IND vs ENG: સેમ કરને બોલીંગ ઝુડાતા કર્યું સ્લેજીંગ, હાર્દિક પંડ્યા દોડ્યો બેટ લઈ, જુઓ Viral Video

પુણેના એમસીએ સ્ટેડિયમ (MCA Stadium) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી મેચમાં ભારતે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટોસ જીતીને ભારતે 6 વિકેટ ગુમાવીને 336 રનનો સ્કોર ખડક્યો હતો.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 27, 2021 | 9:13 AM

પુણેના એમસીએ સ્ટેડિયમ (MCA Stadium) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી મેચમાં ભારતે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટોસ જીતીને ભારતે 6 વિકેટ ગુમાવીને 336 રનનો સ્કોર ખડક્યો હતો. ટીમ ઇન્ડીયા (Team India) તરફ થી કેએલ રાહુલે (KL Rahul ) 108 રન અને ઋષભ પંતે (Rishabh Pant) 77 રનની રમત રમી હતી. જ્યારે આખરી ઓવરોમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા.

 

હાર્દિક પંડ્યા એ ઇંગ્લીશ બોલરોને ખૂબ ધોયા હતા. જેના થી સેમ કરન (Sam Curran) પોતાની બોલીંગ દરમ્યાન હાર્દિક પંડ્યાને સ્લેંજ કરતો નજરે ચઢ્યો હતો. જેને લઇને હાર્દિક પંડ્યા દોડતો ખૂબ જ ઝડપ થી કરન તરફ પહોંચ્યો હતો અને તેને જવાબ વાળ્યો હતો. બંને વચ્ચે વધતા ઘર્ષણને જોઇને અંપાયર બચાવ માટે વચ્ચે પડ્યા હતા.ભારતની બેટીંગ ઇનીંગની 46 ઓવર દરમ્યાનની આ ઘટના છે જે દરમ્યાન સેમ કરન બોલીંગ કરવા માટે આવ્યો હતો. જેની હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે ખૂબ ધુલાઇ કરી હતી. જે ઓવરમાં પહેલા હાર્દિક પંડ્યા અને બાજમાં પંતે એક હાથ થી લાંબી સિક્સર ફટકારી હતી.

દરમ્યાન હાર્દિક ઓવરના અંતિમ બોલ પર ફરી થી એક મોટો શોટ રમતા ચુકી ગયો હતો. જેના બાદ સેમ કરન હાર્દિક સામે કંઇક બબડતો નજરે આવ્યો હતો. જેને લઇને હાર્દિક પંડ્યા હાથમાં બેટ લઇને ઝડપ થી કરન તરફ ભાગ્યો હતો અને તેને જવાબ પણ આપ્યો હતો. બંને વચ્ચે બોલચાલ પણ થવા લાગી હતી. ઘર્ષણની સ્થિતી જોઇને ગ્રાઉન્ડ અંપાયર પણ બંને ની વચ્ચે પડીને બંનેને દુર કર્યા હતા. સેમ કરન ઇંગ્લેંડ માટે બીજી વન ડે માં ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 7 ઓવરમાં જ 47 રન આપ્યા હતા.

ઇંગ્લેંડ ની ટીમ એ 337 રનના લક્ષ્યને 43.3 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ. ઇંગ્લેંડના જોની બેયરસ્ટોએ ધુંઆધાર બેટીંગ કરીને 124 રનની ઇનીંગ રમી હતી. જ્યારે બેન સ્ટોક્સે પણ 99 રનની આતશી ઇનીંગ રમી હતી. જેસન રોય અને બેયરસ્ટોએ સતત બીજી મેચમાં આક્રમક શરુઆત કરી હતી, પ્રથમ વિકેટ માટે બંનેએ 110 રન જોડ્યા હતા. જેના બાદ બેન સ્ટોક્સ અને બેયરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની મોટી પાર્ટનરશિપ કરી હતી. અને ભારતને મેચમાં પરત ફરવાનો મોકો જ નહોતો રહેવા દીધો. ઇંગ્લેંડની આ જીત સાથે હવે વન ડે સિરીઝ 1-1 થી બરાબર થઇ ગઇ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">