AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : મહેન્દ્ર સિંહ ધોની સુકાની બન્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO નું નિવેદન સામે આવ્યું

IPL 2022 : રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) 8 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનું સુકાની પદ સંભાળ્યા બાદ કેપ્ટન પદેથી હટી ગયો અને ફરીથી ધોનીને ચેન્નઈ ટીમની કમાન સોપવામાં આવી.

IPL 2022 : મહેન્દ્ર સિંહ ધોની સુકાની બન્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO નું નિવેદન સામે આવ્યું
MS Dhoni and Ravindra Jadeja (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:50 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માં, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના સ્થાને ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને કેપ્ટનશિપ આપવામાં આવી છે. આ અંગે ચેન્નઈ ટીમના સીઈઓ તરફથી નિવેદન આવ્યું છે. તેણે આ નિર્ણયને ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલું પગલું ગણાવ્યું છે. તમને જણાવી દઇએ કે ધોની હવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કેપ્ટનશીપ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુ પ્રમાણે તેને ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ગણાવ્યો છે. ચેન્નઈ ટીમના CEO  કાશી વિશ્વનાથને કહ્યું છે કે આ ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય છે. તે એક સરળ પ્રક્રિયા હશે.

નોંધનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) શરૂ થતા પહેલા ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ એક ચોંકાવનારો નિર્ણય હતો. પરંતુ ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવું પગલું લેવામાં આવ્યું હતું. જાડેજા માટે આ એક મોટી કસોટી હતી અને તે તેને ક્લીયર કરી શક્યો ન હતો. રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશિપમાં રમાયેલી 8 મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 2 વખત જીતવાની તક મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

પ્લેઓફની ઘટતી જતી તકો વચ્ચે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. જેમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ઘણી વખત મેચ દરમિયાન જોવામાં આવ્યું છે કે ધોની જ નિર્ણય લેતો હતો. હવે ટીમની દરેક રમતમાં તેની જવાબદારી સંપૂર્ણ રીતે રહેશે.

રવિન્દ્ર જાડેજા પર પણ વધારાનું દબાણ હતું. જે તેના વ્યક્તિગત પ્રદર્શનમાં અવરોધ ઊભું કરી રહ્યું હતું. હવે તેના તરફથી પણ આ દબાણ દૂર કરવામાં આવ્યું છે. હવે ધોની ટીમની કમાન સંભાળ્યા બાદ આવનારી મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન જોવા જેવું રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની આવનારી મેચની વાત કરીએ તો રવિવારે ડબલ હેડરની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ સિઝનમાં કેપ્ટન તરીકે ધોનીની આ પહેલી મેચ હશે. તે શું રણનીતિ અપનાવશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : IPL 2022: બર્થ ડે પર Rohit Sharma ના બદલી શક્યો 8 વર્ષ જૂનો ઈતિહાસ, 2 રન બે મોટા દર્દ આપી ગયા

આ પણ વાંચો : IPL 2022 : ગુજરાતના સામે હાર્યા બાદ RCB ના સુકાની ફાફ ડુ પ્લેસિસે પોતાની ભૂલ જણાવી

g clip-path="url(#clip0_868_265)">