GT vs RCB Highlights Score, IPL 2022 : ગુજરાત ટાઇટન્સ ટીમે ફરી છેલ્લી ઓવરમાં જીત મેળવી, બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:26 PM

GT vs RCB : ગુજરાત ટાઇટન્સ ટીમે ફરીથી અંતિમ ઓવરમાં જીત મેળવીને સાબિત કરી દીધું છે કે તે લીગમાં શાનદાર ટીમ છે. ગુજરાત ટીમે 8 મેચમાં જીત સાથે 16 પોઇન્ટ મેળવી પહેસા સ્થાને યથાવત છે.

GT vs RCB Highlights Score, IPL 2022 : ગુજરાત ટાઇટન્સ ટીમે ફરી છેલ્લી ઓવરમાં જીત મેળવી, બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું
Gujarat Titans vs Royal challengers Bangalore

GT vs RCB, IPL 2022: ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને 6 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ગુજરાત ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પોતાનું સ્થાન મજબુત કરી દીધું છે. જ્યારે બેંગ્લોરની ટીમ પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Apr 2022 07:22 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટીમે બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું

    ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને 6 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન મજબુત કરી લીધું છે.

  • 30 Apr 2022 06:55 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રાહુલ તેવટિયાનો શાનદાર ચોગ્ગો

    રાહુલ તેવટિયાએ 15મી ઓવરના ઉપરા ઉપરી 2 ચોગ્ગ ફટકાર્યા હતા

  • 30 Apr 2022 06:52 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતનો સ્કોર 15 ઓવરમાં 113/4

    15 ઓવર રમાઈ છે. ગુજરાતે 4 વિકેટે 113 રન બનાવ્યા છે. હવે જીતવા માટે 58 રનની જરૂર છે. ડેવિડ મિલર 21 રન અને રાહુલ તેવટિયા 6 રન બનાવીને ક્રિઝ પર છે. 15મી ઓવરમાં મિલરે કેટલાક સારા શોટ લગાવીને બોલ અને રન વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો.

  • 30 Apr 2022 06:51 PM (IST)

    ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર

    ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, IPLની જેમ દક્ષિણ આફ્રિકામાં T20 લીગ રમાશે

  • 30 Apr 2022 06:48 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતે 100 રન પૂરા કર્યા

    તેવતિયાએ સિરાજની બોલ પર 13.3 ઓવરમાં સ્ક્વેર લેગ તરફ ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે જ ગુજરાત ટાઇટન્સના 100 રન પૂરા થઈ ગયા. ગુજરાતને જીતવા માટે 31 બોલમાં 59 રનની જરૂર છે.

  • 30 Apr 2022 06:47 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ડેવિડ મિલર સિક્સ ફટકારી

    14 ઓવર પછી ગુજરાતનો સ્કોર 4 વિકેટે 100 રન છે. તેવટિયાના 7 બોલમાં 5 રન અને ડેવિડ મિલરના 9 બોલમાં 9 રન છે.ડેવિડ મિલર 15મી ઓવરમાં સિક્સ ફટકારી હતી

  • 30 Apr 2022 06:46 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રાહુલ તેવટિયાની અપીલ ફળી

    14મી ઓવરનો પહેલો બોલ મોહમ્મદ સિરાજેરાહુલ તેવટિયાના પેડ પર વાગ્યો અને સિરાજે અપીલ કરી. અમ્પાયરે તેવટિયાને આઉટ આપ્યો પરંતુ ગુજરાતે રિવ્યુ લીધો જેમાં જાણવા મળ્યું કે બોલ સ્ટમ્પની લાઇનની બહાર પડેલો હતો.

  • 30 Apr 2022 06:43 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રાહુલ તેવટિયાનો શાનદાર ચોગ્ગો

  • 30 Apr 2022 06:43 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતને મોટી ભાગીદારીની જરૂર છે

    શાનદાર શરૂઆત બાદ ગુજરાતનો દાવ ખોરવાઈ ગયો હતો. આ સમયે ગુજરાતને મોટી ભાગીદારીની જરૂર છે.

  • 30 Apr 2022 06:38 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: સાઈ સુદર્શન આઉટ

  • 30 Apr 2022 06:33 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ડેવિડ મિલર ચોગ્ગો ફટકાર્યો

  • 30 Apr 2022 06:32 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતને સૌથી મોટો ઝટકો

    11મી ઓવરના બીજા બોલ પર શાહબાઝ અહેમદે હાર્દિક પંડ્યાને પોતાનો શિકાર બનાવીને ગુજરાતને સૌથી મોટો ઝટકો આપ્યો હતો. પંડ્યા કેચ આઉટ થયો હતો. હાર્દિક લોંગ ઓન પર ખોટો શોટ રમ્યો અને બોલ સીધો ફિલ્ડરના હાથમાં જાય છે. પંડ્યા માત્ર 3 રન બનાવી શક્યો હતો.

  • 30 Apr 2022 06:28 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતને મોટો ઝટકો કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ

  • 30 Apr 2022 06:27 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટાઇટન્સનો સ્કોર 10 ઓવરમાં 77/2

    10 ઓવર રમાઈ ગઈ છે અને ગુજરાતે 2 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા છે. કેપ્ટન હાર્દિક પંડ્યા 3 રને અને સાઈ સુદર્શન 11 રને રમી રહ્યા છે. ગુજરાતને સાહા અને ગિલના રૂપમાં ઝટકો લાગ્યો છે

  • 30 Apr 2022 06:24 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતનો સ્કોર 2 વિકેટે 69 રન

    ગિલ આઉટ થયા બાદ સાંઈ સુદર્શન ક્રિઝ પર આવ્યો છે,નવ ઓવર પછી ગુજરાતનો સ્કોર 2 વિકેટે 69 રન છે. હાર્દિક પંડ્યા અને સાઈ સુદર્શન ક્રિઝ પર  . નવ ઓવર પછી ગુજરાત ટાઇટન્સ 2 વિકેટે 69 રન છે.

  • 30 Apr 2022 06:19 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: શુભમન ગિલ આઉટ

  • 30 Apr 2022 06:16 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટાઇટન્સની આજના મેચની પહેલી સિક્સ

    નવમી ઓવર ફેંકી રહેલા શાહબાઝ અહેમદના ત્રીજા બોલ પર શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ ખૂબ જ ખરાબ હતો અને ઓફ-સ્ટમ્પની બહાર હતો, ત્યારબાદ શુભમન ગિલે આજના મેચની પ્રથમ સિક્સ ફટકારી હતી.

  • 30 Apr 2022 06:15 PM (IST)

    અનુષ્કા શર્માએ પતિ કોહલીની અડધી સદીને સેલિબ્રેટ કરી

    આ પણ વાંચો :

    IPL 2022: કિંગ વિરાટ કોહલીની ગર્જના, 14 ઇનિંગ બાદ ગુજરાત સામે ફટકારી અડધી સદી

  • 30 Apr 2022 06:08 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ઋદ્ધિમાન સાહા આઉટ

  • 30 Apr 2022 06:07 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટાઇટન્સના 50 રન પૂરા

    6.5 ઓવરમાં ગિલે હર્ષલ પટેલની સિંગલ બોલ લીધી અને આ સાથે જ ગુજરાતના 50 રન પૂરા થઈ ગયા. સાહા અને ગિલ ખૂબ જ સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતે હજુ સુધી એકપણ વિકેટ ગુમાવી નથી. આરસીબીને આ ભાગીદારી તોડવાની જરૂર છે

  • 30 Apr 2022 06:05 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: પાવરપ્લેમાં ગુજરાતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 46 રન બનાવ્યા

    ગુજરાતની ઈનિંગની છ ઓવર પૂરી થઈ ગઈ છે. આ પાવરપ્લેમાં ગુજરાતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 46 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ ટીમને મજબૂત શરૂઆત અપાવી છે.

  • 30 Apr 2022 06:04 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: સિરાજે તેની ઓવરમાં 12 રન આપ્યા

    મોહમ્મદ સિરાજ છઠ્ઠી ઓવર લાવ્યો છે. તેના ત્રીજા બોલ પર સાહાએ ચોગ્ગો ફટકાર્યો. સાહાએ પણ પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. સિરાજની આ ઓવરથી ગુજરાત ટાઇટન્સના ખાતામાં 12 રન આવ્યા હતા. છ ઓવર બાદ ગુજરાત ટાઇટન્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 46 રન બનાવ્યા હતા. ગિલના 18 બોલમાં 17 રન અને સાહાના 18 બોલમાં 27 રન છે.

  • 30 Apr 2022 06:00 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ઋદ્ધિમાન સાહા ચોગ્ગો ફટકાર્યો

    ગિલ અને સાહાએ ગુજરાતને સારી શરૂઆત અપાવી રહ્યા છેઋદ્ધિમાન સાહા અત્યારસુધીમાં 4 ચોગ્ગા ફટકાર્યા છે.

  • 30 Apr 2022 05:57 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતે પાંચ ઓવરમાં 34 રન બનાવ્યા

    જોસ હેઝલવુડ પાંચમી ઓવર ફેંકી છે. હેઝલવુડની આ ઓવરથી ગુજરાત ટાઇટન્સના ખાતામાં 4 રન આવ્યા હતા. પાંચ ઓવર પછી ગુજરાત ટાઇટન્સ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 34 રન છે. ગિલના 17 બોલમાં 16 અને સાહાના 13 બોલમાં 18 રન છે.

  • 30 Apr 2022 05:53 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: સાહાએ ફરી ચોગ્ગો ફટકાર્યો

    શાહબાઝ અહેમદ ચોથી ઓવર લાવ્યો. સાહાએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. શાહબાઝની આ ઓવરથી ગુજરાત ટાઇટન્સના ખાતામાં 7 રન આવ્યા હતા. ચાર ઓવર બાદ ગુજરાત ટાઇટન્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 30 રન બનાવ્યા હતા. ગિલના 14 બોલમાં 14 અને સાહાના 10 બોલમાં 16 રન છે.

  • 30 Apr 2022 05:50 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતનો સ્કોર 23 /0

    3 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 23 /0થયો છે. ઋદ્ધિમાન સાહા 7 બોલમાં 10 રન, શુભમન ગિલ 13 બોલમાં 11 રન બનાવી રમી રહ્યો છે. હેઝલવુડ બોલિંગ કરી હતી.

  • 30 Apr 2022 05:46 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાતની તાબડતોડ શરૂઆત

    સાહા અને ગીલે ગુજરાતને ઝડપી શરૂઆત અપાવી હતી. પ્રથમ ઓવરમાં આ જોડીએ કુલ 10 રન ઉમેર્યા હતા. જ્યારે બીજી ઓવરમાં 8 રન ઉમેરાયા હતા. ગુજરાતથી શાનદાર શરૂઆત છે

  • 30 Apr 2022 05:43 PM (IST)

    ભારતીય ક્રિકેટર શુભમન ગિલ એવું તો શું કર્યુ

    આ પણ વાંચો : ભારતીય ક્રિકેટર શુભમન ગિલ એવું તો શું કર્યુ કે Swiggy અને Elon Muskના નામ સાથે થઇ રહ્યો છે ટ્રેન્ડ, જાણો સમગ્ર અહેવાલ

  • 30 Apr 2022 05:41 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: કાર્તિક બીમાર

    દિનેશ કાર્તિક આ મેચમાં વિકેટકીપિંગ નથી કરી રહ્યો. તેની તબિયત ખરાબ છે. તેના સ્થાને અનુજ રાવત બેંગ્લોર માટે વિકેટ કીપિંગ કરી રહ્યો છે.

  • 30 Apr 2022 05:40 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો

  • 30 Apr 2022 05:38 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટાઇટન્સ ચોગ્ગા સાથે ખાતું ખોલ્યું

    સાહાએ મેક્સવેલના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ગુજરાતનું ખાતું ખોલાવ્યું હતું.

  • 30 Apr 2022 05:38 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટાઇટન્સ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી

    લક્ષ્યનો પીછો કરવા માટે રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ક્રિઝ પર આવ્યા છે.

  • 30 Apr 2022 05:35 PM (IST)

    Gujarat vs Bangalore Live Score:ગુજરાત ટાઇટન્સની રમત શરુ

    ગુજરાત ટાઇટન્સની રમત શરુ થઈ ગઈ છે  ક્રિઝ પર  ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ છે

  • 30 Apr 2022 05:20 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને 171 રનનો ટાર્ગેટ આપ્યો

    આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા હતા અને ગુજરાત ટાઇટન્સને 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી, રજત પાટીદાર અને ગ્લેન મેક્સવેલે શાનદાર ઇનિંગ રમી હતી.

  • 30 Apr 2022 05:19 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: મહિપાલ લોમરોર આઉટ

    મહિપાલ લોમરોર આઉટ થયો, RCBની છઠ્ઠી વિકેટ પડી

  • 30 Apr 2022 05:18 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: મહિપાલ લોમરોર ચોગ્ગો ફટકાર્યો

    મહિપાલ લોમરોર 20મી ઓવરના 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો

  • 30 Apr 2022 05:13 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: મહિપાલ લોમરોર સિક્સ ફટકારી

    મહિપાલ લોમરોર 20મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી

  • 30 Apr 2022 05:10 PM (IST)

    Score: મહિપાલ લોમરોર ચોગ્ગો ફટકાર્યો

  • 30 Apr 2022 05:06 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગ્લેન મેક્સવેલ આઉટ

    ફર્ગ્યુસને મેક્સવેલની  ઇનિંગ્સને 33 રનમાં અટકાવી દીધી હતી. મેક્સવેલે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. આરસીબીને 150 રન પર પાંચમો ઝટકો લાગ્યો હતો. ફર્ગ્યુસને મેક્સવેલને રાશિદ ખાનના હાથે કેચ કરાવ્યો હતો

  • 30 Apr 2022 05:00 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: દિનેશ કાર્તિક આઉટ

    દિનેશ કાર્તિક 18મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચોથો ઝટકો લાગ્યો છે

  • 30 Apr 2022 04:59 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: મેક્સવેલે છગ્ગો ફટકાર્યો

    ગ્લેન મેક્સવેલે 17મી ઓવરના બીજા બોલે મોહમ્મદ શમીના બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. મેક્સવેલે લોંગ ઓન પર સિક્સર માટે મોકલ્યો.

  • 30 Apr 2022 04:54 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલી આઉટ

    વિરાટ કોહલી 58 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આજની મેચમાં વિરાટ કોહલીએ 6 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. શમીએ કોહલીને બોલ્ડ કર્યો હતો. કોહલીની તરફથી આજે શાનદાર બેટિંગ જોવા મળી હતી. પૂર્વ કેપ્ટને 53 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી.

  • 30 Apr 2022 04:53 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગ્લેન મેક્સવેલે સિક્સ ફટકારી

  • 30 Apr 2022 04:52 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 121/2

    16 ઓવર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 118/2 છે વિરાટ કોહલી 51 બોલમાં 57 રન બનાવી ક્રિઝ પર છે, જ્યારે ગ્લેન મેક્સવેલ 8 બોલમાં 9 રન બનાવી રમી રહ્યો છે

  • 30 Apr 2022 04:49 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: RCBનો સ્કોર 15 ઓવરમાં 117/2

    15 ઓવર રમાઈ ગઈ છે અને આરસીબીએ 2 વિકેટના નુકસાને 117 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 55 રન અને મેક્સવેલ 7 રન પર ક્રિઝ પર છે. કોહલીનું શાનદાર પુનરાગમન

  • 30 Apr 2022 04:45 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: IPL 2022 Points Table જાણો કઈ ટીમ કયા સ્થાને છે

    આ પણ વાંચો :

    IPL 2022 Points Table: લખનૌ સુપર જાયન્ટ્સ ત્રીજા સ્થાને, પંજાબની ટીમની સ્થિતી સુધરતી નથી, જાણો કઈ ટીમ છે કયા સ્થાને

  • 30 Apr 2022 04:41 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રજત પાટીદાર આઉટ

    15મી ઓવરના પ્રથમ બોલ પર સાંગવાને પાટીદારને શુભમન ગિલના હાથે કેચ કરાવી કોહલી સાથેની 99 રનની ભાગીદારી તોડી હતી. પાટીદારની 32 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગનો અંત આવ્યો હતો

  • 30 Apr 2022 04:38 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: પાટીદાર પણ અડધી સદી ફટકારી

    વિરાટ કોહલી બાદ રજત પાટીદારે પણ અડધી સદી ફટકારી છે. ફર્ગ્યુસનના બોલ પર ચોગ્ગો ફટકારીને રજતે પોતાની ફિફ્ટી પૂરી કરી.

  • 30 Apr 2022 04:37 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: આરસીબીએ 100 રનનો આંકડો પાર કરી લીધો

    આરસીબીએ 100 રનનો આંકડો પાર કરી લીધો છે. કોહલીની અડધી સદી બાદ રજત પાટીદાર પણ પોતાની અડધી સદી સુધી પહોંચી ગયો છે. બંને વચ્ચે સદીની ભાગીદારી નજીક છે.

  • 30 Apr 2022 04:36 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રાશિદ ખાનને પસ્તાવો થશે

    વિરાટ કોહલીએ આ સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી છે પરંતુ રાશિદ ખાન તેને આમ કરતા રોકી શક્યો હોત. 12મી ઓવરના બીજા બોલ પર રાશિદને કોહલીને પોતાના બોલ પર કેચ કરવાની તક મળી હતી પરંતુ રાશિદ તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. કોહલી હવે રંગમાં છે અને તે ગુજરાતના બોલરો માટે સારી વાત નથી

  • 30 Apr 2022 04:35 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રજત પાટીદાર અડધી સદીથી 3 રન દૂર

    મોહમ્મદ શમી 13મી ઓવર લાવ્યો. કોહલીએ ત્રીજા બોલ પર રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 45 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. કોહલીએ પાંચમા બોલમાં 2 રન લીધા હતા. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સદી પણ પૂરી થઈ ગઈ. છેવટે, તેણે બોલ પર પણ એક રન લીધો. શમીની આ ઓવરથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખાતામાં 8 રન આવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 13 ઓવર પછી એક વિકેટે 102 રન છે. કોહલીના 47 બોલમાં 53 રન અને રજત પાટીદારના 27 બોલમાં 47 રન છે.

  • 30 Apr 2022 04:30 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલીએ 45 બોલમાં ફિફ્ટી ફટકારી

    કોહલીએ 12.3 ઓવરના બોલ પર સિંગલ લીધો અને પોતાની અડધી સદી પૂરી કરી. કોહલી આ સિઝનમાં રન સાથે દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યો હતો. તેનું બેટ શાંત હતું, પરંતુ તેણે આજે વાપસી કરવાનો સંકેત આપ્યો છે.

  • 30 Apr 2022 04:25 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: પાટીદારની શાનદાર સિક્સ

    11મી ઓવર નાંખી રહેલા અલઝારી જોસેફના ત્રીજા બોલ પર રજત પાટીદારે શ્રેષ્ઠ શોટ રમ્યો હતો. જોસેફના શોર્ટ બોલ પર પાટીદારે શોટ રમ્યો અને મિડવિકેટ પર સિક્સર ફટકારી. પછીના બોલ પર, તેણે ડીપ સ્ક્વેર લેગ પર ચાર રન લીધા.

  • 30 Apr 2022 04:21 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: RCBનો સ્કોર 10 ઓવરમાં 75/1

    10 ઓવર રમાઈ છે. આરસીબીએ 1 વિકેટના નુકસાને 75 રન બનાવ્યા  . વિરાટ કોહલી પણ અડધી સદીની નજીક છે. કોહલી 44 રન બનાવીને ક્રિઝ પર છે. તેણે રજત પાટીદાર સાથે 64 રનની ભાગીદારી નોંધાવી છે.

  • 30 Apr 2022 04:18 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રજત પાટીદારે ચોગ્ગો ફટકાર્યો

    રજત પાટીદાર 18 બોલમાં 29 રન બનાવી રમી રહ્યો છે.

  • 30 Apr 2022 04:15 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલી સિક્સ ફટકારી

    વિરાટ કોહલીએ10 ઓવરના બીજા બોલ પર સિક્સ અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.  વિરાટ કોહલી આજે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે

  • 30 Apr 2022 04:12 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: આરસીબીએ 50 રન પૂરા કર્યા

    રજત પાટીદારે 8મી ઓવરના છેલ્લા બોલ પર બે રન લીધા અને આ સાથે RCBનો સ્કોર 50 રનને પાર કરી ગયો. વિરાટ કોહલી આજે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 31 રન બનાવ્યા છે.

  • 30 Apr 2022 04:12 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: પાટીદારે શાનદાર સિક્સ ફટકારી

  • 30 Apr 2022 04:10 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રાશિદ તરફથી શાનદાર ઓવર

    સાતમી ઓવર લાવનાર સ્પિનર ​​રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી અને આ ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા. તેણે કોહલી અને પાટીદારને રન બનાવવાની વધુ તક આપી ન હતી.

  • 30 Apr 2022 03:59 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: આરસીબીએ 5 ઓવરમાં 34/1 બનાવ્યા

    5 ઓવર રમાઈ છે. આરસીબીએ 1 વિકેટે 34 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 24 અને રજત પાટીદાર 8 રન બનાવીને ક્રિઝ પર છે. RCBને પહેલો ફટકો ફાફ ડુ પ્લેસિસના રૂપમાં લાગ્યો હતો

  • 30 Apr 2022 03:59 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટાઈટન્સના ખેલાડી ડેવિડ મિલર શું કહ્યું , જુઓ વીડિયો

  • 30 Apr 2022 03:51 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલીનો શાનદાર ચોગ્ગો

    વિરાટ કોહલીએ પાંચમી ઓવરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 30 Apr 2022 03:51 PM (IST)

    Gujarat vs Bangalore Live Score:ફરી એકવાર ફ્લોપ ઓપનિંગ જોડી

    શરૂઆતની 4 મેચમાં આરસીબીએ ઓપનિંગ જોડીમાં 50, 1, 55, 50 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી 6 મેચમાં આ જોડીએ 14, 5, 7, 5, 10, 11 રન બનાવ્યા હતા.

  • 30 Apr 2022 03:47 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: આરસીબીનો સ્કોર 19/1

    3 ઓવર બાદ આરસીબીનો સ્કોર 19/1 છે, વિરાટ 11 બોલમાં 14 રન બનાવી રમી રહ્યો છે, રજત પાટીદાર 5 બોલમાં 3 રન બનાવી  રમી રહ્યો છે

  • 30 Apr 2022 03:45 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલી ચોગ્ગો ફટકાર્યો

    આજના મેચમાં વિરાટ કોહલીનો આ ત્રીજો ચોગ્ગો છે

  • 30 Apr 2022 03:41 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ફાફ ડુ પ્લેસિસ આઉટ, આરસીબીને પહેલો ઝટકો

    બીજી ઓવરના 5માં બોલ પર સાંગવાનના બોલ પર આરસીબી પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આરસીબીને પહેલો ફટકો  ફાફ ડુ પ્લેસિસ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. RCB માટે ખરાબ શરૂઆત

  • 30 Apr 2022 03:37 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલીએ ચોગ્ગા સાથે આરસીબીનું ખાતું ખોલાવ્યું

    પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ ચોગ્ગો ફટકારીને આરસીબીનું ખાતું ખોલાવ્યું હતું. પછીના બોલ પર તેણે બીજો ચોગ્ગો ફટકાર્યો. કોહલીના બેટમાંથી શાનદાર શોટ મળ્યા હતા. 1  ઓવર બાદ વિરાટ 9 રન બનાવી ક્રિઝ પર છે

  • 30 Apr 2022 03:33 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 1 ઓવરના બીજા બોલ પર ચોગ્ગો  ફટકાર્યો હતો

  • 30 Apr 2022 03:32 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ફાફ ડુ પ્લેસિસ અને કોહલીએ આરસીબીની ઇનિંગ્સની શરૂઆત કરી

    ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ આરસીબીની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. મોહમ્મદ શમી એટેક પર છે.

  • 30 Apr 2022 03:12 PM (IST)

    Gujarat vs Bangalore Live Score:રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ ઈલેવન

  • 30 Apr 2022 03:11 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    આ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેંગ્લોરની ટીમ એક ફેરફાર સાથે આવી છે.

  • 30 Apr 2022 03:06 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો  છે

  • 30 Apr 2022 03:02 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: પિચ રિપોર્ટ

    સુનીલ ગાવસ્કરે પીચ રિપોર્ટમાં કહ્યું, આજની પિચ રન બનાવશે. આ પીચ પર કંઈ ખાસ નથી, આ પીચ સ્પિનરોને મદદરૂપ થશે.

  • 30 Apr 2022 03:00 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: ગિલનું ફોર્મ ગુજરાત માટે ચિંતાનો વિષય છે

    ગુજરાત નિઃશંકપણે આ સમયે શાનદાર ફોર્મમાં છે અને સતત જીતી રહ્યું છે પરંતુ તેમના માટે ઓપનર શુભમન ગિલનું ફોર્મ ચર્ચાનો વિષય છે. છેલ્લી પાંચ મેચમાં ગિલના બેટમાંથી કોઈ મોટી ઇનિંગ્સ આવી નથી.

  • 30 Apr 2022 02:59 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: વિરાટ કોહલી પર નજર

    વિરાટ કોહલી આ સિઝનમાં રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. આ કારણે તેના અને બેંગ્લોરના ચાહકો ખૂબ જ નિરાશ છે. તેની સાથે, દરેકને આશા હશે કે, કોહલી ગુજરાત સામે તેના રનના દુષ્કાળનો અંત લાવે અને ટીમને જીત તરફ દોરી જાય.

  • 30 Apr 2022 02:50 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: RCB ટોપ-4માં પહોંચશે

    જો બેંગ્લોરની પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તે હાલમાં નવ મેચમાં પાંચ જીત અને ચાર હાર સાથે પાંચમા નંબર પર છે. તેને 10 અંક છે. આજની મેચમાં જો બેંગ્લોર ગુજરાતને હરાવશે તો તેને 12 પોઈન્ટ મળશે અને તે હૈદરાબાદને હરાવી ટોપ-4માં પ્રવેશ મેળવી શકે છે.

  • 30 Apr 2022 02:50 PM (IST)

    Gujarat vs Bangalore Live Score: શું આજે ગુજરાતના વિજયી રથને બ્રેક લાગશે

    ગુજરાત ટાઈટન્સની ટીમ તેની પ્રથમ આઈપીએલ રમી રહી છે અને તેણે આમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. આ ટીમ અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે અને માત્ર એક જ મેચ હારી છે. સતત ચાર મેચ જીત્યા બાદ આ ટીમ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. હવે જોવાનું એ રહેશે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુજરાતના વિજયી રથ પર બ્રેક લગાવી શકશે કે કેમ.

Published On - Apr 30,2022 2:44 PM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">