IND vs SL: ભારતે ત્રીજી વન-ડે મેચ સાથે સિરીઝ 3-0થી જીતી, શ્રીલંકાના સુપડા સાફ કર્યા

ભારતીય (Indian women's team) ટીમે શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી ODI 39 રને જીતી લીધી હતી. આ સાથે તેણે સિરીઝ 3-0થી જીતી લીધી હતી.

IND vs SL: ભારતે ત્રીજી વન-ડે મેચ સાથે સિરીઝ 3-0થી જીતી, શ્રીલંકાના સુપડા સાફ કર્યા
Indian women's team won the third ODI against Sri Lanka by 39 runsImage Credit source: bcci
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 6:11 PM

IND vs SL: ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી ODI 39 રને જીતી લીધી હતી. આ સાથે જ હરમનપ્રીત કૌર (harmanpreet kaur)ની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ 3-0થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકર (pooja vastrakar)ની અડધી સદીના આધારે પ્રથમ બેટિંગ કરતા 255 રન બનાવ્યા હતા. જોકે શ્રીલંકાની ટીમ માત્ર 47.3 ઓવરમાં 216 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીતને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પૂજા અને હરમનપ્રીતે 97 રનની ભાગીદારી નોંધાવી હતી

ભારતે પહેલા જ જીતની લીડ મેળવી હતી

કેપ્ટન મિતાલી રાજની નિવૃત્તિ બાદ પ્રથમ વખત વનડે સિરીઝ રમી રહેલા ભારતે પ્રથમ બે મેચમાં જીત સાથે ત્રણ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી હતી. આ પહેલા ભારતે ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ પણ 2-1થી જીતી હતી. આ જ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ બીજી ODIમાં વધુ પડતી આત્મવિશ્વાસથી ભરેલી દેખાતી હતી કારણ કે, ટીમે સોમવારે 10 વિકેટથી એકતરફી જીત નોંધાવી હતી. રમતના તમામ વિભાગોમાં ભારતનો દબદબો હતો. શ્રીલંકાના સમગ્ર પ્રવાસ દરમિયાન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ તરફથી સમાન પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી.

શ્રીલંકા તરફથી નિલાક્ષી ડી સિલ્વા સૌથી વધુ સ્કોરર રહી હતી જેણે 59 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેમના સિવાય કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 44, હસિની પરેરાએ 39 અને હર્ષિતા સમરવિક્રમાએ 22 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી રાજેશ્વરી ગાયકવાડે 10 ઓવરમાં 36 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મેઘના સિંહ અને પૂજા વસ્ત્રાકરને બે-બે જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને હરલીન દેઓલને એક-એક સફળતા મળી હતી.

પૂજાએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો

પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે એક સમયે 124 રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, આ પછી પૂજા વસ્ત્રાકર આઠમા નંબરે આવી હતી અને તેણે અડધી સદીની ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ ઇનિંગ સાથે પૂજાએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પૂજા આઠ કે તેનાથી નીચેના નંબર પર સૌથી વધુ અર્ધશતક લગાવનારી મહિલા ક્રિકેટર બની ગઈ છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">