IND vs SA 2nd T20 : સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ, ભારતીય ટીમ કરશે પહેલા બેટિંગ

|

Nov 10, 2024 | 7:24 PM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની T20 સીરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે એટલે ત્યારે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે.

IND vs SA 2nd T20 : સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ, ભારતીય ટીમ કરશે પહેલા બેટિંગ
IND vs SA

Follow us on

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની T20 સીરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે એટલે કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. સાઉથ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરમે આ વખતે પણ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

સાઉથ આફ્રિકા પ્લેઇંગ-11

એઇડન માર્કરમ (કેપ્ટન), રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રીક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (wk), ડેવિડ મિલર, માર્કો જેન્સન, એન્ડિલ સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, નાકાબાયોમઝી પીટર.

7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા
Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો
મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે

ભારતીય ટીમ સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે T20 સીરીઝની બીજી મેચ રમી રહી છે. ભારતીય ટીમ આ સિરીઝમાં હાલમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમે પ્રથમ મેચ 61 રને જીતી લીધી હતી, હવે ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ પર પકડ મજબૂત કરવા ઉતરશે. જો કે, આ મેદાન પર સાઉથ આફ્રિકાનો દબદબો છે. સાઉથ આફ્રિકાની ટીમ છેલ્લા 12 વર્ષથી આ મેદાન પર એકપણ T20 મેચ હારી નથી.

હેડ ટુ હેડ રેકોર્ડ

બંને વચ્ચે અત્યાર સુધીમાં 28 T-20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 16 મેચ જીતી છે અને સાઉથ આફ્રિકાએ 11 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. આ સિવાય સેન્ટ જ્યોર્જ પાર્કમાં બંને ટીમો વચ્ચે આ બીજી ટક્કર હશે. આ પહેલા તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં સામસામે આવ્યા હતા, ત્યારે સાઉથ આફ્રિકાએ 5 વિકેટે જીત મેળવી હતી.

Published On - 7:09 pm, Sun, 10 November 24

Next Article