઈ સામેની મેચ પહેલા આવી ખુશ ખબરી, મહત્વનો ખેલાડી ફીટ થયો
Rishabh Pant-Ricky Ponting
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 20, 2021 | 6:00 PM

મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચે આજે આઈપીએલ 2021ની મહત્વની મેચ રમાનારી છે. મેચ પહેલા જ દિલ્હીના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant)ને એક મોટી ખુશખબરી મળી છે. ખુશખબરી એ છે કે, ઝડપી બોલર ઈશાંત શર્મા (Ishant Sharma) મુંબઈ સામેની મેચ પહેલા ફીટ થઈ ચુક્યો છે. ઈશાંત શર્માના પગમાં ઈજા પહોંચવાને લઈને આઈપીએલની શરુઆતની ત્રણ મેચથી દુર રહ્યો હતો.

જો કે હવે મુંબઈ સામેની મેચમાં કેપ્ટન પંત હવે ઈશાંત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપશે કે આરામ આપશે એ પણ જોવાનું રહેશે. દિલ્હી કેપિટલ્સના કોચ અને ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે (Ricky Ponting) ઈશાંતના ફિટ થવા અંગેની જાણકારી આપી હતી. સાથે જ કહ્યું હતું કે, હવે તે ફીટ થવાથી દિલ્હીની ઝડપી બોલીંગના આક્રમણની ધાર વધુ તેજ બની જશે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

ટીમ ઈન્ડીયાના ઝડપી બોલર અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહેલો ઈશાંત શર્મા યુએઈમાં રમાયેલી ગત સિઝનથી પણ દુર રહ્યો હતો. ગત સિઝનમાં ફક્ત પ્રથમ સિઝન રમ્યા બાદ તે ટુર્નામેન્ટથી બહાર થઈ હતો. ત્યારબાદ તેણે ટીમ ઈન્ડીયાનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ પણ ગુમાવ્યો હતો. જોકે આ ગંભીર ઈજામાંથી સ્વસ્થ થયેલ ઈશાંત ઈંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં પરત ફર્યો હતો, પરંતુ આઈપીએલમાં ઈજાને લઈને તેણે શરુઆતની ત્રણ મેચથી બહાર રહેવુ પડ્યુ હતુ.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે મંગળવારે રમાનારી મેચમાં બંને ટીમો સિઝનમાં પ્રથમવાર આમનો સામનો કરનારી છે. આ પહેલા ગઈ સિઝનની ફાઈનલમાં બંને ટીમો એક બીજા સામે ટકારાઈ હતી. જેમાં રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈની ટીમે દિલ્હીને હરાવીને રેકોર્ડ પાંચમીવાર ટાઈટલ પોતાને નામે કર્યો હતો.

દિલ્હીની ટીમ આઈપીએલ 2021ની સિઝનમાં શરુઆતમાં ત્રણ પૈકીની બે મેચ જીતી છે. ઈશાંત શર્માએ ઈન્ડીયન પ્રિમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ 90 મેચ રમી છે. જેમાં તેણે 72 વિકેટ હાંસલ કરી છે. આ દરમ્યાન તેણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માની ઈકોનોમી રેટ આઈપીએલમાં 8.09ની રહી છે.

આ પણ વાંચો: IPL 2021: મુંબઇ ને દિલ્હી વચ્ચે આજે ટક્કર, ગઇ સિઝનની ફાઇનલ બાદ પ્રથમ વાર આમને સામને ટકરાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">