DC vs LSG LIVE Score Highlights, IPL 2022 : દિલ્હી કેપિટલ્સની 6 રને હાર, લખનૌ સુપર જાયન્ટસે 196 રનનુ રાખ્યુ હતુ લક્ષ્ય
Delhi Capitals vs Lucknow Super Giants score Live Score Highlights in gujarati:બંને ટીમો આ મેચમાં જીત હાંસલ કરવા ઉતરી રહી છે અને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગે છે.

DC VS LSG, IPL 2022 : IPL 2022 માં, રવિવારે દિવસની પ્રથમ મેચ, રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ, KL રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. દિલ્હીનું આ સિઝનમાં પ્રદર્શન સારું રહ્યું નથી અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તેણે આઠમાંથી ચાર મેચ જીતી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, લખનૌએ આ સિઝનમાં અત્યાર સુધી નવ મેચ રમી છે, જેમાંથી તેણે છ જીતી છે જ્યારે ત્રણમાં હાર થઈ છે.
LIVE NEWS & UPDATES
-
Delhi vs Lucknow LIVE Score : અક્ષર પટેલે સિક્સ ફટકારી
અક્ષર પટેલે 15મી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી.
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હીની અડધી ટીમ પેવેલિયન પરત ફરી, રોવમેન પોવેલ અને અક્ષર પટેલ ક્રીઝ પર
દિલ્હી કેપિટલ્સે 14 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા હતા. હવે તેને જીતવા માટે 36 બોલમાં 72 રનની જરૂર છે. રોવમેન પોવેલ 29 અને અક્ષર પટેલ 2 રન બનાવીને ક્રિઝ પર છે.
-
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હીને પાંચમો ઝટકો લાગ્યો
દિલ્હીને પાંચમો ઝટકો લાગ્યો છે. રિષભ પંત 44 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 13 ઓવરમાં 5 વિકેટે 120 રન. મોહસીન ખાને 7 રન આપ્યા અને એક વિકેટ લીધી. જીતવા માટે 42 બોલમાં 76 રનની જરૂર હતી.
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હીને જીતવા માટે 48 બોલમાં 83 રનની જરૂર છે
દિલ્હીનો સ્કોર 12 ઓવરમાં 4 વિકેટે 113 રન છે. જીતવા માટે 48 બોલમાં 83 રનની જરૂર હતી. રિષભ પંત 43 અને રોવમેન પોવેલ 22 રન બનાવીને ક્રીઝ પર છે. ગૌતમની ઓવરમાં 18 રન આવ્યા.
-
Delhi vs Lucknow LIVE Score : રોવમેને ગૌતમની ઓવરમાં 2 સિક્સ અને 1 ફોર ફટકારી
રોવમેન પોવેલે કૃષ્ણપ્પા ગૌતમની ઈનિંગની 12મી ઓવરમાં 2 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. હવે તેને જીતવા માટે 8 ઓવરમાં 83 રનની જરૂર છે. દિલ્હી કેપિટલ્સે 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋષભ પંત 26 બોલમાં 43 જ્યારે રોવમેન પોવેલ 11 બોલમાં 22 રન બનાવીને ક્રિઝ પર છે.
-
-
Delhi vs Lucknow LIVE Score : 10 ઓવર પછી દિલ્હીનો સ્કોર 94/4
196 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋષભ પંત 22 બોલમાં 42 રન બનાવી રહ્યો છે જ્યારે રોવમેન પોવેલ 4 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો લલિત યાદવ આઉટ
9 ઓવરની રમતનો અંત. દિલ્હીનો સ્કોર 4 વિકેટે 87 રન છે. રવિ બિશ્નોઈએ લલિત યાદવને 3 રન પર પેવેલિયન મોકલ્યો હતો. જીતવા માટે 66 બોલમાં 109 રનની જરૂર છે. રિષભ પંત 38 અને રોવમેન પોવેલ 1 રન બનાવીને ક્રીઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હીનો સ્કોર 78 / 3
8 ઓવરની રમત પૂરી થઈ. દિલ્હી 3 વિકેટે 78 રન બનાવ્યા છે. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 31 અને લલિત યાદવ 2 બોલમાં 2 રન બનાવી ક્રિઝ પર છે
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો મિચેલ માર્શ આઉટ
દિલ્હી કેપિટલ્સને મિચેલ માર્શના રુપમાીં ત્રીજો ઝટકો લાગ્યો હતો.માર્શ 37 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો, મિચેલ માર્શે 3 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હીને 7મી ઓવરમાં 7 રન આવ્યા
દિલ્હીને 7મી ઓવરમાં 7 રન આવ્યા જમાં પંતે 28 અને મિચેલ માર્શ 37 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે
-
Delhi vs Lucknow LIVE Score : મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો
મિચેલ માર્શ 7મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હીએ પાવરપ્લેમાં 66 રન બનાવ્યા છે
દિલ્હી કેપિટલ્સનો પાવર પ્લે સુધીમાં સ્કોર 66 રન પર પહોંચ્યો છે જેમાં 2 વિકેટનું નુકશાન થયું છે
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હીનો સ્કોર 66 / 2
6 ઓવરની રમત પૂરી થઈ. દિલ્હી 2 વિકેટે 66 રન. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 27 અને મિચેલ માર્શ31 રને ક્રીઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : કૃણાલ પંડ્યાની પ્રથમ ઓવરમાં 19 રન
કૃણાલ પંડ્યાની પ્રથમ (ચોથી) ઓવરમાં કુલ 19 રન થયા હતા. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ત્રીજા અને ચોથા બોલમાં સતત ચોગ્ગા ફટકાર્યા હતા. પછી 5માં બોલ પર સિક્સર ફટકારી, છેલ્લા બોલ પર ફોર પણ ફટકારી. દિલ્હીએ 4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા. પંત 18 અને માર્શ 6 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : મિચેલ માર્શે સિક્સ ફટકારી
7 ઓવરના બીજા બોલ પર મિચેલ માર્શે સિક્સ ફટકારી
-
Delhi vs Lucknow LIVE Score : મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો
6 ઓવરના પહેલા બોલ પર મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો હતો
-
Delhi vs Lucknow LIVE Score : 5 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 49 /2
5 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 49 /2 છે, મિચેલ માર્શ 12 બોલમાં 19 રન અને પંત 7 બોલમાં 22 રન બનાવી ક્રિઝ પર છે
-
Delhi vs Lucknow LIVE Score : મિચેલ માર્શ સિક્સ ફટકારી
મિચેલ માર્શે પાંચમી ઓવરના પહેલા અને ત્રીજા બોલ પર સિક્સ ફટકારી હતી
-
Delhi vs Lucknow LIVE Score : મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો
-
Delhi vs Lucknow LIVE Score : કેપ્ટન રાહુલ ઈજાના કારણે બહાર
લખનૌની ચિંતા વધારી દે તેવા સમાચાર એટલા માટે આવ્યા છે કારણ કે ટીમનો કેપ્ટન કેએલ રાહુલ હાલ માટે મેદાનની બહાર ગયો છે. તે ફિટ જણાતો નથી. બેટિંગ કરતી વખતે તે સ્વીપ શોટ લેવાનો પ્રયાસ કરતી વખતે લપસી ગયો હતો. ફિલ્ડિંગ દરમિયાન જ તેની મુશ્કેલી દૂર થઈ ગઈ અને તે બીજી ઓવરમાં જ બરાબર ચાલી શક્યો નહીં. આ કારણે તે અત્યારે ડગઆઉટમાં ગયો છે અને કૃણાલ પંડ્યાએ ટીમની કમાન સંભાળી છે.
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો
દિલ્હીએ 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 13 રન બનાવી લીધા છે. મિચેલ માર્શ અને કેપ્ટન ઋષભ પંત ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : દિલ્હી માટે ખરાબ શરૂઆત
દિલ્હી માટે ખરાબ શરૂઆત. પૃથ્વી શો પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 5 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 191 રનની જરૂર છે.
-
Delhi vs Lucknow LIVE Score : પૃથ્વી શો 5 રન બનાવીને આઉટ થતાં દિલ્હીની પ્રથમ વિકેટ પડી હતી
પૃથ્વી શૉના રૂપમાં દિલ્હી કેપિટલ્સને પહેલો ફટકો લાગ્યો હતો. પૃથ્વીએ દુષ્મંત ચમીરાની પ્રથમ (ઈનિંગની બીજી) ઓવરના બીજા બોલ પર એરિયલ શોટ રમ્યો હતો પરંતુ કૃષ્ણપ્પા ગૌતમે કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી. પૃથ્વીએ 7 બોલમાં 1 ફોરની મદદથી 5 રન બનાવ્યા હતા.
-
Delhi vs Lucknow LIVE Score :દિલ્હીની બેટિંગ શરૂ, પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ક્રીઝ પર
દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શો અને ડેવિડ વોર્નર 196 રનના ટાર્ગેટનો પીછો કરવા બેટિંગ કરવા આવ્યા હતા. મોહસીન ખાન ઇનિંગની પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી સામે 196 રનનો લક્ષ્યાંક રાખ્યો
લખનૌ સુપરજાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા, જેના કારણે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો. લખનૌ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. તેણે 51 બોલની ઈનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. રાહુલ અને દીપક હુડા (52)એ બીજી વિકેટ માટે 95 રન જોડ્યા હતા. દીપકે 34 બોલની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ રાહુલે માર્કસ સ્ટોઈનિસ સાથે ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી.
ઓપનર ક્વિન્ટન ડી કોકે 23 અને સ્ટોઈનિસે અણનમ 17 રનનું યોગદાન આપ્યું હતું. કૃણાલ પંડ્યા 9 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. દિલ્હીના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે લખનૌમાં ત્રણેય વિકેટ લીધી હતી.
-
Delhi vs Lucknow LIVE Score : માર્કસ સ્ટોઈનિસ સિક્સ ફટકારી
-
Delhi vs Lucknow LIVE Score : 19મી ઓવરમાં 13 રન, 1 વિકેટ પડી
શાર્દુલ ઠાકુરની ચોથી (19મી ઈનિંગ) ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન કેએલ રાહુલે થર્ડ મેનની દિશામાં સિક્સર ફટકારી હતી પરંતુ આગામી બોલ પર લલિત યાદવે તેનો કેચ પકડ્યો હતો. આ ઓવરમાં કુલ 13 રન થયા હતા. લખનૌએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ 10 અને કૃણાલ પંડ્યા 3 રન બનાવીને ક્રિઝ પર છે. શાર્દુલે 4 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી.
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો કે.એલ રાહુલ આઉટ
લખનૌને ત્રીજો ફટકો પડ્યો. શાર્દુલ ઠાકુરની બોલ પર કેએલ રાહુલ 77 રન બનાવીને આઉટ થયો હતો. ટીમે 18.4 ઓવરમાં 3 વિકેટે 176 રન બનાવ્યા હતા.
-
Delhi vs Lucknow LIVE Score : રાહુલે ચોગ્ગો ફટકાર્યો
રાહુલે 18મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. રહેમાને ઑફ-સ્ટમ્પ પર તેને બોલ આપ્યો અને રાહુલે રિવર્સ શૉટ રમતા તેને ચાર રનમાં થર્ડ મેન તરફ મોકલ્યો.
-
Delhi vs Lucknow LIVE Score : 18 ઓવર પછી લખનૌનો સ્કોર 167/2
લખનૌએ 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલ 48 બોલમાં 70 રન બનાવીને ક્રિઝ પર છે જ્યારે માર્કસ સ્ટોઈનિસે 13 બોલમાં 9 રન બનાવ્યા છે.
-
Delhi vs Lucknow LIVE Score : માર્કસ સ્ટોઈનિસને જીવનદાન મળ્યું
સ્ટોઈનિસને 18મી ઓવરના પહેલા બોલ પર જીવનદાન મળ્યું હતું. મુસ્તાફિઝુર રહેમાનના બોલ પર લલિત યાદવે મિડવિકેટ પરથી દોડતી વખતે કેચ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ લલિત એક સરળ કેચ પકડી શક્યો નહીં.
-
Delhi vs Lucknow LIVE Score : રાહુલે સિક્સર ફટકારી
ચેતનની ઇનિંગની 17મી ઓવરના ત્રીજા બોલ પર રાહુલે સિક્સર ફટકારી હતી. લખનૌએ 17 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. રાહુલ 64 અને સ્ટોઈનિસ 7 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : ચેતન સાકરિયાએ 44 રન આપ્યા
યુવા ઝડપી બોલર ચેતન સાકરિયાએ તેની 4 ઓવરના ક્વોટામાં 44 રન આપ્યા અને એકપણ વિકેટ મેળવી શક્યો નહીં.
-
Delhi vs Lucknow LIVE Score : IPLમાં આ બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ‘નો બોલ’
IPLમાં આ બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ‘નો બોલ’, જાણો ટોપ 6માં કોનો સમાવેશ થાય છે
-
Delhi vs Lucknow LIVE Score : કુલદીપની શાનદાર ઓવર
16મી ઓવર લાવનાર કુલદીપે આ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. આનાથી લખનૌની ઇનિંગ્સ પર થોડો બ્રેક લાગ્યો છે. કુલદીપે રાહુલ અને સ્ટોઈનિસ બંનેને ઝકડી રાખ્યા હતા.
-
Delhi vs Lucknow LIVE Score : લખનઉનો સ્કોર 148 / 2
16 ઓવરની રમત પૂરી થઈ. લખનૌનો સ્કોર 2 વિકેટે 146 રન. માર્કસ સ્ટોઈનિસ 5 અને કેએલ રાહુલ 56 રને ક્રીઝ પર છે. કુલદીપની યાદવની ઓવરમાં 3 રન આવ્યા હતા.
-
Delhi vs Lucknow LIVE Score : દીપકે 34માં 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી
137 રનના ટીમ સ્કોર પર લખનૌને બીજો ઝટકો લાગ્યો હતો. દીપકે 34 બોલની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો
શાર્દુલ ઠાકુરે 52 રને દીપક હુડાને આઉટ કરીને લખનૌને બીજો ઝટકો આપ્યો હતો. ટીમે 14.3 ઓવરમાં 2 વિકેટે 137 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 54 રન બનાવીને ક્રીઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : રાહુલે 50 રન પૂરા કર્યા
રાહુલે 13મી ઓવરના છેલ્લા બોલ પર એક રન લઈને પોતાના 50 રન પૂરા કર્યા. આ સિઝનમાં આ તેની બીજી અડધી સદી છે. તેણે આ સિઝનમાં બે સદી પણ ફટકારી છે.
-
Delhi vs Lucknow LIVE Score : 14 ઓવર બાદ લખનઉનો સ્કોર 134 /1
14 ઓવર બાદ લખનઉનો સ્કોર 134 /1 છે, દીપક હુડા 32 બોલમાં 50 રન છે, અને કે એલ રાહુલ 40 બોલમાં 54 રન છે.
-
Delhi vs Lucknow LIVE Score : અક્ષર પટેલે 4 ઓવરમાં 25 રન આપ્યા
અક્ષર પટેલે તેની 4 ઓવરમાં 25 રન આપ્યા અને તેને કોઈ વિકેટ મળી ન હતી.
-
Delhi vs Lucknow LIVE Score : ઓવરમાં લખનઉના ખાતામાં 9 રન આવ્યા
13મી ઓવર શાર્દુલ ઠાકુર લઈને આવ્યો હતો આ ઓવરમાં લખનઉના ખાતામાં 9 રન આવ્યા હતા,13મી ઓવરના છેલ્લા બોલ પર કે એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 117/1
12 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 117/1 છે,દીપક હુડા અને કેપ્ટન રાહુલનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યા છે દિલ્હીને બંન્નેની ભાગીદારી તોડવાની જરુર છે
-
Delhi vs Lucknow LIVE Score :કેપ્ટન રાહુલે સિક્સ ફટકારી
કેપ્ટન રાહુલે 12મી ઓવરના 3જા બોલ પર સિક્સ ફટકારી હતી. રાહુલની આજના મેચની આ 3જી સિક્સ છે
-
Delhi vs Lucknow LIVE Score : 11 ઓવર પછી લખનૌનો સ્કોર 105/1
લખનૌ સુપર જાયન્ટ્સે 11 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા. હાલમાં કેપ્ટન રાહુલ 37 અને દીપક હુડા 40 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 94 / 1
9 ઓવર બાદ લખનૌનો સ્કોર 94/1 પર છે.કેપ્ટન કેએલ રાહુલ 35 બોલમાં 27 અને દીપક હુડા 20 બોલમાં 32 રન બનાવી ક્રિઝ પર છે,
-
Delhi vs Lucknow LIVE Score : કે એલ રાહુલે સિક્સ ફટકારી
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌએ 8 ઓવરમાં 1 વિકેટના નુકસાને 73 રન બનાવ્યા
લખનૌએ 8 ઓવરમાં 1 વિકેટના નુકસાને 73 રન બનાવ્યા હતા. હાલમાં કેએલ રાહુલ 26 અને દીપક હુડ્ડા 20 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌએ પાવરપ્લેમાં 57 રન બનાવ્યા, 1 વિકેટ પડી
મુસ્તફિઝુરની ઈનિંગની છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર રાહુલે સિંગલ ફટકારીને ટીમનો સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો. ત્યારપછી આગલા બોલ પર દીપક હુડ્ડાએ ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 8 રન થયા હતા. પાવરપ્લેમાં લખનૌએ 1 વિકેટના નુકસાને 57 રન બનાવ્યા હતા. હાલમાં દીપક હુડા 12 અને કેપ્ટન રાહુલ 18 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow LIVE Score : હુડ્ડા તરફથી વધુ એક ચોગ્ગો
દીપક હુડ્ડાએ છઠ્ઠી ઓવરના બીજા બોલ પર મુસ્તાફિઝુર રહેમાનના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઑફ-સ્ટમ્પની બહાર જતા રહેમાનના ધીમા બોલે તેના બેટના ઈશારાથી થર્ડમેનને ચાર રન મોકલ્યા હતા.
-
Delhi vs Lucknow LIVE Score : દીપક હુડાએ ચોગ્ગો ફટકાર્યો
6 ઓવરના બીજા બોલ પર દીપક હુડા ચોગ્ગો ફટકાર્યો હતો
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 50 રનને પાર
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 50 રનને પાર થયો છે,
-
Delhi vs Lucknow LIVE Score : શાર્દુલ ઠાકુરે તેની પહેલી જ ઓવરમાં દિલ્હીને સફળતા અપાવી
શાર્દુલ ઠાકુરે તેની પહેલી જ ઓવરમાં દિલ્હીને સફળતા અપાવી હતી. ઠાકુરની ઇનિંગ્સની 5મી ઓવરના બીજા બોલ પર ક્વિન્ટન ડી કોક (23) લલિત યાદવના હાથે કેચ આઉટ થયો હતો. ડી કોકે 13 બોલની ઈનિંગમાં 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. દીપક હુડ્ડા બેટિંગ કરવા આવે છે.
-
Delhi vs Lucknow LIVE Score :લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ ઝટકો, ક્વિન્ટન ડી કોકે આઉટ
Match 45. WICKET! 4.2: Quinton De Kock 23(13) ct Lalit Yadav b Shardul Thakur, Lucknow Super Giants 42/1 https://t.co/3EYu7V0ts7 #DCvLSG #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) May 1, 2022
-
Delhi vs Lucknow LIVE Score : ચેતન સાકરિયાની ઓવરમાં 16 રન આવ્યા
દિલ્હીના સુકાની રિષભ પંતે ઈનિંગની બીજી ઓવર માટે ઝડપી બોલર ચેતન સાકરિયાને બોલ સોંપ્યો હતો. આ ઓવરમાં કુલ 16 રન થયા હતા.
-
Delhi vs Lucknow LIVE Score : કેએલ રાહુલ ચોગ્ગો ફટકાર્યો
4 ઓવર બાદ લખનઉનો સ્કોર 41/0 થયો છે ક્વિન્ટન ડી કોકે 12 બોલમાં 23 રન અને કે એલ રાહુલ 12 બોલમાં 15 રન બનાવી ક્રિઝ પર છે
-
Delhi vs Lucknow LIVE Score : કેપ્ટન કેએલ રાહુલ સિક્સ ફટકારી
કેપ્ટન કેએલ રાહુલ ચોથી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી અને ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
-
Delhi vs Lucknow LIVE Score : લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 25/0
3જી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો તેણે આ ઓવરમાં કુલ 2 રન આપ્યા હતા
-
Delhi vs Lucknow LIVE Score : લખનઉનો સ્કોર 22/0
2 ઓવર બાદ લખનઉનો સ્કોર 22/0 થયો છે ક્વિન્ટન ડી કોકે 9 બોલમાં 17 રન અને કે એલ રાહુલ 3 બોલમાં 3 રન બનાવી ક્રિઝ પર છે
-
Delhi vs Lucknow LIVE Score : ક્વિન્ટન ડી કોકે ચોગ્ગો ફટકાર્યો
ક્વિન્ટન ડી કોકે 2 ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
Delhi vs Lucknow LIVE Score : ક્વિન્ટન ડી કોકે સિક્સ ફટકારી
ક્વિન્ટન ડી કોકે 2 ઓવરના 4 બોલ પર સિક્સ ફટકારી હતી
-
Delhi vs Lucknow:ડી કોકે ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું
લખનૌના ઓપનર ક્વિન્ટન ડી કોકે ઇનિંગ્સના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. આ ઓવરમાં કુલ 6 રન થયા હતા. ડી કોક 5 અને કેપ્ટન કેએલ રાહુલ 5 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Delhi vs Lucknow: લખનઉના ખાતામાં 6 રન આવ્યા
પહેલી ઓવરમાં લખનઉના ખાતામાં 6 રન આવ્યા છે. ક્વિન્ટન ડી કોક 4 બોલમાં 5 રન ફટકાર્યા છે કેએલ રાહુલ 1 બોલમાં 1 રન કરી ક્રિઝ પર છે
-
Delhi vs Lucknow: ક્વિન્ટન ડી કોક-કેએલ રાહુલ ક્રિઝ પર
લખનૌના કેપ્ટન કેએલ રાહુલ અને વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક ઓપનિંગ માટે ઉતર્યા હતા. મુસ્તાફિઝુર રહેમાન દિલ્હી માટે ઇનિંગ્સની પ્રથમ ઓવર કરી રહ્યો છે.
-
Delhi vs Lucknow:દિલ્હીએ 8માંથી 4 મેચ જીતી છે
વિકેટ-કીપર બેટ્સમેન ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી સિઝનમાં 8 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. દિલ્હીની ટીમ 8 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. તેમની છેલ્લી મેચમાં દિલ્હીએ કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટે હરાવ્યું હતું.
-
Delhi vs Lucknow:દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેંઈગ ઈલેવન
A look at the Playing XI for #DCvLSG
Live – https://t.co/3EYu7V11hF #DCvLSG #TATAIPL https://t.co/QN4L4UzUcY pic.twitter.com/V2y8XqNpDE
— IndianPremierLeague (@IPL) May 1, 2022
-
Delhi vs Lucknow: કેએલ રાહુલે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ કરશે
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
-
Delhi vs Lucknow:પિચ રિપોર્ટ
સુનીલ ગાવસ્કરે પિચ રિપોર્ટમાં કહ્યું, “આજની વિકેટ પર બોલ વધુ સ્પિન થશે. પિચ પર એવી તિરાડો છે જ્યાં બોલ પડ્યા પછી સ્પિન થશે. આ તિરાડો વધુ ખુલશે. જો બેટિંગ સારી હશે તો અહીં 180 રન હોવા જોઈએ.
-
Delhi vs Lucknow:કોચ પોન્ટિંગે ટીમનો જુસ્સો વધાર્યો હતો
દિલ્હીના કોચ રિકી પોન્ટિંગે મેચ પહેલા ટીમને પ્રોત્સાહિત કર્યા, ટીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
🗣️”One of the things that I was most pleased about was the way that we actually started the game with the ball”.
Sending some pre-game motivation to the DC fam, courtesy of @rickyponting addressing the team after our win in #DCvKKR.#YehHaiNayiDilli | #IPL2022 | #DelhiCapitals pic.twitter.com/RZKiwmf848
— Delhi Capitals (@DelhiCapitals) May 1, 2022
-
Delhi vs Lucknow:રિષભ પંતનું ફોર્મ જુઓ
ઋષભ પંત દિલ્હીનો કેપ્ટન છે પરંતુ તેનું બેટ આ સિઝનમાં અત્યાર સુધી વધારે ચાલ્યું નથી. જો દિલ્હી પોતાની સ્થિતિ સુધારવા માંગે છે તો પંતનું બેટ ચાલે અને તે તેની જૂની તોફાની શૈલીમાં રમે તે જરૂરી છે.
-
Delhi vs Lucknow:દિલ્હી લખનૌને પડકાર ફેકશે
દિલ્હી કેપિટલ્સ માટે IPL-2022માં અત્યાર સુધીની સફર મિશ્ર રહી છે. આઠ મેચમાંથી તેણે ચારમાં જીત અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફોર્મના સંદર્ભમાં લખનૌ વધુ સારી ટીમ હોવાનું જણાય છે. તેની બોલિંગથી લઈને બેટિંગ સુધી બંનેએ દિલ્હી કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી આજે લખનૌને ટક્કર આપી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.
Published On - May 01,2022 2:44 PM